હિન્દ ન્યુઝ, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે માંડા ડુંગર આજીડેમ ચોક્ડી વિસ્તારમાં આવેલ ખાણી-પીણીના ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ ૨૦ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ જેમાં ઠંડાપીણા, મસાલા, દૂધ, ડેરી પ્રોડક્ટસ, ખાદ્યતેલ વગેરેના કુલ ૨૧ નમૂનાનું સ્થળ પર ચેકિંગ કરવામાં આવેલ.
(૦૧)રાધેક્રિષ્ના પ્રોવિઝન સ્ટોર (૦૨)બાલાજી ફરસાણ & સ્વીટ (૦૩)રાધેક્રિષ્ના ડેરી ફાર્મ (૦૪)સીતારામ સેલ્સ એજન્સી (૦૫)શિવ પ્રોવિઝન સ્ટોર (૦૬)શિવ ડેરી ફાર્મ (૦૭)ખોડિયાર કોલ્ડડ્રિંક્સ (૦૮)યશસ્વી પ્રોવિઝન સ્ટોર (૦૯)ધાર્મી મેડિસિન્સ (૧૦)ભોલે પાન (૧૧)ડિલક્સ પાન & કોલ્ડડ્રિંક્સ (૧૨)વાળીનાથ કોલ્ડડ્રિંક્સ (૧૩)બંસીધર પાન & કોલ્ડડ્રિંક્સ (૧૪)વેલનાથ કોલ્ડડ્રિંક્સ (૧૫)જલારામ ફરસાણ માર્ટ (૧૬)ખોડિયાર પુરી શાક (૧૭)નવદુર્ગા પાન (૧૮)ક્રિષ્ના જ્યુસ & કોલ્ડડ્રિંક્સ (૧૯)ડિલક્સ કોલ્ડ્રીંક્સ (૨૦)કનૈયા ફરસાણ ની સ્થળ પર ખાદ્યચીજનાં નમુનાની ચકાસણી કરવામાં આવેલ.
- નમુનાની કામગીરી :-
ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ દર્શાવેલ વિગતો મુજબ ૨ નમૂના લેવામાં આવેલ:-
(૧) ચા ભૂકી (લૂઝ) -સ્થળ – જય સિયારામ ટી સ્ટોલ, ક્રિષ્ના કોમ્પ્લેક્ષ શોપ નં.૪, રાજનગર ચોક નાનામવા રોડ, રાજકોટ.
(૨) ચા (પ્રિપેર્ડ લૂઝ) -સ્થળ – ચામુંડા ટી સ્ટોલ, ક્રિષ્ના કોમ્પ્લેક્ષ કોર્નર પાસે, રાજનગર ચોક નાનામવા રોડ, રાજકોટ.