દિયોદર યુવા સંગઠન ગ્રુપ કરોના સંક્રમિત દર્દીઓની વ્હારે આવ્યું

હિન્દ ન્યૂઝ, દિયોદર      રાજ્યમાં કોરોનાની બીજી લહેર ઘાતક બની છે ત્યારે અનેક લોકો વાયરસ ની ઝપેટમાં આવ્યા છે ત્યારે દિયોદર રેફરલ હોસ્પિટલ માં બીજી લહેરમાં 107 દર્દીઓને સેવા આપવામાં આવી છે. જેમાંથી 59 દર્દીઓ કોરોના સામે જંગ જીતી સ્વસ્થ થઈ પોતાના ઘરે પરત ફર્યા છે અને કમનસીબે 29 જેટલા લોકો વાયરસ સામે હારી મોત ને ભેટ્યા છે ત્યારે આવા કપરા સમયમાં ઘણી સંસ્થાઓઅને એનજીઓ મદદે આવ્યા છે ત્યારે દિયોદર ખાતે પણ ખાતે છેલ્લા ત્રણ ચાર દિવસ થી યુવા સંગઠન ગ્રુપ દ્રારા દિયોદર રેફરલ હોસ્પિટલ અને આદર્સ હાઈસ્કૂલ માં…

Read More

તબીબો વોર્ડમાં જઈ દર્દીઓને પોતાના સ્વજનો સાથે વીડિયો કોલથી વાત કરાવે છે

હિન્દ ન્યૂઝ, નડિયાદ     સમગ્ર વિશ્વને કોરોનાએ ભરડામાં લીધું છે. દિનપ્રતિદિન કોરોનાના કેસો વધી રહ્યા છે. સરકારી અને ખાનગી હોસ્પિટલો કોરોના દર્દીઓથી ઉભરાઈ રહી છે એવામાં નડીયાદની સિવિલ હોસ્પિટલમાં તબીબો અને આરોગ્ય કર્મીઓ  કોરોનાના દર્દીઓમાં સકારાત્મકતા સાથે નવા જોશ, આત્મવિશ્વાસ અને ચેતનાનો સંચાર કરી રહ્યા છે. જેને પરિણામે દર્દીઓ સાજા નરવા થઈ રહ્યા છે.           નડિયાદ સિવિલમાં સારવાર લઇ રહેલા થર્મલના રામપ્રસાદ કહે છે કે મને દાખલ થયાના ચાર દિવસમાં અસરકારક સારવારના પરિણામે સારૂ થઈ ગયું. અહીંનો સ્ટાફ અમારી સાથે પરિવારજનો જેવો સધિયારો આપે છે.…

Read More

જામ ખંભાળિયામાં દર્દીઓ ના સગા માટે રહેવા જમવાની વ્યવસ્થા કરતું ભાજપ

હિન્દ ન્યૂઝ, જામ ખંભાળિયા      દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ દ્વારા 26 એપ્રિલ થી જામ ખંભાળિયા ની સરકારી તેમજ તમામ પ્રાઈવેટ હોસ્પિટલ મા દાખલ દર્દીઓ ના સગા સંબંધી માટે નિઃશુલ્ક રહેવા તેમજ જમવાની વ્યવસ્થા પોરબંદર રોડ પર આવેલી વરિયા પ્રજાપતિ સમાજ વાડી ખાતે કરવામાં આવેલી છે. જેમાં કોઈપણ જ્ઞાતિ ના લોકો લાભ લઈ શકે છે વ્યવસ્થા નો લાભ લેવા માટે ઇન્ચાર્જ ઈન્દ્રજીતસિંહ પરમાર 8000455500 અને હસુભાઈ ધોળકિયા 9925085602 નો સંપર્ક કરવા અખબારી યાદી મા જણાવેલ છે. રિપોર્ટર : જયરાજ માખેચા, જામ ખંભાળિયા

Read More