માલધારી મહિલા સંસ્થા પાવન ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટ દ્વારા અનાથ બાળકોની સંસ્થા ચિલ્ડ્રન્સ હોમ – પોરબંદરમાં વૃક્ષારોપણ કરાયુ, સમાજ સુરક્ષા અધિકારી મયુરભાઇ મોરી ખાસ રહ્યા ઉપસ્થિત રહયા

નિકાવા,

આજ રોજ બાલ કલ્યાણ સમિતિ પોરબંદર DCPU તેમજ સમાજ સુરક્ષા વિભાગ દ્વારા વૃક્ષા રોપણનો કાર્યક્રમ નવનિર્મિત બોયઝ ચિલ્ડ્રન્સ હોમ પોરબંદર ખાતે રાખવામાં આવ્યો હતો. જેમાં બાલ કલ્યાણ સમિતિના ચેરમેન અતુલભાઈ બપોદરા, સભ્ય લાખનશીભાઈ ઓડેદરા, પ્રતાપભાઈ કેશવાલા તેમજ કીર્તિબેન પુરોહિત હાજર રહ્યા હતા. આ સાથે સમાજ સુરક્ષા અધિકારી મયુરભાઇ મોરી, જિલ્લા બાલ સુરક્ષા અધિકારી ત્રિભોવનભાઈ જોશીની સાથે જિલ્લા બાલ સુરક્ષા એકમનો સમગ્ર સ્ટાફ પણ હાજર રહ્યો હતો. આ તકે ખાસ ઉપસ્થિત પોરબંદર જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ સુરેશભાઈ સિકોતરા, જેલ સમિતિના સભ્ય નિતેશભાઈ બપોદરા, એડવોકેટ તેજસભાઈ થાનકી, સાંદિપની સ્કૂલના પ્રિન્સિપાલ કમલભાઈ મોઢા અને ગૌતમભાઈ જોશી હાજર રહ્યીને તમામને પ્રોત્સાહિત કરીને સારી કામગીરીની પ્રશંસા કરેને તેને બીરદાવી હતી અને ભવિષ્યમાં પણ આવી સારી સેવાકીય પ્રવૃત્તિઓ કરતા રહો તેવી તમામે ખાસ શુભેચ્છાઓ પાઠવી હતી.

રીપોટ : ભોજાભાઈ ટોયટા, નિકાવા

Related posts

Leave a Comment