મહુવા એ.પી.એમ.સી ખાતે કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ પાણી પુરવઠા વિભાગનાં અધિકારીઓ સાથે બેઠક યોજી

હિન્દ ન્યૂઝ, ભાવનગર

ભાવનગર જિલ્લાનાં એક દિવસીય પ્રવાસે આવેલ કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બારૈયાએ ભાવનગર જિલ્લાનાં મહુવા એ.પી.એમ.સી. ખાતે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

આ બેઠકમાં મંત્રીએ જિલ્લામાં આવેલ ડેમો અંગે તેમજ તેના સમારકામની કામગીરી હેઠળના ભાગો વિશે તથા આગામી દિવસોમાં વરસાદના પાણી અંગે ઉદભવતી સમસ્યાઓ ના નિરાકરણ વિશે જરૂરી સૂચન તેમજ માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.

આ બેઠકમાં મહુવા ધારાસભ્ય આર.સી.મકવાણા, ગારીયાધાર ધારાસભ્ય કેશુભાઈ નાકારણી તેમજ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment