બનાસકાંઠા કલેકટરે દિયોદર રેફરલ હોસ્પિટલને બીજી 108 ફાળવી ધારાસભ્ય ના હાથે રીબીન કાપી ને શુભ શરૂઆત કરાઈ

હિન્દ ન્યૂઝ, દિયોદર

    વિશ્વમાં કોરોનાની મહામારીએ માજા મૂકી છે ત્યારે સરકાર દ્વારા કોરોના મહામારીને પહોંચી વળવા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે ગત દિવસે બનાસકાંઠા કલેક્ટર આનંદ પટેલ દ્વારા જિલ્લામાં પાંચ 108ને મુખ્ય મથક પાલનપુર થી પ્રસ્થાન કરાવ્યું હતું ત્યારે જેમાંની એક 108 એમ્બ્યુલન્સ દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે ફાળવવામાં આવી હતી, ત્યારે ગત રોજ પ્રસ્થાન કરેલી એમ્બ્યુલન્સ નું આજે સવારે 11 વાગે દિયોદર મતવિસ્તારના ધારાસભ્ય સિવાભાઈ ભુરિયા ના હાથે રીબીન કાપી દિયોદર તાલુકાના લોકોની સેવા માટે મુકવામાં આવી હતી. જે પ્રસંગે દિયોદર પૂર્વ ધારાસભ્ય અનિલભાઈ માળી દિયોદર બ્લોક હેલ્થ ઓફિસર બ્રિજેસ વ્યાસ સી એચ સી ના ડૉ.પ્રતીક રાઠોડ, બી.કે.જોશી, સુરેશભાઈ શાહ, કોંગ્રેસ સમિતિ ના જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિ ચેરમેન નરશીભાઈ દેસાઈ, ચિરાગ ત્રિવેદી વગેરે અગ્રણીઓ આ પ્રસંગે હાજર રહ્યા હતા.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment