ડભોઇ – દર્ભાવતીના પૌરાણિક વાઘનાથ મહાદેવના મંદિરે પ્રતિવર્ષ ની જેમ ડભોઇ સ્વામિનારાયણ મંદિરના હરિકૃષ્ણ મહારાજની પધરામણી

હિન્દ ન્યૂઝ, ડભોઇ

     ડભોઇ પંડ્યા શેરીમાં આવેલ સ્વામિનારાયણ મંદિરના હરિકૃષ્ણ મહારાજની મૂર્તિને લઈને મંદિરના કોઠારી, ભગતજી અને વડીલ ભક્તો ડભોઇના અતિ પ્રાચીન અને પૌરાણિક વાઘનાથ મહાદેવના મંદિરે પધરામણી સ્વરૂપે પહોંચ્યા હતા અને મંદિરના ભગતજી અને કોઠારી પાસેથી મળતી મુજબ આ પધરામણી છેલ્લા કેટલાય વર્ષોથી ૧૭ મી એપ્રિલના રોજ કરવામાં આવે છે. મંદિર ના સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજથી ૨૨૨ વર્ષ પૂર્વે ભગવાન સ્વામિનારાયણ નીલકંઠવર્ણી સ્વરૂપે ૧૧ વર્ષની ઉંમરે સમગ્ર ભારતમાં વનવિચરણ કરી રહ્યા હતા. આ સમયગાળા દરમિયાન તેઓ કરનાળિ કુબેરદાદાના મંદિરે થઈ દભૉવતિ નગરી માં આવેલ અતિપ્રાચીન વાધનાથ મહાદેવના મંદિરે પધાર્યા હતા અને પોતાના સ્વહસ્તે મહાદેવની પૂજા-અર્ચના કરી હતી અને મંદિરમાં રહેલ નંદિ ને ઘાસ પણ અપૅણ કર્યું હતું. જેથી આ નિમિત્તે દર વર્ષે ૧૭ એપ્રિલના રોજ ડભોઇ ની પંડ્યા શેરીમાં આવેલા પૌરાણિક સ્વામીનારાયણ મંદિરેથી મંદિરમાં સ્થાપિત હરિકૃષ્ણ મહારાજની મૂર્તિને લઈને સૌ હરિભક્તો વાઘનાથ મહાદેવના મંદીરે પહોંચે છે જ્યાં ભગવાન ની પધરામણી કરવામાં આવે છે અને બંને ભગવાનોની પૂજા-અર્ચના કરવામાં આવે છે અને વાધનાથ મહાદેવ ના મંદિર પરિસરમાં આવેલ ભગવાન સ્વામિનારાયણના ચરણાવિંન્દ છે. ત્યાં ભક્તો દ્વારા પ્રદક્ષિણા, આરતી, ભગવાનની ધૂન કરવામાં આવે છે . પરંતુ હાલમાં ચાલતી કોરોનાવાયરસ ની મહામારી ના કારણે બે વર્ષથી મર્યાદિત સંખ્યામાં ભક્તો હાજર રહી આ પરંપરાને અનુસરે છે. જાણવા મળતી જાણવા મળતી માહિતી મુજબ વાઘનાથ મહાદેવના મંદિર પરિસરમાં આવેલ ભગવાન સ્વામિનારાયણના જે ચરણાવિન્દ છે તે સાક્ષાત છે. જેથી આ સ્થળે લીધેલી ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થતી હોય છે. જેથી ભક્તો આ બાબતમાં અપાર શ્રદ્ધા ધરાવે છે. આમ છેલ્લા કેટલાક વર્ષોથી ૧૭ મી એપ્રિલના રોજ દર વર્ષે હરિકૃષ્ણ મહારાજની વાધનાથ મહાદેવના મંદિરમાં પધરામણી થાય છે. જે પરંપરા આજે પણ હરિભક્તો એ જાળવી રાખી છે. હાલ માં સમગ્ર દેશમાં આવી પડેલી કોરોના વાયરસની મહામારી ઝડપથી દૂર થાય અને અગાઉની જેમ બધું રાબેતા મુજબનું થઈ જાય તે માટે હાજર સૌ હરિભક્તો એ પ્રાથૅના કરી હતી.પ્રતિવર્ષ મહાશિવરાત્રીના દિવસે વાધનાથ મહાદેવ નગરચર્યાએ નીકળે છે ત્યારે નગરમાં આવેલા તમામ શિવાલયોમાં વાઘનાથ મહાદેવની પધરામણી થાય છે અને તેની સાથે જ પંડ્યા શેરીમાં આવેલ સ્વામિનારાયણ મંદિરે પણ વાધનાથ મહાદેવ ની પધરામણી કરવામાં આવે છે. આમ નગરમાં આવેલા આ બંને પ્રાચીન મંદિરો વચ્ચેની આ જે બે પરંપરાઓ જોડાયેલી છે તે આજે પણ યથાવત રહેવા પામી છે.

રિપોર્ટર :રાજેશ વાળંદ, ડભોઇ

Related posts

Leave a Comment