હિન્દ ન્યૂઝ, ભાવનગર ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલે તાઉ’તે વાવાઝોડાને પગલે ભાવનગર જિલ્લામાં વીજ વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે બે દિવસીય ભાવનગરની મુલાકાતે પધાર્યા હતાં. ઊર્જા મંત્રીએ તેમની બે દિવસીય મુલાકાતમાં ભાવનગર શહેર અને જિલ્લામાં વીજપુરવઠો પુનઃ સ્થાપિત કરવાં માટે ઊર્જા વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજીને તેમને જરૂરી માર્ગદર્શન અને પ્રેરણા પૂરી પાડી હતી. મંત્રીની સૂચના અને માર્ગદર્શન હેઠળ વીજ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓએ તુરંત જ કામગીરી હાથ ધરી જિલ્લાના ૫૬૬ ગામોમાં વીજ પુરવઠો યથાવત કરી દીધો છે. હવે જિલ્લાના માત્ર ૧૦૧ ગામમાં જ વીજ પુરવઠો પૂર્વવત કરવાનું કાર્ય બાકી છે,…
Read MoreDay: May 24, 2021
વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા રાહત સામગ્રીની વાનને જિલ્લા કલેક્ટરએ પ્રસ્થાન કરાવ્યું
હિન્દ ન્યૂઝ, ભાવનગર ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગરની જિલ્લા શાખા દ્વારા રાહત સામગ્રીની વાનને જિલ્લા કલેક્ટરએ આજે કલેક્ટર કચેરી ખાતેથી પ્રસ્થાન કરાવ્યું હતું. આજે પ્રસ્થાન થયેલ આ રાહત સામગ્રી અલંગ અને મહુવાના વાવાઝોડાથી અસરગ્રસ્ત લોકોને આપવામાં આવશે. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીએ આંતરરાષ્ટ્રીય માનવતાવાદી સંસ્થા છે. આ સંસ્થા દ્વારા આફત વખતે નોંધપાત્ર રીતે મદદ કરવામાં આવે છે. હાલમાં જિલ્લામાં વાવાઝોડાને પગલે અસરગ્રસ્ત પરિવારો સુધી બે દિવસ સુધી આ રીલીફ વાન દ્વારા સહાય- મદદ કરવામાં કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, ભાવનગર જિલ્લા શાખા દ્વારા રાજ્ય રેડક્રોસથી આવેલ…
Read Moreદિયોદર બજાર માં શાકભાજી ની લારી વાળાઓ ના કોરોના ટેસ્ટિંગ કરાયા
હિન્દ ન્યૂઝ, દિયોદર દેશભરમાં કોરોના ની બીજી લહેર નબળી પડતી હોય તેમ લાગી રહી છે. કોરોના થી સંક્રમિત દર્દીઓ ની સંખ્યા હવે ઝડપથી ઓછી થવા પામી છે. ત્યારે આજરોજ દિયોદર આરોગ્ય વિભાગ દ્વારા બજારની અંદર શાકભાજી નાના મોટા દુકાનદાર તેમજ લારીઓવાળા ઓના કોરોના ટેસ્ટ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યા હતા. જેથી કોરોના ની વધતી જતી કડી ને આપણે તોડી શકીએ તેથી આ ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને આ ટેસ્ટિંગ કરવા માટે દરેક સાથે શાકભાજીનો ધંધો કરતા નાના-મોટા દુકાન દ્વારો એ ટેસ્ટ કરવામાં સહભાગી થયા હતા. અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર
Read Moreગળતેશ્વર તાલુકાના ખેડૂતોની વાવઝોડાના કારણે ઉનાળુ પાકને થયેલા નુકશાન અંગે સરકાર પાસે વળતરની માંગ
હિન્દ ન્યૂઝ, ગળતેશ્વર ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના સેવાલિયા સહીત સમગ્ર તાલુકામાં તાઉ-તે વાવાઝોડાને લઈને વાતાવરણમાં પલટો આવવા સાથે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદ વરસતા ખેડૂતોની સ્થિતિ કફોડી બની હતી. રાજ્ય સરકાર સર્વે કરીને વહેલી તકે સહાયની જાહેરાત કરે તેવી માંગ સાથે ભારતીય કિસાન સંઘ દ્વારા આજે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. તાઉ–તે વાવાઝોડાને લઈને વાતાવરણમાં અચનાક આવેલા બદલાવને લીધે ભરઉનાળે ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ હતી, ખેડા જીલ્લાના ગળતેશ્વર તાલુકામાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો, ભરઉનાળે જીલ્લામાં વરસેલા કમોસમી વરસાદને લઈને ખેતીને ભારે નુકસાન થવા પામ્યું…
Read Moreવાવાઝોડાને કારણે નુકશાન થયેલ બાગાયતી પાકોના સંરક્ષણ અને પુનઃ સ્થાપન માટે ૨૫ કૃષિ વૈજ્ઞાનિકો ભાવનગરમાં
