ખેડા જિલ્લામાં રસીકરણની ઝુંબેશને વેગ

હિન્દ ન્યૂઝ, ખેડા       નડિયાદ- વિશ્વવ્યાપી કોવીડ – ૧૯ મહામારીના સંક્રમણ સામે આરોગ્ય રક્ષા કવચ આપતું કોરોના રસીકરણ અભિયાન ખેડા જિલ્લામાં પૂરજોશમાં ચાલી રહ્યું છે. જિલ્લા આરોગ્ય તંત્રે જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ રસીકરણને વેગવાન બનાવવામાં આવ્યું છે. સમગ્ર રાજયમાં વિના મૂલ્‍યે કોરોના રસીકરણના કાર્યક્રમ યોજાઇ રહયાં છે ત્‍યારે રાજયનાં તમામ જિલ્‍લાઓમાં વહિવટી તંત્ર દ્વારા વિનામૂલ્‍યે રસીકરણ કાર્યક્રમો તથા કેમ્‍પોનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ કાર્યક્રમ અંતર્ગત ખેડા જિલ્લામાં પણ જિલ્લા વહિવટી તંત્ર દ્રારા રસીકરણ જૂંબેશ હાથ ધરવામાં આવી છે. જિલ્‍લામાં તા.૧લી માર્ચ-૨૧થી શરુ થયેલા કોરોના…

Read More

ગીર-સોમનાથ જિલ્લાના એપીએમસી ખરીદ કેન્દ્રો ખાતે લઘુત્તમ ટેકાના ભાવે ઘઉં/ચણા ખરીદી ૨૫ એપ્રીલ સુધી બંધ રહેશે

હિન્દ ન્યૂઝ, ગીર-સોમનાથ ગીર-સોમનાથ જિલ્લાનાં એપીએમસી ખરીદ કેન્દ્રો ખાતેથી ખેડૂત પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે ચણા અને ઘઉં ખરીદી કરવામાં આવે છે. હાલમાં કોરોના સંક્રમણના કારણે ખરીદ સેન્ટરના અધિકારી/કર્મચારી, ગ્રેડર, ઓપરેટર, લેબર સહિતના કોરોના સંક્રમીત થયેલ હોય અને બહારથી આવતા ખેડૂતોમાં સંક્રમણનો ફેલાવો ન થાય તે હેતુથી અને જાહેર આરોગ્યની જાળવણી હેતુસર જિલ્લાનાં તમામ એપીએમસી ખરીદ કેન્દ્રો ખાતે લઘુત્તમ ટેકાના ભાવે ચણા તેમજ ઘઉંની ખરીદી આજરોજ થી તા. ૨૫/૦૪/૨૦૨૧ સુધી બંધ રાખવામાં આવી છે. જિલ્લા પુરવઠા અધિકારી સુશીલ પરમારની યાદીમાં જણાવાયું છે.

Read More

દિયોદર તાલુકાના સોની ગામ નું ચૌધરી સમાજનું ગૌરવ

હિન્દ ન્યૂઝ, દિયોદર     દિયોદર તાલુકાના સોની ગામે રહેતા મમતાબેન ચૌધરી બી એસ એફ માં પંજાબ ખાતે પસંદગી થતાં આજરોજ તેમના કુટુંબ જનોએ કંકુ ચોખા થી વધાવ્યા હતા અને ગ્રામ જનો તેમજ આગેવાનો સગા સંબંધીઓ ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા અને આજે બનાસકાંઠા અને દિયોદર તાલુકા માં તેમજ સોની ગામ અને ચૌધરી સમાજ નું ગૌરવ વધાર્યુ છે તે બદલ અભિનંદન પાઠવ્યા હતા. અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Read More

લગ્નની લાલચ આપી સગીરાને ભગાડી જનાર ને દિયોદર ની સેસન્સ કોર્ટે પાંચ ગુન્હાઓમાં 29 વર્ષ ની સજા અને 25 હજારનો દંડ ફટકાર્યો

હિન્દ ન્યૂઝ, દિયોદર દિયોદર ના કુવાતા ની સગીરાને ભગાડી જઈ 6 માસ સુધી ગોંધી રાખનાર રમેશભાઈ નારણભાઈ વણકર મોરવાડા વાળા ને 363 ના ગુન્હા માં 5 વર્ષ 366 ના ગુન્હામાં 7 વર્ષ 376 ના ગુન્હામાં 10 વર્ષ પોસ્કો એકટ મુજબ 10 વર્ષ પાંચ એલ મુજબ 7 વર્ષ એમ મળી કુલ 29 વર્ષ ની સજા અને દરેક ગુન્હામાં 5 હજારનો દંડ એમ કુલ 25 હજાર નો દંડ ફાટકારતી દિયોદર ની સેસન્સ કોર્ટ સજા આપતા કોર્ટમાં સ્નાતો છવાઈ ગયો હતો. દિયોદર પોસ્ટે ફર્સ્ટ ગુન્હા રજીસ્ટર નંબર 97/2015 ઇપીકો 376,363,366,તથા પોસ્કો એકટ 3સી,4,5-એલ…

Read More

મામલતદાર કચેરી લાખણી ખાતે કલેક્ટર પી.એસ.આઇ તાલુકા પ્રમુખ તેમજ લાખણી ના વિવિધ વેપારી એસોસીએશનોની મિટીંગ

હિન્દ ન્યૂઝ, લાખણી      હાલમાં કોરોના સંક્રમણ વધેલ હોઇ, તે અનુસંધાને સંક્રમણ ને નિયંત્રણ માં લેવા માટે આજરોજ મામલતદાર કચેરી લાખણી ખાતે કલેક્ટર પી.એસ.આઇ તાલુકા પ્રમુખ તેમજ લાખણી ના વિવિધ વેપારી એસોસીએશનોની મિટીંગ રાખવામાં આવેલ. લાખણી તાલુકા માં કોરોના વાયરસનું સંક્રમણ અટકાવા માટે ખુબ જ ઉકાણ પૂર્વક ચર્ચા વિચારણાં કરવામાં આવી. તમામ ચર્ચા વિચારણાના એને નક્કી કરવામાં આવેલ કે લાખણી મુકામે સવારે 8-00 થી બપોરે 2-00 વાગ્યા સુધી તમામ વેપાર ધંધા ચાલુ રહેશે અને 2-00 વાગ્યા પછી તમામ વહેપાર ધંધા બંધ રાખવાના રહેશે. શનિવાર, રવિવાર તમામ વેપાર ધંધા સંપૂર્ણ…

Read More

જામનગરમાં ભરવાડ સમાજના દર્દીઓના સગાને રહેવા જમવા માટેની વ્યવસ્થામાં ૨૫ બેડનું દાન (ભેટ) આપતી કાલાવડના રણુંજા ધામની શ્રી રામદેવપીર દેવસ્થાન સમિતિ

હિન્દ ન્યૂઝ, કાલાવડ હાલ કોરોના વાઈરસે ભારત સહિત સમગ્ર વિશ્વને ભરડામાં લીધો છે અને અસંખ્ય લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હાલની વિકટ પરિસ્થિતિમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. જેને પરિણામે તમામ નાની મોટી હોસ્પિટલો હાઉસફુલ થઈ ગઈ છે, ત્યારે જામનગરમાં કોઈપણ હોસ્પિટલમાં દાખલ ભરવાડ સમાજના દર્દીઓના સગાને રહેવા જમવા માટેની વ્યવસ્થા નવાગામ ઘેડમાં આવેલ શ્રી ગોપાલક કુમાર છાત્રાલયમાં શરૂ કરવાનું જામનગર જિલ્લા ભરવાડ સમાજના આગેવાનો દ્વારા નક્કી કરવામાં આવેલ. જેમા ફૂલ નહી તો ફૂલની પાંખડી સમાન કાલાવડ તાલુકાના રણુંજા ધામે આવેલ શ્રી રામદેવપીર મંદિર નવા રણુંજા – હિરાબાપાની જગ્યા…

Read More

માલવણ હાઇવે વળગાશ પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત

હિન્દ ન્યૂઝ, વિરમગામ    વિરમગામ ના વળગાસ પાટિયા પાસે માલવણ હાઇવે પર ટેલર સાથે એમ્બ્યુલન્સ ટકરાતાં ગમખ્વાર અકસ્માત સર્જાતા એમ્બ્યુલન્સનાં ડ્રાઈવર અને અન્ય એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજ્યું. અન્ય ને માથા ના ભાગે ઇજા પોહચિ હતી. મળતી માહિતી અનુસાર એમ્બ્યુલન્સ મહમદી ચેરીટેબલ ટ્રસ્ટ કચ્છ ની તેવું જાણવા મળેલ ત્યારબાદ ઘટના સ્થળે વિરમગામ રૂલાર પોલીસ પોહચતા આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી. રિપોર્ટર : નસીબ મલેક, વિરમગામ

Read More

કોરોનાનું સંક્રમણ અટકાવવા હિંમતનગર પાસેના સવગઢ, ઝહીરાબાદ અને માલીવાડા સ્વૈચ્છિક લૉકડાઉનમાં જોડાયા

હિન્દ ન્યૂઝ, હિંમતનગર સાબરકાંઠા જિલ્લા નાં હિંમતનગરને અડીને આવેલા સવગઢ, ઝહિરાબાદ, માલીવાડાના બજારો રવિવાર સાંજથી સોમવારે બપોરે બે વાગ્યા સુધી બંધ રાખી કોરોના સંક્રમણને અટકાવવા સહયોગ આપ્યો હતો. હાલમાં રમજાન માસ ચાલી રહ્યો હોઇ દુકાનો ચાલુ રાખવાનો સમય 2 થી 8 ને બદલે સવારે 10 થી 8 નો કરવામાં આવે તેવી વેપારીઓ સહિત સ્થાનિકોએ રજૂઆત કરી છે. સંક્રમણ અટકાવવા ગામડાઓ અને શહેરો સ્વૈચ્છિક લૉકડાઉન ભણી. ઇડર નગરપાલિકા સંચાલિત જીમ, યોગા અને બગીચાઓ 30 મી એપ્રિલ સુધી બંધ ઇડર પાલિકા સંચાલિત જીમ યોગા અને બગીચાઓને પાલિકા ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખે…

Read More

ડભોઇ-દર્ભાવતીના પૌરાણિક ગઢ ભવાની માતાના મંદિરે ચૈત્રી નવરાત્રીની આઠમની ભક્તિભાવપૂર્વક ઉજવણી

હિન્દ ન્યૂઝ, ડભોઈ ડભોઇ- દર્ભાવતિ એ ઐતિહાસિક સ્થાન ધરાવતી નગરી છે. આ નગરી ૯૦૦ વર્ષ પૂર્વે કલાત્મક દરવાજાઓ સાથે નિર્માણ પામી હતી અને નગરના રક્ષણ કાજે ચારેય દિશાઓમાં ચાર દેવીઓનું સ્થાપન કરાયું હતું. જેમાં હાલમાં હીરાભાગોળ માં આવેલ ગઢ ભવાની માતાજીનું મંદિર અભૂતપૂર્વ ઐતિહાસિક સ્થાન ધરાવે છે. આ મંદિરે હાલમાં ચાલી રહેલ ચૈત્રી નવરાત્રિ નિમિત્તે માઇભક્તો દર્શનાર્થે આવી રહ્યા છે અને ચૈત્રી આઠમના રોજ આ મંદિરે ખૂબ જ શ્રદ્ધાપૂર્વક હવન કરવામાં આવનાર છે. જેનો લાભ સોશિયલ ડિસ્ટન્સ જાળવીને માઈભક્તો લઇ શકશે. ચૈત્રી આઠમના રોજ આ મંદિરમાં માતાજીના દર્શને અને મહાઆરતીનો…

Read More