દિયોદર પોલીસ દ્વારા બજારની અંદર દંડાત્મક કાર્યવાહી કરાઈ

હિન્દ ન્યૂઝ, દિયોદર રાજ્યમાં કોરોના કહેર યથાવત છે ત્યારે જિલ્લામાં પણ કોરોના પોઝિટિવ કેશ વધતા વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું છે. ત્યારે દિયોદર તાલુકામાં કોરોના કેસો નું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે બજારમાં લોકો અને દુકાનદારો માસ્ક વગર જોવા મળ્યા હતા ત્યારે દિયોદર પોલીસ દ્વારા બજારની અંદર માસ્ક વગર ફરતા લોકો તેમજ વેપારીઓ માસ્ક વગર દેખાતા હોય તો તેની સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. અને વેપારીઓ તેમજ લોકો ને માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરવા માટે પોલીસ કર્મીઓ દ્રારા પણ થોડા દિવસો પહેલા માર્ચ રેલી યોજી લોકોને કોરોના…

Read More

રાજ્ય સરકાર દ્વારા અરવલ્લી જીલ્લામાં “ધન્વંતરી આરોગ્ય રથ” ફાળવાયો

હિન્દ ન્યૂઝ, અરવલ્લી  રાજ્યમાં ધન્વંતરી આરોગ્ય રથ(GVK EMRI) દ્વારા સંચાલિત તા.10 એપ્રિલ ૨૦૨૧ ના રોજ માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા અમદાવાદ ખાતે 20 જેટલી ધન્વંતરી આરોગ્ય રથનું લોકાર્પણ કરાયું હતું. જે અંતર્ગત એક ધન્વંતરી આરોગ્ય રથ અરવલ્લી જીલ્લા માટે ફાળવેલ હતો. જેનું આજ રોજ અરવલ્લી જીલ્લા સેવા સદન ખાતે જીલ્લા કલેકટર અમૃતેશ ઔરંગાબાદકરના વરદ હસ્તે રિબીન કાપીને “ધન્વંતરી આરોગ્ય રથ” સેવા શરુ કરાઈ. અરવલ્લી જીલ્લાના શ્રમિક લોકોને લાભ લેવા માટે “ધન્વંતરી આરોગ્ય રથ” સેવા શરુ કરાઈ. જે અનુસંધાને આરોગ્ય વિભાગના અધિકારીઓ તથા GVK EMRI 108 વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.…

Read More

કોડીનારમાં ત્રણ દિવસ સ્વૈચ્છિક લોકડાઉન નો નિર્ણય

હિન્દ ન્યૂઝ, કોડીનાર કોડીનારમાં કોરોનાની વિસ્ફોટક પરિસ્થિતિ ને ધ્યાને લઇ ચેમ્બર્સ ઓફ કોમર્સ-વહીવટી તંત્ર અને તાલુકાના અગ્રણી આગેવાનો દ્વારા નિર્ણય લેવાયો તા.૧૬-૧૭-૧૮ (શુક્ર-શનિ-રવિવારે) કોડીનારમાં સ્વયંભુ સ્વૈચ્છિક લોકડાઉન સ્વૈચ્છિક લોકડાઉનમાં માત્ર મેડીકલ ઇમરજન્સી સિવાય શાક માર્કેટ-માર્કેટ યાર્ડ સહિત બધું સદંતર બંધ રહેશે દૂધ ની ડેરીઓ માત્ર બે કલાક ચાલુ રહેશે જરૂરી કામ સિવાય લોકો ને ઘરની બહાર ન નીકળવા સૂચન રિપોર્ટર : ભગીરથ અગ્રાવત, કોડીનાર 

Read More

દેવગઢબારીયાના ચીફ ઓફિસર વિજય ઇંટાળિયા દાદીની અંતિમક્રિયા પૂર્ણ કરીને રાતોરાત પરત ફર્યા

હિન્દ ન્યૂઝ, દેવગઢબારીઆ  કોરોના મહામારીને રોકવા માટે સરકારી તંત્ર રાઉન્ડ ધ કલોક કામ કરી રહ્યું છે. અધિકારીઓ-કર્મચારીઓ પોતાના ફરજક્ષેત્રમાં આવતી કામગીરીને દિવસ રાત જોયા વિના પૂરી નિષ્ઠા સાથે કરી રહ્યાં છે. સરકારી તંત્ર સાથે જોડાયેલા કર્મયોગીઓ અંગત જીવનમાં ઘણી મુશીબતો-પરેશાનીઓ વેઠતા હોય છે પરંતુ તેના કારણે મહામારીના આ દોરમાં તેઓ પોતાની ફરજ સાથે જરા પણ બાંધછોડ કરી રહ્યાં નથી. કોરોનાની આ વિકટ પરિસ્થિતિમાં જીપીએસસીની પરીક્ષા સફળતાપૂર્વક પસાર કરીને દાહોદના દેવગઢ બારીયામાં ચીફ ઓફિસર તરીકે ગત તા. ૨૦ જાન્યુઆરીના રોજ ફરજમાં જોડાનારા વિજયભાઇ ઇંટાળિયાએ કર્મચારીઓ આદર્શરૂપ ઉદાહરણ પુરૂં પાડયું છે. તેઓ…

Read More

નર્મદા જિલ્લામાં ડોક્ટરોને અભાવે કોરોના દર્દીઓને મુશ્કેલી પડે છે

હિન્દ ન્યૂઝ, રાજપીપળા નર્મદા જિલ્લાના તબીબો અને નર્સ ને વડોદરા SSG ખાતે ડ્યુટી માટે મોકલાયા છે, તો સાથે રાજપીપળા કોવિડ હોસ્પિટલના વેન્ટિલેટર પણ વડોદરા મોકલાયા છે. જેથી સ્થાનિક દર્દીઓને મુશ્કેલી પડી રહી છે ત્યારે હંમેશા પ્રજા માટે અવાજ ઉઠાવતા મનસુખ વસાવાએ વેન્ટિલેટર અને સ્ટાફ પરત આપવા રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને રજુઆત કરી છે. નર્મદા જિલ્લામાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. 7 એપ્રિલથી 15 એપ્રિલ સુધી રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં 15 થી વધુ દર્દીઓના મૃત્યુ થયા છે.રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં તબીબોની અછત વર્તાઈ રહી છે તો બીજી બાજુ વડોદરા એસ.એસ.જી ખાતે મોકલાયેલા નર્મદા…

Read More