વાકાનેર તાલુકાના ઢુવા ગામ પાસે સિરામિક કંપની ફ્રીડમ વિટરીફાઈડ કંપનીમાં ડીજી રૂમમાં આગ લાગી

હિન્દ ન્યૂઝ, વાકાનેર  વાંકાનેર તાલુકાના ઢુવા ગામ પાસે સિરામિક કંપની ફ્રીડમ વિટરીફાઈડ કંપનીમાં ડીજી રૂમમાં આગ લાગી. જનરેટર તેમજ પેનલ બોર્ડ ઈલેક્ટ્રીક સામાન વાયરીંગ ટોટલ બળીને ખાખ થઇ ગયું. તેમજ કંપનીના માલિકે ફાયર ફાઈટર ને ઈમરજન્સી કોલ કર્યો. ફાયર ફાઈટર એક કલાક લેટ આવતા તમામ ઈલેક્ટ્રીક સામાન બળીને ખાખ થઈ ગયો. ઘટના સ્થળે કંપનીના માલિક તેમજ પત્રકાર મીડિયા તેમજ વાંકાનેર તાલુકા થી પોલીસ પોહચી ગયા. ઘટનાસ્થળે ફાયર ફાઈટર દ્વારા એક કલાક પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં કરવામાં આવ્યો, આમ કંપનીના માલિકે જણાવ્યું. બ્યુરોચીફ (મોરબી) : ખોડાભાઈ પાંચિયા

Read More

સાણંદ શહેર ખાતે ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી

હિન્દ ન્યૂઝ, અમદાવાદ      દેશભરમાં ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યાંરે સાણંદ શહેર અને તાલુકાના વિરોચનનગર સારોડી કલાણા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સરકાર એ જારી કરેલ કોરોના માર્ગદર્શિકા નું ચુસ્તપણે પાલન કરીને પોતે પોતાના જ ઘરે સોશિયલ ડિસ્ટન્સ રાખી માસ્ક પહેરી ને ફરજિયાત ઇદની નમાઝ અદા કરી હતી. સમગ્ર દેશમાં કોરોના મહામારી એ માથું ઉચક્યું છે ત્યારે કોરોના મહામારી ની બીજી લહેર પહેલા કરતા વધુ ઘાતક સાબિત થઇ રહી છે. જેને ધ્યાન રાખીને ગ્રામ્ય વિસ્તારમાં એટલે કે સાણંદ તાલુકાના લોકો એ સાદગીથી રમઝાન ઇદ ની ઉજવણી કરી હતી. ખાસ કરીને…

Read More

ગુજરાતના મુખ્ય મંત્રીને બનાસકાંઠા આવે એ પહેલા દિયોદર ભારત વિકાસ પરિષદ અને દિયોદર જૈન સંધ એ દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે ઓક્સીજન ફાળવવા અપીલ કરી

  હિન્દ ન્યૂઝ, દિયોદર      ગુજરાતના મુખ્યમંત્રી બનાસકાંઠા ની મુલાકાતે છે ત્યારે કોરો ના ની મહામારી મા લોકોને ખૂબ રડાવ્યા છે. લોકો ઓક્સીજન વગર તડપતા મોતને ભેટયા ની દર્દનાક, હર્દય ભયાનક દ્રશ્યો હજી નજરે ફેર છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે સરકારી કોવીડ હોસ્પિટલ ની મુલાકાતે આવે છે, ત્યારે જિલ્લાના છેવાડા વિસ્તારમાં આવેલ હિન્દ વાણી પંથકમાં આવેલ દિયોદર તાલુકામાં એક માત્ર વર્ષો જૂની જર્જરીત હોસ્પિટલ લોકો ને સરણે આવી જ્યાં ઓક્સીજન ની વ્યવસ્થા લોક ભાગીદારી થી ઓક્સીજન બાટલા, મેડીકલ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી ખુટતા મેડીકલ સ્ટાપ એ અહીં…

Read More

અક્ષય તૃતીયાસ, પરશુરામ જયંતિ અને રમઝાન ઈદ નો અજોડ સયોગ બન્યો, લોકોએ બંધ પાળી સ્વેચ્છાએ ઘરે તહેવારો ઉજવ્યા

હિન્દ ન્યૂઝ, દિયોદર  કોરોના સમયમાં દિયોદર ખાતે હિન્દુ મુસ્લિમ એકતા ના દર્શન અહીં જોવા મળ્યા. ત્યારે દિયોદર વેપારીઓ અને લોકોએ આજે હિન્દુ સમાજ ના પરશુરામ જયંતી પર ઘરે રહી ભગવાન પરશુરામ ની જ્યંતિ ઉજવી હતી. જ્યાં મુસ્લિમ ધર્મ ના રમઝાન માસ પૂર્ણ થતાં આજે ઇદ નો તહેવાર પણ ઘરે રહી મનાવ્યો હતો. કોરોના સમયમાં સરકારની ગાઈડ લાઈન મૂજબ લોકો પાલન કરવા જાગૃતિ બતાવી રહ્યા છે ત્યારે દિયોદર મા બંને ધર્મો ના તહેવારો કુદરતી રીતે એક જ દિવસે સંજોગ બની આવ્યા છે ત્યારે દિયોદર મા ભગવાન પરસુરામની જન્મ જયંતિ અને રમઝાન…

Read More

દિયોદર નાં રેફરેલ કોવિડ 19 કેર સેન્ટરમાં અલ્પેશ ઠાકોર એ મુલાકાત લીધી

હિન્દ ન્યૂઝ, દિયોદર  બનાસકાંઠા જિલ્લા માં કોરોના વાઈરસ ની મહામારી વચ્ચે દિયોદર રેફરેલ કોવિડ 19 કેર સેન્ટર માં અનેક દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જેમાં આજે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ના અધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર મુલાકાતે પોહચ્યા હતા. જેમાં કોવિડ 19 કેર સેન્ટર માં સારવાર લેતા દર્દીઓ ની પણ મુલાકાત લીધી હતી. આ બાબતે રેફરેલ હોસ્પિટલ ની મુલાકાત માટે આવેલ અલ્પેશ ઠાકોરે મીડિયા સાથે વાતચીત કરતા જણાવેલ કે વર્તમાન સમય કોરોના વાઈરસ ની મહામારી વચ્ચે બનાસકાંઠા જિલ્લા ની આજે મુલાકાતે આવ્યો છું અહીં દર્દીઓ ને પુરી સારવાર મળે…

Read More

લુણાલ ગામનો યુવાન કોરોના દર્દીઓની મદદથી મહેકાવી રહ્યા છે માનવતા

હિન્દ ન્યૂઝ, થરાદ      વર્તમાન સમયમાં કોરોનાની વૈશ્વિક મહામારી ધમધમી રહી છે ત્યારે આવા કપરા સમયમાં કોરોનાના યોદ્ધાઓ પોતાની કે પોતાના પરિવારની ચિંતા કર્યા વિના ખડેપગે તૈનાત રહી સેવા કાર્યો કરી રહ્યા છે, ત્યારે થરાદ તાલુકાના લુણાલ ગામના યુવાન પ્રવિણભાઈ ચૌધરી જેઓ કોરોનામાં થરાદની અજુબા હોસ્પિટલમાં અનોખી કામગીરી કરી રહ્યા છે તેમજ આવા કપરા સમયમાં પણ તૈનાત રહી અવિરત સેવા પૂરી પાડતા હોઈ સેવાભાવી ભામાસાઓની કામગીરી ખરેખર માનવતાના દર્શન કરાવે છે. રિપોર્ટ : ધુડાલાલ ત્રિવેદી થરાદ

Read More

થરાદ તાલુકાના લવાણા કળશ ગામમાં અખાત્રીજ ના પાવન પર્વે ભૂદેવો એ યજ્ઞ કર્યો

બનાસકાંઠા જિલ્લા નાં થરાદ તાલુકાના લવાણા કળશ ગામમાં આજે અખાત્રીજ ના પાવન પર્વે કલેશહર માતાજી ના ધામે ભૂદેવો એ યજ્ઞ કર્યો હતો. જેમા હાલ ચાલી રહેલા કોરોના વાયરસ રોગચાળા ને નાથવા માતાજી ને યજ્ઞ રૂપી આહુતી આપી માતાજી ને પ્રાર્થના કરવામાં આવી હતી જેમા યજ્ઞ ના આચાર્ય દીનેસભાઈ દવે, નરસી એચ.દવે તેમજ વિષ્ણુ દવે ભુદેવ એ માતાજી ને પ્રાર્થના કરી કે “માતાજી કોરોના નામ ના દૈત્ય ને તે જ નેસ્તનાબૂદ કરો અને લોકો ની સુખાકારી તેમજ આરોગ્ય સારૂ રહે તેવી પ્રાર્થના કરી હતી. રિપોર્ટર : પ્રહલાદ ઠાકોર, લાખણી

Read More

લાખણીમાં આજથી આઈ.સી.યુ સાથેની હોસ્પિટલનો શુભારંભ

હિન્દ ન્યૂઝ, બનાસકાંઠા કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને હોસ્પિટલની શરૂઆત કરવામાં આવી રહી છે. અદ્વૈત સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા અદ્વૈત હોસ્પિટલ એન્ડ આઇ.સી.યુ ની આજથી શરૂઆત કરવામાં આવી. હોટલ ચંદ્રાસ પેલેસમાં આ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે. ઓક્સિજન બેડ, વેન્ટિલેટર, બાયપેક સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ હોસ્પિટલની શરૂઆત થતાં સ્થાનિક લોકોને સ્થાનિક કક્ષાએ અદ્યતન સુવિધાઓ મળી રહેશે. ડો.દિગ્વિજયભાઈ દવે (એમ.બી.બી.એસ) જેઓ પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા તેઓ આ હોસ્પિટલમાં સારવાર કરવાના હોવાથી તેઓના અનુભવનો લાભ દર્દીઓને મળશે. રિપોર્ટર : પ્રહલાદ ઠાકોર, લાખણી

Read More