ખેડા જિલ્લા કલેક્ટર આઇ.કે.પટેલના માર્ગદર્શન હેઠળ નડિયાદ માં ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરાયો

હિન્દ ન્યૂઝ, નડિયાદ

    ખેડા જિલ્લામા કોરોના ફાટી નીકળ્યો છે ત્યારે સરકારીથી લઇને ખાનગી હોસ્પિટલ દર્દીઓથી ઉભરાય રહી છે ત્યારે નડિયાદની ત્રણેય કોરોના સારવાર આપતી સંસ્થા એન.ડી.દેસાઇ હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ અને નર્સિંગ કોલેજમાં ઓક્સિજન પ્લાન્ટ નખાઇ રહ્યા છે. જે દર્દીઓ માટે જીવનદાન સમાન છે. ત્યારે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં આજે ઓક્સિજન પ્લાન્ટ નાખવાની કામગીરી ચાલી રહી છે. નડીયાદની એન.ડી.દેસાઇ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરાઇ છે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં તાત્કાલીક વપરાશમાં લઇ શકાય તેવા ઓક્સિજન પ્લાન્ટનુ ઇસ્ટોલેશન પુરૂ પાડવામાં આવશે. નડિયાદ સિવિલ હોસ્પિટલમાં પડી રહેલ ઘટને પુરી કરવા અમેરિકાથી આવેલ ઓક્સિજન પ્લાન્ટ બે જ દિવસમાં શરૂ કરી દેવાયો છે. ઉલ્લેખનિય છે કે વલ્ડ હિન્દુ કાઉન્સિલ ઓફ અમેરિકાના શિકાગો ચેપ્ટર અને સંતરામ સેવા ટ્રસ્ટના માધ્યમથી મળેલા ડોનેશનમાંથી આ પ્લાન્ટ નાખવામાં આવ્યો છે અને ખેડા જિલ્લાના સાંસદ દેવુસિંહ ચૌહાણની ચર્ચા બાદ આ પ્લાન્ટ ૩-મે ના રોજ આ પ્લાન્ટ અહી આવી ગયો હતો તેમજ યુદ્ધના ધોરણે આ પ્લાન્ટને શરૂ કરવામાં આવ્યો છે. આ પ્લાન્ટ ૨૪ કલાક ચાલુ રહે તે પ્રકારનો આ પ્લાન્ટ છે. જે હવામાંથી ઓક્સિજન ખેંચી તેમાંથી લીક્વિડ ઓક્સિજન બનાવે છે આ પ્લાન્ટ ૨૦ દર્દીઓને સતત ૨૪ કલાક સુધી ઓક્સિજન સપ્લાય પુરો પાડવાની ક્ષમતા ધરાવે છે ઉપરાંત એક કલાકની ૧ બોટલ એમ ૨૪ કલાકમાં ૨૪ બોટલ ઓક્સિજન ફિલીંગ કરી શકે છે. આ આખી ઓક્સિજન ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ ૯૩ ટકા જેટલુ શુદ્ધ ઓક્સિજન ઉત્પાદિત કરી આપશે. આ પ્લાન્ટ કાયમી ધોરણે નડીયાદ સિવિલ હોસ્પિટલમાં રહેશે. આ ઉપરાંત નડિયાદ એન.ડી.દેસાઇ હોસ્પિટલ ખાતે અમુલ ડેરી દ્રારા ૨૦ ક્યુસેક મીટર ઓક્સિજન ઉત્પાદન કરવા માટેનો પ્લાન્ટ સ્થાપવામાં આવશે. જેમાં રોજનો ૬૦ થી ૭૦ સિલીન્ડર ઓકિસજનનુ ઉત્પાદન થઇ શકશે. આ ટેન્ક રૂપિયા ૫૦ લાખના ખર્ચે થશે. જે માટે દાન પણ ઉઘરાવવામાં આવશે. દરરોજ ૫૦૦ રેમડેસિવીર ઇંન્જેક્શનનો સ્ટોક આવશે. જેમાંથી ૨૦૦ ઇંજેક્શન સિવિલ,એન.ડી.દેસાઇ અને મહાગુજરાત હોસ્પિટલમાં દર્દીઓને ફાળવવામા આવશે. જ્યારે ૩૦૦ ઇંજેક્શન ખાનગી હોસ્પિટલના દર્દીઓ માટે ફાળવવામા આવશે. જિલ્લા કલેક્ટર આઇ.કે પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્રની ટીમના સુચારૂ આયોજન થકી તથા જિલ્લાના સાંસદ સભ્યઓ, ધારાસભ્યઓના અથાગ પ્રયત્નોથી આ ઓક્સિજન પ્લાન્ટ સફળ થઇ રહ્યો છે. જેનાથી નડીયાદ શહેર તથા જિલ્લાની જનતાને આનો લાભ મળશે.

રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

Related posts

Leave a Comment