કચ્છ જિલ્લાના ઔધોગિક એકમોમાં ફરજ બજાવતાં શ્રમયોગીઓ/કર્મચારીઓને મતદાનના દિવસે સવેતન રજા મળશે

હિન્દ ન્યુઝ, ભુજ

ગુજરાત રાજયમાં આગામી તા.૦૧/૧૨/૨૦૨૨, ગુરુવાર તથા તા.૦૫/૧૨/૨૦૨૨ સોમવારે ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ યોજાનાર છે. આ દિવસે કચ્છ જીલ્લાના કારખાના ધારા-૧૯૪૮ હેઠળના કારખાના (ઔધોગિક એકમો)માં કામ કરતા શ્રમયોગી તેમજ ધી બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન વર્કર્સ એકટ-૧૯૯૬ અન્વયે નોંધણી થયેલ સંસ્થા સાઈટ પર કામ કરતા શ્રમયોગીઓ જે તે વિસ્તારના મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તેમજ લોકપ્રતિનિધિત્વ ધારા-૧૯૫૧ ની કલમ ૧૩૫(બી) મુજબ કારખાના ધારા-૧૯૪૮ હેઠળના કારખાના શ્રમયોગી તેમજ બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન વર્કર્સ એકટ ૧૯૯૬ અન્વયે નોંધણી થયેલ સંસ્થાઓ સાઇટ પર કામ કરતાં શ્રમયોગીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સવેતન રજા આપવાની રહેશે. આ જોગવાઇ અનુસાર રજા જાહેર કરવાના કારણે સંબંધિત શ્રમયોગીઓ/કર્મચારીઓના પગારમાંથી કોઇ કપાત કરવાની રહેશે નહીં. રજાના કારણે જો શ્રમયોગી/કર્મચારી પગાર મેળવવાનો હક ન ધરાવતો હોય તેવા સંજોગોમાં જે તે વ્યકિત રજા જાહેર ન થઇ હોય અને જે પગાર મળવાપાત્ર થતો હોય તેટલો પગાર રહેશે. જે મતદારની ગેરહાજરીથી જોખમ ઉભું થવા સંભવ હોય અથવા જે વ્યવસાય અને રોજગાર સાથે સંકળાયેલ હોય તે રોજગારમાં મોટા પ્રમાણમાં નુકશાન થવા સંભવ હોય તેવા કિસ્સામાં અથવા સતત પ્રક્રિયાવાળા કારખાનામાં કામ કરતા શ્રમયોગીઓ/કર્મચારીઓ તેમના મત આપવાનો અધિકાર ભોગવી શકે તે માટે તેમની ફરજના સમયમાંથી મતદાનના સમયગાળા દરમ્યાન ત્રણથી ચાર કલાક મતદાન માટે સવેતન રજા આપવાની રહેશે. જો કોઇ કારખાનેદાર માલિક કે નોકરીદાતા ઉપરોકત જોગવાઇથી વિરુધ્ધનું વર્તન કરશે તો આ કાયદા હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું ડેપ્યુટી ડાયરેકટર, ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ, આદિપુર-કચ્છ દ્વારા જણાવાયું છે.

Related posts

Leave a Comment