વિરમગામ શહેરમાં ડચકા ખાતી આરોગ્યની સેવા સુધારવા અને કાળમુખા કોરોનાથી લોકોની મહામૂલી જિંદગી બચાવવાં બાબતે મુખ્ય મંત્રી અને ઉપમુખ્ય મંત્રી ને સંબોધીને નાયબ કલેકટરને આવેદન પત્ર

હિન્દ ન્યૂઝ, વિરમગામ

     હાલમા વૈશ્વિક મહામારી કોવીડ-19(કોરોના વાયરસ) ની નાગચુડમા ગુજરાત, સહીત ભારત દેશ અને વિશ્વ આવી ગયેલ છે. દરરોજ દેશ સહીત વિશ્વમાં આ કોરોના વાયરસથી સંક્રમિત થવાંથી હજ્જારો જિંદગીઓ યોગ્ય સારવારના અભાવે અકાળે કાળના ખપ્પરમાં હોમાય છે. વૈશ્વિક મહામારી nકોવીડ-19 કોરોના વાયરસે જયારે ગુજરાત અને ભારતમાં રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે ત્યારે આ કોરોના વાયરસની મહામારીની ઝપટમા આવવામાં અમદાવાદ જિલ્લાનું વિરમગામ શહેર પણ બાકાત નથી. કોરોના વાયરસનું સંક્રમણ દિવસે દિવસે વધતું જયારે અને બીજી લહેર ઘાતક બની રહી છે ત્યારે આવા કપરા સમયમાં વિરમગામ શહેરમાં આરોગ્યની અપૂરતી સુવિધાઓના લીધે લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે, અને અનેક દર્દીઓએ પૂરતી સારવાર ન મળવાથી પોતાના જીવ ગુમાવ્યા છે. વિરમગામમાં કોવીડ -19 સંક્રમિત ગંભીર દર્દીઓને તાત્કાલિક સારવાર મળે તે માટે અહીં સરકારી nકોવીડ-19ની સારવાર કરતી હોસ્પિટલમા ઓક્સિજન સાથેના બેડની વ્યવસ્થા,
ઓક્સિજન પ્લાન્ટ નાખવામાં આવે, 108 એમ્બયુલેન્સ, પૂરતો મેડિકલ સ્ટાફ વેન્ટીલેટરની સગવડ અને પૂરતી દવાઓ અને રેમડેસિવિર ઈન્જેકશનની પૂરતી વ્યવસ્થા ઉભી કરવા અમારી નમ્ર અરજ છે.અહીં સારવાર માટે આવતા દરેક દર્દીઓને આ સુવિધાઓ વિરમગામ ખાતે ન મળવાના કારણે અમદાવાદ રીફર કરવા પડે છે. જેમાં કયારેક ગંભીર દર્દી રસ્તામાં જ દમ તોડી દે છે અને મોતને ભેટે છે અને જે લોકો અમદાવાદ વધુ સારવાર માટે પહોંચી પણ જાય છે તો ત્યાં વેઇટિંગ હોય છે અને સમયસર સારવાર ન મળવાથી ગંભીર દર્દી મોતને ભેટે છે. આમ આવી કટોકટીની મેડિકલ ઇમરજન્સીની સ્થિતિમાં અમારા જીવનના જોખમ સામે વિરમગામ શહેરના નાગરિકો કોવીડ-19 ના વધતા સંક્રમણ સામે આરોગ્યની પૂરતી સુવિધાઓ પુરી પાડવા અને લોકો ના જીવન બચાવવાં તાત્કાલિક આરોગ્ય વિષયક કાર્યવાહી કરવા સરકાર સમક્ષ વિનમ્ર અરજ છે.

રિપોર્ટર : નસીબ મલેક, વિરમગામ

Related posts

Leave a Comment