મામલતદાર કચેરી લાખણી ખાતે કલેક્ટર પી.એસ.આઇ તાલુકા પ્રમુખ તેમજ લાખણી ના વિવિધ વેપારી એસોસીએશનોની મિટીંગ

હિન્દ ન્યૂઝ, લાખણી

     હાલમાં કોરોના સંક્રમણ વધેલ હોઇ, તે અનુસંધાને સંક્રમણ ને નિયંત્રણ માં લેવા માટે આજરોજ મામલતદાર કચેરી લાખણી ખાતે કલેક્ટર પી.એસ.આઇ તાલુકા પ્રમુખ તેમજ લાખણી ના વિવિધ વેપારી એસોસીએશનોની મિટીંગ રાખવામાં આવેલ. લાખણી તાલુકા માં કોરોના વાયરસનું સંક્રમણ અટકાવા માટે ખુબ જ ઉકાણ પૂર્વક ચર્ચા વિચારણાં કરવામાં આવી. તમામ ચર્ચા વિચારણાના એને નક્કી કરવામાં આવેલ કે લાખણી મુકામે સવારે 8-00 થી બપોરે 2-00 વાગ્યા સુધી તમામ વેપાર ધંધા ચાલુ રહેશે અને 2-00 વાગ્યા પછી તમામ વહેપાર ધંધા બંધ રાખવાના રહેશે. શનિવાર, રવિવાર તમામ વેપાર ધંધા સંપૂર્ણ બંધ રાખવા નો નિર્ણય લેવામાં આવેલ છે. આ બંધનો અમલ તા.20/04/2021 થી 30/04/2021 સુધી રહેશે.

રિપોર્ટર : ભરત ચૌહાણ, લાખણી

Related posts

Leave a Comment