ખેડા જિલ્‍લામાં ડેન્‍ગયુ વિરોધી માસ જુલાઇ-૨૦૨૧ની ઉજવણીનુ આયોજન

હિન્દ ન્યુઝ, નડિયાદ 

    ડેન્‍ગયુ વાયરસથી થતો એડીસ ઇજિપ્‍તાઇ મચ્છરના કરડવાથી થતો રોગ છે. ડેન્‍ગયુનો મચ્છર દિવસે કરડે છે. આ મચ્છર ડેન્‍ગયુના ચેપી દર્દીને કરડી પોતે ચેપી બને છે. આ ચેપી મચ્છર ભુખ્‍યો થતાં માણસને કરડી ડેન્‍ગયુનો ચેપ માણસને આપે છે. આ રીતે ડેન્‍ગયુનો ફેલાવો થતો હોય છે. આ મચ્છરો ઘરની અંદર ચોખ્ખા, બંધીયાર પાણીમાં ઉત્‍પન્‍ન થાય છે. પાણીના સંગ્રહ સ્‍થાનો જેવા કે ટાંકી, કોડી, ઘડી, પીપ, હોજ તેમજ નકામો ભંગાર ગાયર, ડબ્બા, પક્ષી કુંજ, ડીસ્‍પોઝેબલ કપ, ફ્રીજની પાછળની ટ્રે, કુલર, ફુલદાની,પશુને પાણી પીવાની કુંડી વિગેરેમાં પાણી ભરાઇ રહેતાં મચ્છર ઇંડા મુકે છે. ઇંડામાંથી પોરા, પ્‍યુપા અને પુખ્‍ત મચ્છર બને છે.
ડેન્‍ગયુનો મચ્છર દિવસે કરડતો હોવાથી શરીર ઢંકાય તેવી આખી બાયના કપડા પહેરવા જોઇએ. મચ્છર અગરબત્તીનો ઉપયોગ કરવો જોઇએ. દવા યુકત મચ્છરદાનીનો સુવામાં ઉપયોગ કરવો, આ રોગનો ફેલાવો કરતા મચ્છર ઉત્‍પત્તિ સ્‍થાનો જેવાકે ટાંકી, કોઠી, ઘડી, પીપ, હોજ, તેમજ નકામો ભંગાર ટાયર, ડબ્બા, પક્ષી કુંજ, ડીસ્‍પોઝેબલ કપ, ફ્રીજની પાછળની ટ્રે, કુલર, ફુલદાની, પશુને પાણી પીવાની કુંડી અઠવાડીયામાં એકવાર ખાલી કરી અંદરની સપાટી ઘસીને સાફ કરીને મચ્છરની ઉત્‍પત્‍તિ અટકાવી ડેન્‍ગયુ રોગથી બચી શકાય છે. તાવ આવે તો નજીકના સરકારી પ્રાથમીક આરોગ્‍ય કેન્‍દ્ર/અર્બન હેલ્‍થ સેન્‍ટર, સામુહિક આરોગ્‍ય કેન્‍દ્ર તથા સિવિલ હોસ્‍પિટલમાં જઇ ડોકટરની સલાહ પ્રમાણે સારવાર લેવી. આગામી જુલાઇ માસને ડેન્‍ગયુ વિરોધી માસ તરીકે ઉજવવાનો હોઇ મુખ્‍ય જિલ્‍લા આરોગ્‍ય અધિકારી ર્ડા. પી.આર.સુથારના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્‍લાના કુલ પ૪ પ્રા.આ.કેન્‍દ્ર અને ૦૮ અર્બન હેલ્‍થી સેન્‍ટર તથા નડિયાદ શહેરી મલેરીયા સ્‍કીમના આરોગ્‍ય સ્‍ટાફ દ્વારા તમામ ગામો/શહેરી વિસ્‍તારના ઘરોની મુલાકાત લઇ સર્વેલન્‍સ, પોરા નાશક કામગીરી, એબેટ એપ્‍લીકેશન સોર્સ રીડકશન તેમજ આરોગ્‍ય શિક્ષણ દ્વારા ડેન્‍ગયુ રોગ, મચ્છર ઉત્‍પત્‍તિ સ્‍થાનો, સ્‍વ બચાવના ઉપાયો વિશે જન સમુદાયમાં જાગુતિ, લોકભાગીદારી થકી ડેન્‍ગયુને અટકાવવા માટેના પ્રયત્‍નો હાથ ધરવામાં આવશે. આ કામમાં લોકોને સાથ સહકાર આપવા જિલ્‍લા મેલેરીયા અધિકારીએ અપીલ કરી છે.

રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

Related posts

Leave a Comment