મીઠા થી રાજસ્થાન ને જોડતો હાઇવે બિસ્માર વાહન ચાલકો પરેશાન

દિયોદર,

મીઠા થી થરાદ અને રાજસ્થાન ને જોડતો હાઇવે ઘણા સમય થી બિસ્માર હાલત માં છે. ઠેર ઠેર હાઇવે પર ખાડા પડયા હોવાથી વાહન ચાલકો પરેશાન બન્યા છે. આ હાઇવે કચ્છ અને રાજેસ્થાન ને જોડતો માર્ગ છે. જેમાં દિવસ રાત મોટા સાધનો અહીં થી પસાર થાય છે. જેમાં દિયોદર ના કોતરવાડા પાસે અનેક જગ્યા પર ઠેર ઠેર ખાડા અને માર્ગ બિસ્માર હોવાથી અહીં થી પસાર થતા વાહન ચાલકો ને અકસ્માત થવાનો ભય રહે છે. આ બાબતે અનેક વખત જવાબદાર તંત્ર ને રજુઆત કરવામાં આવી છે. પરંતુ આજ દિન સુધી આ માર્ગ ને સમારકામ હાથ ધરવામાં નથી આવ્યું. આ બાબતે કોતરવાડા જાગૃત નાગરિક મુકેશ ઠાકોર એ જણાવેલ કે આ માર્ગ પર મોટાભાગ ના મોટા સાધનો પસાર થાય છે અને અકસ્માત થવાનું ભય રહે છે.

જેમાં ઠેર ઠેર મોટા ખાડા પડયા છે અને આખો માર્ગ બિસ્માર હાલત માં છે જો સત્વરે આ માર્ગ નું સમારકામ કરવામાં આવે તેવી અમારી માંગ છે. આ માર્ગ પર દિવસ દરમિયાન મોટી ટ્રકો ની અવર જવર રહે છે જેમાં કચ્છ રાજેસ્થાન પંજાબ,હરિયાણા,ભાવનગર ,રાજકોટ ,કંડલા ને જોડતો માર્ગ છે અહીં ઉદ્યોગો માટે માલ સમાન ને ટ્રકો માં હેરાફેરી થાય છે જેમાં સાંકડો અને મુખ્ય માર્ગ હોવાથી અનેક મુશ્કેલી વેઠવી પડે છે આ માર્ગ ને તંત્ર દ્વારા પોહળો અને નેશનલ માર્ગ બનાવવામાં આવે તો આ સમસ્યા દૂર થાય તેમ છે.

રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment