વેરાવળ પ્રાંત કચેરી ખાતે આરોગ્યના ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઇ

હિન્દ ન્યૂઝ, ગીર-સોમનાથ

   ગીર-સોમનાથ જિલ્લામાં કોરોના સંક્રમણ અંગે પ્રાંત કચેરી, વેરાવળ ખાતે અધિક કલેકટર ખાચરના અધ્યક્ષસ્થાને જિલ્લાના ઉચ્ચ આરોગ્ય અધિકારી સાથે બેઠક યોજાઇ. જેમાં જિલ્લામાં કોવીડ-૧૯ અંતર્ગત સમીક્ષા કરી જરૂરી સુચનાઓ આપવામાં આવી હતી. જિલ્લામાં કોરોના સંક્રમણના કારણે રેમડેસીવીર ઇન્જેકશનની માંગ વધી છે. રાજ્ય સરકાર દ્વારા જિલ્લામાં કાર્યરત કોવીડ હોસ્પિટલને જરૂરીયાત મુજબનો રેમડેસીવીર ઇન્જેશકશનનો પુરતો જથ્થો ફાળવી આપ્યો છે. જિલ્લામાં કોવીડ હોસ્પિટલ માટે ઓક્સીજનનો જથ્થો પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. ઓકસીજનના અભાવે કોઇ દર્દીનું મૃત્યુ જિલ્લામાં થયેલ નથી.

આ બેઠકમાં પ્રાંત અધિકારી સર્યુ જનકાટ, પુરવઠા અધિકારી પરમાર, જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ભાયા, સિવિલસર્જન ડો.પરમાર, ડો.બામરોટીયા, ડો.નીમાવત સહિત હાજર રહ્યા હતા.

 

Related posts

Leave a Comment