દિયોદર પોલીસ દ્વારા બજારની અંદર દંડાત્મક કાર્યવાહી કરાઈ

હિન્દ ન્યૂઝ, દિયોદર

રાજ્યમાં કોરોના કહેર યથાવત છે ત્યારે જિલ્લામાં પણ કોરોના પોઝિટિવ કેશ વધતા વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું છે. ત્યારે દિયોદર તાલુકામાં કોરોના કેસો નું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે બજારમાં લોકો અને દુકાનદારો માસ્ક વગર જોવા મળ્યા હતા ત્યારે દિયોદર પોલીસ દ્વારા બજારની અંદર માસ્ક વગર ફરતા લોકો તેમજ વેપારીઓ માસ્ક વગર દેખાતા હોય તો તેની સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. અને વેપારીઓ તેમજ લોકો ને માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરવા માટે પોલીસ કર્મીઓ દ્રારા પણ થોડા દિવસો પહેલા માર્ચ રેલી યોજી લોકોને કોરોના થી સાવધાન રહેવા કોવિડ ગાઈડ લાઈન ના ભંગ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં અપીલ કરવામાં આવી હતી.

દિયોદર મા કોરોના કાળમાં બજારમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક વગર જોવા મળતા લોકોને દંડદાત્મક કાર્યવાહી હાથ ધરી હતી સાથે લોકોને માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરવા અપીલ કરી હતી.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment