હિન્દ ન્યૂઝ, દિયોદર
સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસે હાહાકાર મચાવી દીધો હતો. કોરોના ની બીજી લહેર ખૂબ ઘાતક બની હતી. જોકે હવે ગુજરાત માં કોરોના ના કેસો માં દિનપ્રતિદિન ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે આ કોરોના ની મહામારી માં સરકાર દ્વારા અનેક પગલાં લેવામાં આવ્યા હતા. સરકાર ની સાથે આ મહામારી માં સેવાભાવિ સંસ્થાઓ તેમજ વિવિધ ગૃપો અને સેવાભાવિ લોકો એ અનેક રીતે આ મહામારી માં લોકો ની મદદ કરી છે. ત્યારે આ મહામારી માં એક એવા વ્યક્તિત્વ ની વાત કરીએ તો આ મહામારી માં અનેક પ્રકાર લોકો ની મદદ કરી છે. આ વિરલ વ્યક્તિત્વ એટલે દિયોદર ના રહેવાસી ચિરાગ ભાઈ ત્રિવેદી, ચિરાગ ભાઈ ત્રેવેદી વિશે વાત કરીએ તો હાલ તેઓ દિયોદર તાલુકા કોંગ્રેસ સમિતિ ના મહા મંત્રી તરીકે ઓળખવામાં આવે છે અને દિયોદર તાલુકા ના એસ. યુ.આઈ ના પૂર્વ પ્રમુખ અને દિયોદર બ્રહ્મ સમાજ ના પ્રમુખ તરીકે સારી કામગીરી કરી રહ્યા છે. ચિરાગ ભાઈ ત્રિવેદીએ સમાજ માં સારી એવી સેવા તરીકે ની નામના મેળવી છે. એક જ ધ્યેય સેવા એજ મારો ધર્મ અને કર્મ એજ ધર્મ માં માનનારા ચિરાગ ભાઈ ત્રિવેદી આ મહામારીમા લોકાનો સાથ અને સહકારથી લોકો ની અનેક પ્રકાર ની મદદ કરી છે.
જન સેવા ગ્રુપ દ્વારા કોવિડ -૧૯ ની બીજી લહેર આવતા દિયોદર આદર્શ હાઇસ્કુલ ખાતે હેલ્પલાઈન શરૂ કરવામાં આવી હતી. તેમાં તેઓએ ઓક્સિજન બોટલ માટે જહેમત ઉઠાવી દાતા દ્વારા ઓક્સિજન બોટલ પૂરીપાડવામાં આવતી હતી અને અવાર નવાર બોટલો પણ ભરાવી આપી તેમજ દવા ના બોક્સ તેમજ ઉકાળા અને મગનું પાણી દાતા દ્વારા યુવા સેવા ને પ્રોત્સાહન પૂરું પાડી સહયોગ આપ્યો હતો. દિયોદર માં જનસેવા કેન્દ્ર આદર્શ હાઈસ્કુલ દિયોદર ની સેવા પુરી પાડતા હતા. ચિરાગ ભાઇ ત્રિવેદી એ જણાવ્યું હતું કે લોકોએ ખૂબ જન સેવા ગ્રુપ દિયોદર ને ફાળો આપ્યો હતો. કોરોના મહામારીમાં સેવા કરવાનો મોકો મળ્યો છે. ઘણા દર્દીઓ અંતરના આશીર્વાદ આપ્યા હતા. ખૂબ જ જહેમત ઉઠાવી ખડે પગે સેવા કરી હતી. ચિરાગ ભાઈ ત્રિવેદી સમાજ સેવક તરીકે ની નામના ધરાવે છે. “સેવા પરમો ધર્મ અને સેવા એ જ પ્રભુસેવા માં માનનારા અને સાદું જીવન જીવનારા ઉચ્ચ કોટિના વિચારો ધરાવનારા અને ના કોઈ નાનું ના કોઈ મોટું સીને સમાન માનનારા તેમજ ઘસાઈ ને ઉજળા થવુ, નિઃસ્વાર્થ ભાવે સેવા કરવી, કોઈ પણ કાર્ય માં ડગલું ભર્યા પછી પાછળ ના હટવું ના સિદ્ધાંતો સાથે જીવન જીવનાર સમાજસેવક ચિરાગ ભાઈ ત્રિવેદી ખૂબ ઉમદા કામગીરી કરી છે. કોરોનાની મહામારી માં જીવની પરવા કર્યા વગર લોકો ની સેવા કરી છે.
અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર