શુક્રવારથી પોઈચા પુલ નાના વાહનો માટે શરૂ કરાશે, ભારદારી વાહનો માટે પોઈચા પુલ હજીયે બંધ

 

હિન્દ ન્યૂઝ, નર્મદા

      નર્મદા નદી ઉપર પોઈચા ખાતે શ્રી રંગ સેતુ પુલ ધરતીકંપના કારણે ક્ષતિગ્રસ્ત થયો હતો તેનું રીપેરેશનનુ કામ ચાલુ હતું. તા.૧૬/૪/૨૦૨૧ ને શુક્રવારના રોજથી નાના વાહનો માટે પોઈચા પુલ શરૂ કરવામાં આવનાર છે. તેવી માહિતી ડભોઇ માર્ગ અને મકાન વિભાગ તરફથી પ્રાપ્ત થઈ છે. જ્યારે ભારદારી વાહનો માટે પોઈચા પુલ હાલમાં બંધ છે.

અત્યારે કોરોના વાયરસ મહામારીનુ સંકમણ વધી રહ્યું છે. ત્યારે એમ્બ્યુલન્સ ૧૦૮ જેવા મેડિકલ વાહનો અને ઓક્સિજન માટેના વાહનો માટે પોઈચા પુલ શરૂ કરવામાં આવ્યો છે. નર્મદા જીલ્લા માથી કોરોના મહામારી વાળા બિમાર લોકોને નાના વાહનો દ્વારા વડોદરા કે અન્ય મોટા શહેરોમાં ‌વાહનો લઈ જવામાં પોઈચા પુલ ઉપરથી સરળતાથી લઈ જવાશે નર્મદા, વડોદરા અને અન્ય જીલ્લામાંથી આવવા જવા માટે નાના વાહનો માટે આ પુલ પરથી સરળતા રહેશે અને સમયનો બચાવ થશે. ટુ વ્હીલર અને નાની ફોર વ્હીલર ગાડીઓની અવર જવર થઈ શકશે જેથી નાના વાહન ચાલકોને ગુરૂડેશ્વર, દેવલિયા તિલકવાડાની પ્રદક્ષિણા બંધ થઈ જશે સાથે સમયનો પણ બચાવ થશે.પોઈચા પુલ શરૂ થતાં નર્મદા, વડોદરા જીલ્લા ના લોકોએ હાશકારો અનુભવ્યો હતો હવે જલ્દી એસટી બસો પોઈચા પુલ ઉપર થઈને પસાર થાય એવી લોકોએ માંગણી કરી છે.

રિપોર્ટર : અંકુર ઋષિ ,રાજપીપળા 

Related posts

Leave a Comment