હિન્દ ન્યૂઝ, દિયોદર
દિયોદર સહિત બનાસકાંઠા જિલ્લા માં કોરોના વાઈરસ ની બીજી લહેર ચાલુ છે જેમાં બનાસ ડેરી ના ચેરમેન શંકરભાઈ ચૌધરી ના માર્ગદર્શન હેઠળ સાવચેતી ના ભાગરૂપે દરેક દૂધ મંડળી ઓ પર સેનેટાઇઝર કરવા સૂચના આપવામાં આવતા દિયોદર વિસ્તરણ અધિકારી અમરાભાઈ પટેલ ની સૂચના મુજબ ગોલવી, લુદરા નવાવાસ, (લુદ્રા) ધનકવાડા, ગાંગોલ, સરદારપુરા (જુના), નવા(દિ), રૈયા,વગેરે દૂધ મંડળી ઓ ને સેનેટાઇઝર કરવામાં આવી હતી જેમાં દૂધ ભરાવવા આવતા દૂધ ગ્રાહકો ને સોસીયલ ડિસ્ટન અને માસ્ક ફરજીયાત પહેરવા અનુરોધ કર્યો હતો એક બાજુ કોરોના વાઈરસ ની અસર વચ્ચે સાવચેતી જરૂરી હોવાથી દરેક મંડળી પર સેનેટાઇઝર કરી લોકો ને સાવચેતી રાખવા અપીલ કરી હતી તેમજ તમામ મંત્રી તેમજ દિયોદર રૂટ ના તમામ રૂટ સુપરવાઇજરો પણ હાજર રહી સેનેટાઇઝર કરવા માં મહત્વ ની ભૂમિકા અદા કરી હતી.
અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર