ગુજરાતના જાણીતા ભજનીક હેમંત ચૌહાણની રાજકોટ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. સ્ટુડીયો સંચાલકને ધમકી આપવા મામલે

રાજકોટ,

તા.૩/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરના શિવ સ્ટુડિયોના માલિકના પુત્ર ભાવિન ખખ્ખરને ટાટિયા ભાંગી નાખવાની ધમકી આપતી એક કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. ઓડિયો ક્લિપ વાયરલ થયા પછી રાજકોટ પોલીસ કમિશનર સમક્ષ આ બાબતે અરજી થઇ હતી. રાજકોટના એ.ડિવિઝન પોલીસ મથકમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. ગાયક હેમંત ચૌહાણ વિરુદ્ધ રાજકોટની એ.ડિવિઝન પોલીસ દ્વારા ૨ દિવસ પહેલા અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. અટકાયત બાદ હેમંત ચૌહાણને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. અને ત્યારબાદ હેમંત ચૌહાણને જામીન પર છોડવામાં આવ્યા હતા. આ બાબતે શિવ સ્ટુડિયોના મલિકના પુત્ર ભાવિન ખખ્ખરનું કહેવું છે કે, ઓડિયો ક્લિપ વાયરલ થયા પછી મેં પોલીસ કમિશનરને અરજી કરી હતી. અરજી કર્યા બાદ પણ હેમંત ચૌહાણ વિરૂદ્ધ કોઈ કાર્યવાહી થઈ છે કે, નથી તે જાણવા માટે મેં R.T.I કરી હતી. જો કે તેમાં પોલીસે અટકાયતી પગલા લીધા હોવાનું જાણવા મળ્યુ હતું. વર્ષ ૨૦૧૪ માં શિવ સ્ટુડિયોના સંચાલક રસિક ખખ્ખર દ્વારા ભજનિક હેમંત ચૌહાણ સામે કરાર ભંગ કરવા બાબતે કમિશનરને લેખિત ફરિયાદ કરવામાં આવી હતી. રસિક ખખ્ખરની લેખિત ફરિયાદ બાદ હેમંત ચૌહાણે પૂર્વ ધારાસભ્ય માધુ બાબરીયા, પૂર્વ કોર્પોરેટર કરશન વાઘેલા, બાબુ ડાભી અને નિર્લોક પરમાર સહિતના આગેવાનોની સાથે કમિશનરને રજૂઆત કરી હતી કે, શિવ સ્ટુડિયોના સંચાલક રસિક ખખ્ખર ૩૦ વર્ષથી કહેવાતા કરારને લઇને તેમના પર દબાવ લાવી રહ્યા છે. શિવ સ્ટુડિયોમાં ગાયેલા ભજન અને ગીત અન્ય પ્રોગ્રામમાં નહીં ગાવાની ધમકી આપી ત્રાસ આપી રહ્યા છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment