ભાવનગર જિલ્લામાં કોઈ પણ શ્રમિક તેમના મતાધિકારથી વંચિત રહેવા સંબંધિત ફરિયાદ કરવા અંગે જિલ્લા કક્ષાનો કંટ્રોલરૂમ શરૂ કરાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર 

આગામી તા.૦૧ ડિસેમ્બર, ૨૦૨૨ ના રોજ ભાવનગર જિલ્લામાં વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ માટે મતદાન યોજાનાર છે. તેથી ગુજરાત દુકાનો અને સંસ્થા અધિનિયમ-૧૯૪૮, કારખાના અધિનિયમ-૧૯૪૮, બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર્સ એક્ટ-૧૯૯૬, કોન્ટ્રાક્ટ લેબર-૧૯૭૦ હેઠળ નોંધણી થયેલ સંસ્થા/ સાઇટ પરના શ્રમયોગીઓ મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે હવે તને રજા આપવાની રહેશે. આ જોગવાઈ અનુસાર જાહેર રજા કરવાને કારણે સંબંધિત શ્રમયોગીઓ/ કર્મચારીઓના પગારમાંથી કોઈ કપાત કરવાની રહેશે નહીં. જિલ્લામાં કોઈ પણ સમિત તેમના મતાધિકારથી વંચિત રહેવા સંબંધિત ફરિયાદ જિલ્લા કક્ષાના કંટ્રોલરૂમ મતદાનના દિવસે તથા પછીના દિવસે ઉપરોક્ત સંબંધિત કોઈ ફરિયાદ હોય તો જિલ્લાના નોડલ અધિકારી કે.જી.મકવાણા, કાર્યપાલક ઇજનેર ક્ષાર અંકુશ વિભાગ ભાવનગર ફોન નંબર ૦૨૭૮-૨૫૧૫૭૦૦, કાર્યપાલક ઇજનેરની કચેરી ક્ષાર અંકુશ વિભાગ, જિલ્લા સેવા સદન નં.૨, બીજો માળ, બ્લોક નં. એસ-૩, ભાવનગરનો સંપર્ક સાધવા જણાવવામાં આવ્યું છે.

Related posts

Leave a Comment