મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ગુંડા વિરોધી કડક કાયદા માટે ‘ધ ગુજરાત ગુંડા એન્ડ એન્ટી સોશિયલ એકટીવિટીઝ એકટ’ ઓર્ડિનન્સ માટે પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે

રાજકોટ

તા.૨/૯/૨૦૨૦ ના રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે ગુંડાગીરી કરનારા તત્વોને ૧૦ વર્ષ સુધીની સખત કેદ અને ૫૦ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે તેમજ ગુંડાઓ સામેના કેસ ચલાવી ઝડપી ન્યાયિક તપાસની કાર્યવાહી અને સજા માટે સ્પેશીયલ કોર્ટની રચના કરવામાં આવશે. ગુંડા તત્વો દ્વારા મેળવવામાં આવેલી મિલકત જીલ્લા મેજિસ્ટ્રેટ ટાંચમાં લઇ શકશે. સમગ્ર મામલામાં સાક્ષીઓને પુરતું રક્ષણ આપી નામ-સરનામા ગુપ્ત રાખવામાં આવશે. ગુનો નોંધતા પહેલા સંબંધિત રેન્જ આઇ.જી અથવા પોલીસ કમિશનરની પૂર્વ મંજૂરી આવશ્યક બની રહેશે. દારૂનો વેપાર, જુગાર, ગાયોની કતલ, નશાનો વેપાર, અનૈતિક વેપાર, માનવ વેપાર, બનાવટી દવાનું વેચાણ, વ્યાજખોરી, અપહરણ, ગેરકાયદે કૃત્યો આચરવા કે ગેરકાયદેસર હથિયારો રાખવા જેવા કૃત્યોને નાશ કરવા કડક કાયદાકીય જોગવાઇઓ કરાશે. મુખ્યમંત્રીએ બદમાશ તત્વોને સ્પષ્ટ ચેતવણી આપી છે કે આવનારા દિવસોમાં ગુંડાગર્દી છોડવી પડશે અથવા ગુજરાત છોડવું પડશે. કારણ કે, હવેથી ગુંડાગર્દી કરનારાઓ પર કાયેદસરની કાર્યવાહી થશે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment