રાજકોટ કોવિડ હોસ્પિટલની મુલાકાત દરમિયાન આરોગ્ય સચિવ જયંતિ રવિએ હોસ્પિટલના કેમ્પસમાં લાંબા સમય સુધી ૧૦૮ ઉભી રહેતા અધિકારીઓેને ખખડાવ્યા

રાજકોટ,

તા.૨/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ મનપાની આરોગ્ય ટીમે શરદી-તાવ-ખાંસી જેવા લક્ષણો ધરાવતા લોકોને ૧૦૪ નંબર પર કોલ કરીને માહિતી મેળવવા માટે અપીલ કરી છે. ૧૦૪ હેલ્પલાઈન ટીમ દરરોજ ૧૦૦ થી વધુ ફોન હેન્ડલ કરી રહી છે. શહેરના કોઈપણ વિસ્તારમાં રહેતો નાગરિક ઘરે બેઠા નિ:શુલ્ક સારવાર મેળવી શકે છે. ૧૦૪ હેલ્પલાઈનના ઇમર્જન્સી મેડિકલ ઓફિસર ડો.મિલન પંડ્યાએ જણાવ્યું હતું કે, દર્દી દ્વારા ૧૦૪ નંબર પર કોલ કરતા અમદાવાદ સ્થિત ૧૦૪ રિસ્પોન્સ સેન્ટરમાં આ કોલ જરૂરી મદદ પૂરી પાડવા માટે જોડાય છે. ત્યાં રજિસ્ટ્રેશન ઓફિસર દ્વારા કોલ કરનાર દર્દીનું નામ, પુરૂ સરનામું, ફોન નંબર નોંધવામાં આવે છે. આ માહિતી દર્દીના સ્થાનિક આરોગ્ય કેન્દ્રના આરોગ્ય અધિકારીને ફોન કોલ અથવા S.M.S થી ટ્રાન્સફર કરવામાં આવે છે. જેથી સ્થાનિક ટીમ દર્દી સુધી પહોંચી તેની તપાસ, નિદાન, સારવાર કરે છે. ટેસ્ટ કરતા વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ છે કે નેગેટિવ તે ૫ણ ૫ જ મિનિટમાં ખબર પડી જાય છે.

રિપોર્ટર :  દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment