હિન્દ ન્યૂઝ, બનાસકાંઠા
કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને હોસ્પિટલની શરૂઆત કરવામાં આવી રહી છે.
અદ્વૈત સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા અદ્વૈત હોસ્પિટલ એન્ડ આઇ.સી.યુ ની આજથી શરૂઆત કરવામાં આવી.
હોટલ ચંદ્રાસ પેલેસમાં આ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે.
ઓક્સિજન બેડ, વેન્ટિલેટર, બાયપેક સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.
આ હોસ્પિટલની શરૂઆત થતાં સ્થાનિક લોકોને સ્થાનિક કક્ષાએ અદ્યતન સુવિધાઓ મળી રહેશે.
ડો.દિગ્વિજયભાઈ દવે (એમ.બી.બી.એસ) જેઓ પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા તેઓ આ હોસ્પિટલમાં સારવાર કરવાના હોવાથી તેઓના અનુભવનો લાભ દર્દીઓને મળશે.
રિપોર્ટર : પ્રહલાદ ઠાકોર, લાખણી