માંગરોળ વેપારીઓ અને આગેવાનો ની મિટિંગ મળી, 30 એપ્રિલ સુધી બપોર પછી સ્વૈચ્છિક લોકડાઉનનું નક્કી

હિન્દ ન્યૂઝ, માંગરોળ

   હાલમાં દેશ રાજ્યની ની સાથે જૂનાગઢ જિલ્લાના અને માંગરોળ તાલુકામાં પણ કોરોના ના કેસો વધી રહયા છે ત્યારે લોકો વધારે એક બીજાના સમ્પર્ક માં ના આવે તેના માટે શહેરના વેપારી આગેવાનો ની મીટીંગ ચેમ્બર ઓફ કોમર્સ ના નેજા હેઠળ મળી હતી.

   આ મિટિંગ માં ઘણી બધી ચર્ચાઓ બાદ જીવન જરૂરી વસ્તુઓ દવા દૂધ વગેરે સિવાયની દુકાનો 19 એપ્રિલ થી 30 એપ્રિલ સુધી સવારે 8 થી બપોરે 2 વાગ્યા સુધી જ ખુલી રાખવી તેમજ ત્યાર બાદ બંધ રાખવા નક્કી કરવામાં આવ્યું હતું. તેમજ ખાણી પીણી અને નાસ્તા ની દુકાનો બપોરે 4 થી રાત્રીના 10 વાગ્યા સુધી લોકોના ટોળા ના વળે તે રીતે ફક્ત પાર્સલ સુવિધા આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

આ રીતે માંગરોળ વેપારીઓ દ્વારા બપોરના સમયે સ્વૈચ્છીક લોકડાઉન નક્કી કરવામાં આવ્યું છે તેમાં તમામ લોકોને સહકાર આપવા વિનંતી કરવામાં આવી હતી. આ પ્રસંગે ચેમ્બર ના પ્રમુખ મેરામણ ભાઈ યાદવ દ્વારા મુરલીધર વાડીમાં ટુક સમયમાં 50 બેડની કોવિડ કેર હોસ્પિટલ શરૂ કરવામાં આવશે અને તેમાં તમામ વ્યવસ્થા ચેમ્બર દ્વારા કરવામાં આવશે અને તેનો લાભ લેવો.

રિપોર્ટર : સોયબ જેઠવા, માંગરોળ 

Related posts

Leave a Comment