હિન્દ ન્યૂઝ, દિયોદર
અત્યારે બનાસકાંઠા જિલ્લાની કોરોના મહામારીના કારણે પરિસ્થિતિ ખુબજ ગંભીર ચાલી રહી છે. ખેડૂતો ને ખુબજ અવર જવર કરવા અને ખેતીના પાકોમાં ભાવ ઘટતાં ઘણું નુકસાન વેઠવું પડ્યું છે. એક એક બાજુ પાણીના તળ ઊંડા જતા નવા એક હજાર ફૂટથી ઊંડા બોર કરવા ખેડૂત મજબુર બન્યો છે ત્યારે મોંઘવારી એ માજા મૂકી છે ત્યારે હાલની વર્તમાન સરકાર દ્વારા દિયોદર લાખણી અને ડીસા વિસ્તારમાં પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડી પાણીના ના તળ ઉંચા આવે અને આ વિસ્તારના ખેડૂતો પોતાના બોરવેલ મોંઘવારીના ભરડામાં સહેલાઇ થી ચલાવી શકે તે તેના માટે પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યારે કેમ આ કેનાલમાં એક આંતરે પાણી બંધ કરવામાં આવે છે. તેને લઈ દિયોદર લાખણી અને ડીસા વિસ્તારના ખેડૂતોમાં જાણે રોસ ફાટી નીકળ્યો હોય તેવો માહોલ સર્જાયો છે અને ખેડૂતોમાં સરકાર અને અધિકારીઓ સામે અનેક સવાલો ઉભા થયા છે કે શું સરકાર ખેડૂતો ને પાણી માટે વલખા કરાવે છે ? કે અધિકારી ઓની મનમાની ને લીધે સુજલામ સુફલામ કેનાલ માં દર અઠવાડિયે પાણી બંધ કરી દેવામાં આવે છે તેની સ્પષ્ટતા કોણ કરશે ? જો સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવા માં અને પાણી બંધ કરવા બાબતે ખેડૂતો ને વાકેફ કરવામાં આવે તો ધરતીપુત્રો માં રોસ ફાટી નિકળે નહિ જેની નર્મદા વિભાગના અધિકારીઓ ખાસ કાળજી લે તેવી ખેડૂતો માં ચર્ચાઓ થઈ રહી છે.
અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર