ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા તા. ૫ જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાશે

હિન્દ ન્યૂઝ, ભાવનગર 

ઔદ્યોગિક એકમો દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે જૂન માસ દરમિયાન કુલ આશરે ૫૦,૦૦૦ જેટલા તુલસીના રોપા વાવવામાં આવશે

     આગામી તા.૦૫/૦૬/૨૦૨૧ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. આ વર્ષની થીમ “Ecosystem Restoration- Reimagine. Recreate. Restore” છે. આ ઉજવણીના ભાગરૂપે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ભાવનગર કચેરી દ્વારા વિવિધ કામગીરી હાથ ધરવામાં આવનાર છે.

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ભાવનગર કચેરી દ્વારા તા.૦૫/૦૬/૨૦૨૧ ના રોજ વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવશે. જેમાં ઔદ્યોગિક એકમો દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે જૂન માસ દરમિયાન કુલ આશરે ૫૦,૦૦૦ જેટલા તુલસીના રોપા વાવવામાં આવશે. અલંગ ખાતે બીચ ક્લીનીંગ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ભાવનગર કચેરી ખાતે ‘૧૦૮’ તુલસીના રોપા પણ વાવવામાં આવનાર છે. ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન, વન વિભાગ, ભાવનગર તથા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ભાવનગર કચેરી સંકલનમાં રહીને કોવિડ હોસ્પિટલ (લેપ્રસી હોસ્પિટલ), રૂવાપરી રોડ, ભાવનગર ખાતે યોજાવામાં આવનાર છે.
ભાવનગર ખાતે આવેલ ઔદ્યોગિક એકમો દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે જૂન માસ દરમિયાન કુલ આશરે ૫૦,૦૦૦ જેટલા તુલસીના રોપા વાવવામાં આવનાર છે તથા ઔદ્યોગિક એકમો સાથે સંકલનમાં રહીને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે વૃક્ષો વાવવામાં આવનાર છે.
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ભાવનગર કચેરી દ્વારા શીપ રીસાઇકલીંગ એસોસીએશન સાથે સંકલનમાં રહીને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે અલંગ ખાતે બીચ ક્લીનીંગ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવનાર છે.
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ભાવનગર કચેરી દ્વારા કલ્યાણ પ્રાદેશિક લોકવિજ્ઞાન કેન્દ્ર, ભાવનગરના સંકલનમાં રહીને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરેલ છે. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે “પ્લાસ્ટીક વેસ્ટની જૈવવિવિધતા પર અસરો, જીવ સૃષ્ટીનું પુન:સ્થાપન- જળ/ જમીન, પર્યાવરણના સંરક્ષણ માટે મારો ફાળો, મ્યુનિસિપલ ઘન કચરો-પડકારો અને નિરાકરણ” વિષયો ઉપર નિબંધ સ્પર્ધા તથા ઓનલાઇન પ્રશ્નોત્તરી(ક્વીઝ કોમ્પીટીશન)નું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ભાગ લેવા માટેની વિગતો બોર્ડની વેબસાઇટ www.gpcb.gujarat.gov.in પર ઉપલબ્ધ છે.
આ ઉપરાંત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની વડી કચેરી, ગાંધીનગર દ્વારા તા.૦૫/૦૬/૨૦૨૧ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે ઓનલાઇન વેબિનારનું આયોજન કરવામાં આવેલ છે. આ વેબિનારનો શુભારંભ મુખ્યમંત્રી, ગુજરાત રાજ્યના સંબોધનથી થનાર છે. આ વેબિનારના જોડાવાં માંગતા નાગરિકો બોર્ડની વેબસાઇટ www.gpcb.gujarat.gov.in પરથી તે અંગેની વિગતો મેળવી શકશે તેમ એ.જી.ઓઝા, પ્રાદેશિક અધિકારી, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, ભાવનગરે જણાવ્યું છે.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment