સુરત જીલ્લા કામરેજ તાલુકા ના ખોલવડ ગામ ખાતે કોરોના વેક્સીન રસીકરણ નો કાર્યક્રમ કરવામાં આવેલ

હિન્દ ન્યૂઝ, સુરત       હાલ કોરોના એ પુરા વિશ્વમાં ભરડો લીધો છે જે ભરડામાંથી બચવા માટે વેક્સીન એજ સારો ઉપાય છે, માટે સૌ ગ્રામ જનોની માંગણી ને ધ્યાને લઈ આગેવાનો સાથે સંકલન કરી ખોલવડ શુભમ રો હાઉસની વાડી સમય સવારે 10 થી સાજે 05 સુધી ખોલવડ ગામના સરપંચ હારુનભાઈ તૈલી અને ખોલવડ-1 તાલુકા પંચાયતના સદસ્ય એઝાઝ તૈલીના નેજા હેઠળ રસીકરણ ઉત્સવનું આયોજન કર્યું હતું. ઉમર મર્યાદા 45 થી ઉપર ના સૌ ગામવાસીઓ રસી નો પહેલો ડોઝ નો એ લાભ લીધા હતા. પોતાનો આધારકાર્ડ ફરજીયાત સાથે લાવવાનો અને બતાવી રસી…

Read More

દિયોદર પંથકની પોલીસે કોરોના ગાઈડ લાઈન ચુસ્ત ને લઈ પ્રજા જોગ લગ્ન યોજવાને લઈ સંદેશો જારી કર્યો

હિન્દ ન્યૂઝ, દિયોદર      બનાસકાંઠા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેશ નો વધારો જોઈ વહીવટી તંત્ર દ્વારા આરોગ્ય વિભાગ ને સાથે પોલીસ વિભાગને પણ સતર્ક તા રાખવા આદેશો જારી કર્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના વિવિધ તાલુકા આરોગ્ય વિભાગ સાથે જિલ્લાના તાલુકામાં આવેલા પોલીસ મથકમાં નોટિફિકેશન બહાર પાડી કોરોના મહામારી ફેલાવવા અટકાવવા મથામણ હાથ ધરી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લા નો કોરોના આંક મા વધારો જોતા નગર પાલિકા ની બજારો વેપારીઓ સ્વેચ્છાએ બંધ પાળવા નિર્ણય લીધો છે ત્યારે પાલનપુર, ડીસા, સાથે ભાભર નગર પાલિકા ના વેપારીઓ શનિ રવિ સ્વેચ્છાએ બંધ રાખવા નિર્ણય કર્યો…

Read More

લાખણી ખાતે ઠાકોર સેના ફરી એકવાર મેદાનમાં 

હિન્દ ન્યૂઝ, લાખણી    સમાજ ની સંસ્કૃતિ ને નુકસાન કરતા અને બેફામ ગીતો ગાઈને સમાજ ની મર્યાદા ને નુકશાન કરતા કલાકારો સામે લાખણી તાલુકા નાં ઠાકોર સેના અને સમાજ ના આગેવાનો દ્વારા આજે આગથળા પોલીસ સ્ટેશનમાં અરજી આપી ખરાબ ગીતો ગાવા વાળા કલાકારો સામે કડકમાં કડક કાર્યવાહી થાય એવી માગણી સાથે અરજી દાખલ કરવામાં આવી. રિપોર્ટર : પ્રહલાદ ઠાકોર, લાખણી

Read More

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ની ચૂંટણીમાં ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના માન્ય ઉમેદવાર મુકેશભાઈ જશવંતભાઈ પટેલને વિજ્યી બનાવવા મહા મંડળ ના હોદ્દેદારોની અપીલ

હિન્દ ન્યૂઝ, ડભોઈ     આગામી ૨૫ એપ્રિલના રોજ ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના જુદા જુદા સંવર્ગના સભ્યોની ચૂંટણી યોજાનાર છે ત્યારે ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ -મહામંડળ દ્વારા ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક કર્મચારી વર્ગ ના મત વિભાગ (૬) માટે છોટાઉદેપુર જિલ્લા ઘટક સંઘના પ્રમુખ મુકેશભાઈ જશવંતભાઈ પટેલને માન્ય ઉમેદવાર તરીકે જાહેર કરેલ છે અને મુકેશભાઈ પટેલ ને જંગી બહુમતીથી જીતાડવા માટે મહામંડળ- સંઘના હોદ્દેદારો પ્રમુખ ભરતકુમાર આર પટેલ (દાઢી) તથા મહામંત્રી રમેશભાઈ.બી ઠક્કરે સંયુક્ત નિવેદન દ્વારા આ વિભાગના રાજયભરના શિક્ષકોને અપીલ કરી છે. આમ પણ…

Read More

કોરોના સંબંધિત ગાઇડ લાઇનના ડભોઇમાં અમલીકરણ બાબતે આઈ.જી.પી.- એસ.પી. સહિતના ઉચ્ચ અધિકારીઓ ડભોઇ ની મુલાકાતે – મેરેથોન બેઠકો યોજી

હિન્દ ન્યૂઝ, ડભોઈ      હાલમાં ગુજરાત રાજ્યમાં અને ડભોઇ નગર તેમજ તાલુકામાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે અને નવા સંક્રમિત કેસોની સંખ્યામાં નોંધપાત્ર ઉછાળો આવી રહ્યો છે ત્યારે ડભોઇ વિસ્તારમાં સરકાર દ્વારા જાહેર થયેલી કોવીડ ગાઇડ લાઇનનું ચુસ્તપણે પાલન થાય તે માટે આજરોજ એસ.પી અને igp સહિતના ઉચ્ચ અધિકારીઓએ ડભોઈ નગરની મુલાકાત લીધી હતી અને સ્થાનિક પોલીસ તંત્રના જવાબદાર અધિકારીઓ ને જરૂરી માર્ગદર્શન અને સૂચના આપી મેરેથોન બેઠકોનો દોર શરૂ કર્યો હતો. પોલીસ તંત્રના અધિકારી સુધીર દેસાઈ ના જણાવ્યા અનુસાર હવેથી ડભોઇમાં કોવીડ ગાઇડ લાઇનનું ચુસ્તપણે પાલન કરાવવામાં…

Read More

વડોદરા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન અશ્વિનભાઇ પટેલનું ડભોઇ બી.આર.સી ભવન ખાતે સન્માન

હિન્દ ન્યૂઝ, વડોદરા  હાલ વડોદરા જિલ્લા પંચાયતમાં દરેક સમિતિઓ ની વહેંચણીની કામગીરી પૂર્ણ થઇ ગયેલ છે . જેમાં વડોદરા જિલ્લા પંચાયતની સીમળીયા બેઠક ઉપરથી વિજયી બનેલા અશ્વિનભાઈ પટેલ (વકિલ)ને વડોદરા જિલ્લા પંચાયતમાં ખૂબ મહત્વ ની શિક્ષણ સમિતિના ચેરમેનનું પદ સોંપવામાં આવ્યું છે. અશ્વિનભાઈ પટેલ કે ભાજપના કમૅઠ કાર્યકર છે અને વ્યવસાયે વકીલ છે જેઓ ખૂબ જ શિક્ષિત અને સતત પ્રજાજનોના સંપર્કમાં રહેનાર વ્યક્તિ છે . જેથી અશ્વિનભાઈ પટેલને જે આ જવાબદારી મળી છે તે તેઓ નિષ્ઠાપૂર્વક કરશેજ અને શિક્ષણ ક્ષેત્રે રહેલી કેટલીક સમસ્યાઓને દૂર કરી ગ્રામ્ય સ્તરે શિક્ષણનું સ્તર ઊંચું…

Read More

તળાજા યાર્ડ મા M.S.P. ખરીદી ટેકા ના ભાવ નુ તરકટ અને એમાં ચોરી ના બનાવ સામે આવ્યા : દશરથસિંહ ગોહિલ તણસા

હિન્દ ન્યૂઝ, તળાજા      તળાજા મા ઘંઉ ની ખરીદી (M.S.P.) ટેકા ના ભાવે ના મજુરો અને સ્ટાફ તેમજ ગોડાઉન ઈનચાર્જ ના ઈશારે ખેડુતો ના ઘંઉ ચોરી કરી ત્યારે ખેડૂતો એ સવારે યાર્ડ મા આવ્યા, તો માલુમ થયું કે ઘંઉ ઓછા થયા છે. તો મંજુર તેમજ નિગમ ના ખરીદ ના હાજર કર્મચારીઓ ને જાણ કરતા તેઓએ ખેડૂતોને જુઠા આશ્વાશન આપ્યા કે, “સાહેબ આવે તો કેમેરા ખોલાવી ને જોય આપવું” પણ થોડો સમય પસાર થતા નિગમ ના કર્મચારીઓ એ કાકીડા જેમ રંગ બદલ્યો અને ખેડૂતો ને મૂર્ખ બનાવવાનું કર્યુ કે ઓથોરોટી…

Read More