ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આવતીકાલથી ૨૫ કેન્દ્રો પર ૧૮ થી ૪૪ વય જૂથના લોકો માટે કોવિડ-૧૯ વેકસીનેશનની કામગીરી શરૂ થશે

હિન્દ ન્યૂઝ, ભાવનગર

      મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં કોરોનાને ઝડપથી નિયંત્રણમાં લાવવાના ઉદેશ્યથી અને વધુને વધુ લોકોને કોરોનાથી રક્ષણ આપવા આવતીકાલ શુક્રવાર તા. ૪ જૂનથી રાજ્યના તમામ જિલ્લા-તાલુકામાં ૧૮ થી ૪૪ની વયના લોકોને કોરોના વેક્સિનેશન વિનામૂલ્યે આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
      જે અંતર્ગત ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આવતીકાલથી ૨૫ કેન્દ્રો પર ૧૮ થી ૪૪ વય જૂથના લોકો માટે કોવિડ-૧૯ વેકસીનેશનની કામગીરી શરૂ કરવામાં આવશે.
આ કેન્દ્રો નીચે મુજબ છે.
તાલુકો ભાવનગર : પ્રા.આ.કે. ભુંભલી, ઉંડવી અને ફરીયાદકા
     તાલુકો ગારીયાધાર : અર્બન હેલ્થ સેન્ટર ગારીયાધાર
તાલુકો : ઘોઘા : પ્રા.આ.કે. વાળુકડ(ઘો)
     તાલુકો જેસર : પ્રા.આ.કે. અયાવેજ
તાલુકો મહુવા : અર્બન હેલ્થ સેન્ટર : મહુવા -૧ અને ૨, પ્રા.આ.કે. બેલમપર, ગુંદરણા, મોટા આસરાણા
     તાલુકો પાલીતાણા : અર્બન હેલ્થ સેન્ટર પાલીતાણા, પ્રા.આ.કે. વાળુકડ(પા), નાની રાજસ્થળી, ઘેટી
તાલુકો સિહોર : અર્બન હેલ્થ સેન્ટર સિહોર, પ્રા.આ.કે. સણોસરા, ટાણા
     તાલુકો તળાજા : અર્બન હેલ્થ સેન્ટર તળાજા, પ્રા.આ.કે. મણાર, બોરડા, પીથલપુર, ભદ્રાવળ
તાલુકો ઉમરાળા : પ્રા.આ.કે. રંઘોળા
      તાલુકો વલ્લભીપુર : પ્રા.આ.કે. રતનપર(ગા)

રસીકરણ માટે નીચે મુજબના પગલાં લેવાના રહેશે
૧૮ થી ૪૪ વર્ષ ના તમામ રસીકરણ માટે નીચે મુજબના પગલાં લેવાના રહેશે. આ માટે લીંક https://selfregistration.cowin.gov.in ઓપન કરી રજિસ્ટ્રેશન પોટૅલ પર જઈ રજિસ્ટ્રેશનનો વિકલ્પ પસંદ કરો. તમારો મોબાઈલ નંબર આપીને ગેટ OTP પર ક્લિક કરો. તમારા મોબાઈલ નંબર પર OTP આવશે, જે 180 સેકન્ડમાં સબમિટ કરવાનો રહેશે. OTP સબમિટ કરતા જ નવું પેજ ખુલશે, જેમાં તમારી વિગતો ભરવાની રહેશે. ફોટો આઇડી માટે આધાર ઉપરાંત ડ્રાઇવિંગ લાઇસન્સ, પાનકાર્ડ, પાસપોર્ટ, પેન્શન પાસબુક, એનપીઆર સ્માર્ટ કાર્ડ કે વોટર આઇડી પણ માન્ય રહેશે. તેમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરી આઇડી નંબર આપો. નામ, જાતિ, જન્મ તારીખ જણાવવાની રહેશે અને ત્યારબાદ રજીસ્ટર/સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે . ત્યારબાદ શેડ્યુલ બટન પર ક્લિક કરવાનું રહેશે અને પછી Schedule Now બટન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ નજીકનું કોવિડ વેક્સિનેશન સેન્ટર પસંદ કરવાનો વિકલ્પ મળશે જે પીનકોડ અથવા ડિસ્ટ્રિક્ટ થી સર્ચ કરવાનું રહેશે .પીનકોડ થી સેન્ટર પસંદ કરો. ડિસ્ટ્રિક્ટ થી સેંટર પસંદ કરવા માટે ગુજરાત અને ત્યારબાદ ભાવનગર પસંદ કરી તાલુકા સેશન સાઇટ પસંદ કરવાનું રહેશે. સેન્ટર સિલેક્ટ કર્યા બાદ તમને અનુકૂળ સમય નો સ્લોટ પસંદ કરી શકો છો અને ત્યારબાદ કન્ફર્મ બટન પર ક્લિક કરવાનું રહેશે. ઓનલાઇન રજીસ્ટ્રેશન બાદ નિયત અનુકુળ સમયનો સ્લોટ પસંદ કરી વેકસીનેશન કરાવી શકાશે. જે માટે નીચેની પધ્ધતિ અનુસરવાની રહેશે. ઓનલાઇન રજીસ્ટ્રેશન વિના વેકસીનેશન કરવામાં આવશે નહીં.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત, ભાવનગરે જાહેર જનતાએ આ રસીકરણનો મોટા પ્રમાણમાં લાભ લેવા અનુરોધ કર્યો છે.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment