“ભીડીયા પે સેન્ટર શાળા” ખાતે જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વાજા તેમજ ચેરમેન જીલ્લા શિક્ષણ સમિતિ વિક્રમભાઇ પટાટની પ્રેરક ઉપસ્થિતિમાં વ્રુક્ષારોપણ

હિન્દ ન્યુઝ, વેરાવળ

      આજ રોજ “ભીડીયા પે સેન્ટર શાળા” ખાતે જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વાજા તેમજ ચેરમેન જીલ્લા શિક્ષણ સમિતિ વિક્રમભાઇ પટાટની પ્રેરક ઉપસ્થિતિમાં વ્રુક્ષારોપણ, વૃક્ષ વિતરણ નું કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. ચેરમેનએ વેરાવળ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં 5000 + વ્રુક્ષો વાવવાના કરેલ નિર્ધારને પરિપૂર્ણ કરવાના અંતિમ તબક્કામાં આજે શાળામાં વ્રુક્ષારોપણ કરવામાં આવ્યું. સ્થાનિક આગેવાનો અને અન્ય અધિકારીઓની હાજરીમાં બહુ જ સરસ માહોલમાં કાર્યક્ર્મ કરવામાં આવેલ હતો. કાર્યક્રમની શરૂઆતમાં સર્વધર્મ પ્રાર્થના સાથે કોરોના મહામારીમા અવસાન પામેલા વ્યક્તિઓ માટે બે મિનિટ મૌન પાળી તેમાંના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવેલ.

ચેરમેન તેમજ જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા શિક્ષકો, સ્થાનિક આગેવાનો સાથે શિક્ષણ, શાળા વિકાસ તેમજ શાળામાં ઘટતી સુવિધા બાબતે સકારાત્મક ચર્ચા કરવામાં આવી. મહેમાનોનું સ્વાગત ભીડીયા પે સેન્ટર શાળાના આચાર્ય નંદાણિયાભાઇ દ્વારા તેમજ કાર્યક્રમનું સન્ચાલન કન્યા શાળાનાં આચાર્ય લાલવાણી ભાઈ દ્વારા કરવામાં આવેલ હતું. શાળાનો માહોલ, આચાર્ય / શિક્ષકોની કામગીરીને ચેરમેન અને ડી.પી.ઇ.ઓ. દ્વારા બિરદાવવામાં આવેલ હતી.

સૌરાષ્ટ્ર તંત્રી : તુલસી ચાવડા

Related posts

Leave a Comment