લગ્નની લાલચ આપી સગીરાને ભગાડી જનાર ને દિયોદર ની સેસન્સ કોર્ટે પાંચ ગુન્હાઓમાં 29 વર્ષ ની સજા અને 25 હજારનો દંડ ફટકાર્યો

હિન્દ ન્યૂઝ, દિયોદર

દિયોદર ના કુવાતા ની સગીરાને ભગાડી જઈ 6 માસ સુધી ગોંધી રાખનાર રમેશભાઈ નારણભાઈ વણકર મોરવાડા વાળા ને 363 ના ગુન્હા માં 5 વર્ષ 366 ના ગુન્હામાં 7 વર્ષ 376 ના ગુન્હામાં 10 વર્ષ પોસ્કો એકટ મુજબ 10 વર્ષ પાંચ એલ મુજબ 7 વર્ષ એમ મળી કુલ 29 વર્ષ ની સજા અને દરેક ગુન્હામાં 5 હજારનો દંડ એમ કુલ 25 હજાર નો દંડ ફાટકારતી દિયોદર ની સેસન્સ કોર્ટ સજા આપતા કોર્ટમાં સ્નાતો છવાઈ ગયો હતો.

દિયોદર પોસ્ટે ફર્સ્ટ ગુન્હા રજીસ્ટર નંબર 97/2015 ઇપીકો 376,363,366,તથા પોસ્કો એકટ 3સી,4,5-એલ 9 એલ મુજબ સુઇગામ તાલુકાના મોરવાડા ગામનો રમેશભાઈ નારણભાઇ વણકર ઉવ 22 વર્સનાઓએ દિયોદર તાલુકા ના કુવાતા ગામની સગીરાને ભગાડી ગાંધીધામના કીડાણા ગમે લઈ જઈ લગ્નની લાલચ આપી 6 માસ સુધી ગોંધી રાખેલી જે બાબતે સગીરાના પિતાએ દિયોદર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવી હતી. જે ગુન્હા બાબતે નો કેશ દિયોદર ની સેસન્સ કોર્ટમાં કેસ ચાલી જતા આરોપી રમેશભાઈ નારણભાઇ વણકર રહે મોરવાડા ના વિરુધ્ધ તમામ સંયોજિક પુરાવાઓ પડતા અને સરકારી વકીલ ડી વી ઠાકોર ની ફરિયાદી તરફે ધારદાર દલીલો કરતા દિયોદર સેસન્સ કૉર્ટ ના જજ કે.એશ.હિરપરા એ દલીલો ગ્રાહ્ય રાખી આરોપીને પોસ્કો એકટ સહિત જુદા જુદા પાંચ ગુન્હાઓ સાબિત થયાનું પુરવાર થતા અલગ અલગ ગુન્હાઓ માં કુલ 29 વર્ષ નો કારાવાસ અને 25 હજારનો દંડ ફટકાર્યો હતો અને સમાજમાં ગુન્હાઈત પ્રવૃતિઓ કરતા લોકો ને સજા ફટકારી દાખલો બેસાડ્યો હતો.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment