વેરાવળ પ્રાંત કચેરી ખાતે આરોગ્યના ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઇ

હિન્દ ન્યૂઝ, ગીર-સોમનાથ    ગીર-સોમનાથ જિલ્લામાં કોરોના સંક્રમણ અંગે પ્રાંત કચેરી, વેરાવળ ખાતે અધિક કલેકટર ખાચરના અધ્યક્ષસ્થાને જિલ્લાના ઉચ્ચ આરોગ્ય અધિકારી સાથે બેઠક યોજાઇ. જેમાં જિલ્લામાં કોવીડ-૧૯ અંતર્ગત સમીક્ષા કરી જરૂરી સુચનાઓ આપવામાં આવી હતી. જિલ્લામાં કોરોના સંક્રમણના કારણે રેમડેસીવીર ઇન્જેકશનની માંગ વધી છે. રાજ્ય સરકાર દ્વારા જિલ્લામાં કાર્યરત કોવીડ હોસ્પિટલને જરૂરીયાત મુજબનો રેમડેસીવીર ઇન્જેશકશનનો પુરતો જથ્થો ફાળવી આપ્યો છે. જિલ્લામાં કોવીડ હોસ્પિટલ માટે ઓક્સીજનનો જથ્થો પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. ઓકસીજનના અભાવે કોઇ દર્દીનું મૃત્યુ જિલ્લામાં થયેલ નથી. આ બેઠકમાં પ્રાંત અધિકારી સર્યુ જનકાટ, પુરવઠા અધિકારી પરમાર, જિલ્લા આરોગ્ય અધિકારી…

Read More

વેરાવળમાં કોરોના સંક્રમણને અટકાવવા સાંજના ૪ વાગ્યા પછી સ્વૈચ્છીક લોકડાઉન

હિન્દ ન્યૂઝ, ગીર-સોમનાથ ગીર-સોમનાથ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતા વેરાવળના વિવિધ એસોસીએસનના પ્રતિનિધીઓએ કોરોના સંક્રમણ નાથવા વેરાવળ શહેરમાં સાંજના ૦૪:૦૦ વાગ્યા પછી વેપાર ધંધા બંધ રાખી સ્વૈચ્છિક લોકડાઉન રાખેલ. આવશ્યક સેવાઓ સિવાયના તમામ વેપારીઓ તેમના વેપાર ધંધા બંધ રાખવામાં આવ્યા હતા. આજે સરકારી હોસ્પિટલ રોડ, સટ્ટાબજાર, ટાવરચોક સહિતના વિસ્તારો બંધ રહ્યા હતા. સ્વૈચ્છીક લોકડાઉન સફળ રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા સહયોગ મળી રહેશે. વહીવટી તંત્ર દ્વારા લોકોને કોરોનાના સંક્રમણને અટકાવવા માટે સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવા સાથે બીન જરૂરી લોકોને બહાર ન નીકળવા અને માસ્ક પહેરવા જણાવ્યું હતું

Read More

તારીખ ૨૧-૪-૨૦૨૧ થી તારીખ ૩૦-૪-૨૦૨૧ સુધી ચોટીલા ના પરા વિસ્તાર સહિતની તમામ દુકાનો સંપૂર્ણ બંધ

હિન્દ ન્યૂઝ, ચોટીલા       આજરોજ ડેપ્યુટી કલેકટર ઓફિસ માં મળેલી મીટિંગ માં નકકી થયા મુજબ ચોટીલા ના વેપારી ભાઈઓને જણાવવા નું કે સોમવાર અને મંગળવાર એમ બે દિવસ દુકાનો ખૂલ્લી રાખવાની છે ત્યારે બાદ તારીખ ૨૧-૪-૨૦૨૧ થી તારીખ ૩૦-૪-૨૦૨૧ સુધી ચોટીલા ના પરા વિસ્તાર સહિતની તમામ દુકાનો સંપૂર્ણ બંધ રાખવાની રહેશે અને બીજું ખાસ કે ચોટીલા માર્કેટિંગ યાર્ડ સંપૂર્ણ સતત બંધ રહેશે અને શાકભાજી ના વેપારી ભાઈઓ આ સમય દરમ્યાન બપોરે ૧ વાગ્યા સુધી તેમનો વેપાર ચાલુ રાખી શકશે. તો આવો સૌ સાથે મળીને કોરોના ને હરાવીએ અને…

Read More

અરવલ્લી ખાતે કોરોના મહામારી ને લઈ વધુ એક મંદિર બંધ કરાયું

હિન્દ ન્યૂઝ, અરવલ્લી  મોડાસાના સાકરીયાનું સુપ્રસિદ્ધ હનુમાનજી મંદિર બંધ કરાયું કોરોના મહામારી ને લઈ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ કરાયું 17 એપ્રિલ થી 30 એપ્રિલ સુધી મંદિરના દ્વાર બંધ રહેશે ગુજરાતમાં એક માત્ર સુતા હનુમાન છે સાકરિયામાં વધતા જતા કોરોના સંક્રમણને અટકાવવા માટે મંદિર ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવ્યો નિર્ણય દર્શનાર્થીઓએ મંદિરે દર્શન કરવા ન આવવા અપીલ રિપોર્ટર : મુન્નાખાન પઠાણ, મોડાસા

Read More