ડાકોર – કપડવંજ રોડનો વાહન વ્‍યવહાર મરામતના કારણે બંધ કરાયો

 

હિન્દ ન્યુઝ, નડિયાદ

નડિયાદ-ડાકોર-પાલી તથા ડાકોર-કપડવંજ રોડ ઉપર ડાકોર ગામના જંકશન ઉપર ફલાય ઓવર બ્રીજની કામગીરી કરવાની છે. જેમાં હાલ ડાકોર-કપડવંજ રસ્‍તા ઉપર ફલાય ઓવર બ્રીજની કામગીરી ચાલુ કરવાની હોય, સદર રસ્‍તા ઉપર લોકોની અવર જવર રહેતી હોવાથી આ રોડ ઉપર બંને તરફ વાહનોની અવર જવર ચાલુ રહે તો મોટી જાનહાનિ અને ટ્રાફિક જામ થવાના પ્રશ્ર્નો ઉપસ્‍થિત થવાની શકયતા રહેલી છે. જેથી વાહન વ્‍યવહારનું ટ્રાફીક નિયમન જળવાઇ રહે, જાન-હાનીના બનાવો બને નહી તે માટે ફલાય ઓવર બ્રીજનું બાંધકામ પૂર્ણ થાય ત્યાં સુધી સદર રસ્તા ઉપર વાહન વ્યવહાર બંધ કરવા અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ, ખેડા-નડિયાદએ તેઓને મળેલ સત્તાની રૂઇએ તા.૨૪/૦૬/ર૦૨૧ થી તા.૨૨/૦૮/૨૦૨૧ સુધી ડાકોર-કપડવંજ રોડનો રસ્‍તો વાહન વ્‍યવહાર માટે બંધ કરેલ છે.  તેના વૈકલ્‍પિ રૂટની વિગત (૧) મોડાસા-કપડવંજથી ઉમરેઠ-નડિયાદ-આણંદ-વડોદરા તરફ (મોટા તથા નાના વાહનો માટે) આવવા જવા માટે (અ) કપડવંજ-લાડવેલ-મહુધા ટી પોઇન્‍ટ-અલીણા-પણસોરા થઇ ઉમરેઠ-નડિયાદ-આણંદ-વડોદરા તરફ આવન-જાવન કરી શકાશે.(બ) કપડવંજ-લાડવલ-સીતાપુર ચોકડી-અલીણા-પણસોરા થઇ ઉમરેઠ-નડિયાદ-આણંદ-વડોદરા તરફ આવન જાવન કરી શકાશે. (૨) મોડાસા-કપડવંજથી સેવાલીયા-ગોધરા તરફ (મોટા તથા નાનાં વાહનો માટે) આવવા તથા જવા માટે (અ) કપડવંજ-લાડવેલ-બાલાસીનોર (અમદવાદ ઇન્‍દોર હાઇવે) સેવાલીયા-ગોધરા તરફ આવન-જાવન કરી શકાશે. (૩) કપડવંજ-લાડવેલ-ચંદાસર-ઠાસરા-સેવાલીયા-ગોધરા તરફ (ફકત નાનાં વાહનો માટે) આવન -જાવન કરી શકાશે.

આ હુકમની અમલવારી તા.૨૪/૬/૨૦૨૧ થી તા.૨૨/૦૮/૨૦૨૧ના ૨૪/૦૦કલાક (બંને દિવસો સુધ્ધાંત) સુધી કરવાની રહેશે. અપવાદ રૂપે સરકારી વાહનો, ફાયર બ્રિગેડના વાહનો, એમ્બ્યુલન્‍સ વાનને લાગુ પડશે નહિ.
આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્‍લંધન કરનાર ઇસમ શિક્ષાને પાત્ર થશે.

રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

Related posts

Leave a Comment