હિન્દ ન્યૂઝ, ભાવનગર ભાવનગર જિલ્લામાં તાઉ-તે વાવાઝોડાને કારણે કૃષિ પાકોને ખાસ કરીને બાગાયતી પાકોને મોટાપાયા પર નુકશાન થયું છે. આ નુકશાનમાં કૃષિકારોને મદદ કરવાં અને સહાયરૂપ થવાં આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના ૨૫ કૃષિ વૈજ્ઞાનિકો અને પ્રિન્સિપાલ ભાવનગરના ગામડાઓને ખૂંદીને ખેડૂતોને માર્ગદર્શન આપી રહ્યાં છે. આ માર્ગદર્શનનો લાભ મેળવેલાં ભાવનગરના સિહોર ગામના નીરવભાઇ કે જેવો સિહોર તાલુકામાં ૧૫ વીઘાની વાડી ઘરાવે છે તેમણે કહ્યું કે, તેમની વાડીમાં તાઉ- તે વાવાઝોડાને લીધે લીંબુના ૩૫૦ છોડ જમીનદોસ્ત થઇ ગયા હતાં. એકપણ લીંબુ છોડ પર રહ્યું ન હતું. જે પણ લીંબુ વાળા…
Read Moreગુમાસ્તા ધારો સરકારે શું કાઢી નાખ્યો ડભોઇમાં ચર્ચાનો વિષય
“નગરપાલિકાના ચીફ ઓફિસરે ગુમાસ્તા ધારા હેઠળ છેલ્લા ચાર રવિવારથી બજારો બંધ રખાયા હતા. જે એકાએક ખૂલી ગયા” હિન્દ ન્યૂઝ, ડભોઈ કોરોનાના વધતા પ્રકોપ વચ્ચે ડભોઇ નગરપાલિકાના ચીફ ઓફિસરે સરકારી ગાઈડ લાઇન અને ગુમાસ્તાધારાના નિયમોને આગળ ધરીને ડભોઇના બજારો ફરજિયાતપણે રવિવારે બંધ રાખવાના આદેશો કર્યા હતા અને જેતે દિવસે ડભોઇના ટાવર ચોકમાં ચીફ ઓફિસરે સ્થાનિક પત્રકારોને આપેલા ઇન્ટરવ્યૂમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ગુમાસ્તાધારા નો નિયમ ડભોઇ નગરમાં આગામી દિવસોમાં પણ અમલી રહેશે જ અને દુકાનદારોએ ફરજિયાત પણે અઠવાડિક રજા રાખવાની રહેશે. જેના કારણે છેલ્લા ચાર રવિવાર થી ડભોઇના બજારો સજ્જડ બંધ…
Read Moreવિરમગામ ના વિરપુર વીડ માં અબોલ પશુઓને ઘાસ ચારો આપવામાં આવ્યો
હિન્દ ન્યૂઝ, વિરમગામ વિરપુર વીડમાં જીવદયા મંડળ દ્વારા અબોલ પશુઓને ઘાસચારો આપવામાં આવ્યો. વિરમગામ શહેર અને તાલુકામાં કોરોના વાયરસ મા જે દર્દીઓના મોત નિપજ્યા હતા. તે તમામ લોકોને શાંતિ અને સદગતિ મળે તે હતુેેથી મહાવીર જીવદયા મંડળ દ્વારા વિરમગામ વિરપુર વીડ કેન્દ્ર ખાતે 2000 થી વધુ આશ્રય લઈ રહેલ કંબોઈ જીવોને ગોળ, ખોળ અને ભુસુ અને 2000 કિલો ફ્રુટ નું નીરણ કરવામાં આવ્યું હતું અને કોરોના ના કારણે અવસાન પામેલ તમામને મોક્ષ મળે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી. રિપોર્ટર : નસીબ મલેક, વિરમગામ
Read Moreસાર્વજનિક વેલ્ફેર ટ્રસ્ટ મારફતે હોસ્પિટલ ને 5 લિટર ના બે ઓક્સીજન Concentrator તથા ફિલિપ્સ કંપની નું એક બીપાપ મશીન ભેટ
ધી ઘાંચી આરોગ્ય મંડળ ના સ્થાપક પ્રમુખ બાબુભાઈ ટાઢા ના પ્રયાસો થી અને સંસ્થાના એડિશનલ ઉપપ્રમુખ ડૉ.વસીમ સુથાર ના ઓનલાઇન સંપર્ક થી સંસ્થા ના પ્રમુખ કાલુભાઈ વકીલ ના નેતૃત્વ માં હોસ્પિટલ ની 31 વર્ષ ની પ્રગતિ થી પ્રભાવિત થઇ અમેરિકા ની સંસ્થા ઇસ્લામિક મેડિકલ એસોસિએશન ઓફ નોર્થ અમેરિકા (IMANA) USA દ્વારા ગુજરાત સાર્વજનિક વેલ્ફેર ટ્રસ્ટ મારફતે આજ રોજ આપણા હોસ્પિટલ ને 5 લિટર ના બે ઓક્સીજન Concentrator તથા ફિલિપ્સ કંપની નું એક બીપાપ મશીન ભેટ માં મળેલ છે વધુ માં ગગન શેટ્ટી સંચાલિત Pl જન વિકાસ ટ્રસ્ટ (help india breath…
Read Moreકુવારવા ગામે હનુમાનજી અને ગોગમહારાજ નો પ્રાણ પ્રતિષ્ઠા મોહત્સવનો પ્રારંભ
હિન્દ ન્યૂઝ, દિયોદર દિયોદર તાલુકાના કુવારવા ગામે પી.કે.પટેલ PI એસીબી ભુજ ના ફોર્મ હાઉસ ઉપર કુટુંબીજનો ની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિવિધાન બ્રહ્મમંત્રોચ્ચાર સાથે આજે બે દિવસીય હનુમાનજી અને ગોગમહારાજ ની મૂર્તિ પ્રતિષ્ઠા નો પ્રારંભ યજ્ઞકાર્યમાં આહુતિ સાથે વિસ્વ કલ્યાણની પ્રાર્થના કરાઇ હતી અને કુટુંબમાં સમાજમાં અને ગામ અને પંથકમાં જન સુખાકારી ની શુભકામનાઓ કરવામાં આવી હતી. અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર
Read More