ગીર-સોમનાથ જિલ્લામાં દ્રીચક્રીય વાહનોની ચાલુ સીરીઝ જુની સીરીઝ તથા ફોરવ્હીલ વાહનોની ચાલુ સીરીઝના બાકી રહેલ ગોલ્ડન/સિલ્વર નંબરોની હરાજી

હિન્દ ન્યૂઝ, ગીર-સોમનાથ

સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી, ગીર-સોમનાથ દ્વારા જિલ્લામાં દ્રીચક્રીય વાહનોની ચાલુ સીરીઝ જીજે-૩૨-ક્યુ અને જુની સીરીઝ જીજે-૩૨-એન, જીજે-૩૨-એમ, જીજે૩૨-પી તથા ફોરવ્હીલ વાહનની ચાલુ સીરીઝ જીજે-૩૨-કે ના બાકી રહેલ ગોલ્ડન/સિલ્વર નંબરોની હરાજી તા. ૨૧/૦૬/૨૦૨૧ નાં રોજ ખોલવામાં આવશે. ઇચ્છા ધરાવનાર વાહન માલીકો વેબ પોર્ટલ http://parivahan.gov.in/fancy પર રજીસ્ટ્રેશન કરી ભાગ લઇ શકશે.

તા. ૧૫-૦૬-૨૦૨૧ થી ૧૭-૦૬-૨૦૨૧ સુધી ઓક્સન માટે ઓનલાઇન સીએનએ ફોર્મ રજીસ્ટ્રેશન કરાવવાના તેમજ એપ્લીકેશન કરવાની રહેશે. તા. ૧૮-૦૬-૨૦૨૧ અને ૧૯-૦૬-૨૦૨૧ ના રોજ ઓક્સનનુ બિડિંગ ઓપન થશે અને તા. ૨૧/૦૬/૨૦૨૧ ના રોજ ખોલવામાં આવશે. તેમજ જે વાહન માલીક દ્વારા સીએનએ ફોર્મ ભરેલ હશે તેવા જ વાહન માલીક ખરીદીની તારીખથી ૬૦ દીવસ સુધી હરાજીમાં ભાગ લઇ શકેશે. સમય બહારની અરજીઓ રદ કરવામાં આવશે. તેમ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, ગીર-સોમનાથની યાદીમાં જણાવાયું છે.

સૌરાષ્ટ્ર તંત્રી : તુલસી ચાવડા

Related posts

Leave a Comment