હિન્દ ન્યૂઝ, વાવ
વાવ તાલુકાના ચાંદરવા ગામના માલધારી રામજીભાઈ રબારીની 24 ગાયોના અચાનક મૃત્યુ થતાં માલધારીના પરિવાર ઉપર આભ તુટી પડ્યું હોય એવી પરિસ્થિતિ સર્જાઇ હતી. વાવ તાલુકાના ચાંદરવા ગામના માલધારી સમાજ અને તમામ સમાજ(સમગ્ર ગ્રામજનો) સાથે હળીમળી ને રહેતા એવા રામજી ભાઈ રબારી પોતાની ગાયોનુ ધણ ચારાવવા ચાંદરવા ગામની સીમમાં ગયા હતા. 34 ગાયોને ખોરાકમાં ઝેરની અસર થઈ હતી અને આ કરુણ ઘટના બની હતી તેના સમાચાર વાયુવેગે પ્રસરી જતા ચાંદરવા ગ્રામ પંચાયત ના ડે. સરપંચ રામસેંગજી રાજપૂત અને ગ્રામજનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને વાવથી વેટેરનરી સ્ટાફને જાણ કરતાં તાબડતોબ વેટેરનરી સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક સારવાર કરતાં 10 ગાયો બચાવી લીધી હતી, પરંતુ 24 ગાયો વેટરનરી સ્ટાફ પહોંચે તે પહેલાં મૃત્યુ પામી હતી.
ખોરાકમાં ઝેરી અસરના કારણે 24 ગાયો મૃત્યુ પામતાં માલધારી રામજી ભાઈ રબારીના ઘરમાં શોકનુ મોઝુ ફરી વળ્યુ હતી. મૃત્યુ પામેલ 24 ગાયોની દફન વિધિ કરવામાં આવી હતી અને ચાંદરવા ગામના ડે. સરપંચ રામશેંગજી રાજપુત અને ગ્રામજનોએ માલધારી પરિવારને આશ્વાસન આપ્યું હતું અને યુવાનો થકી માલધારી રાંમજી ભાઈ રબારી ને જે પણ થઈ શકે તે આર્થિક મદદરૂપ થવા વિનંતી કરવામાં આવી હતી.
રિપોર્ટર : વેરસીભાઈ રાઠોડ, સુઈગામ