હિન્દ ન્યૂઝ, કાલાવડ
હાલ કોરોના વાઈરસે ભારત સહિત સમગ્ર વિશ્વને ભરડામાં લીધો છે અને અસંખ્ય લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હાલની વિકટ પરિસ્થિતિમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. જેને પરિણામે તમામ નાની મોટી હોસ્પિટલો હાઉસફુલ થઈ ગઈ છે, ત્યારે જામનગરમાં કોઈપણ હોસ્પિટલમાં દાખલ ભરવાડ સમાજના દર્દીઓના સગાને રહેવા જમવા માટેની વ્યવસ્થા નવાગામ ઘેડમાં આવેલ શ્રી ગોપાલક કુમાર છાત્રાલયમાં શરૂ કરવાનું જામનગર જિલ્લા ભરવાડ સમાજના આગેવાનો દ્વારા નક્કી કરવામાં આવેલ.
જેમા ફૂલ નહી તો ફૂલની પાંખડી સમાન કાલાવડ તાલુકાના રણુંજા ધામે આવેલ શ્રી રામદેવપીર મંદિર નવા રણુંજા – હિરાબાપાની જગ્યા તરફથી ૨૫ પલંગ અને ૨૫ ગાદલાના સેટ આ કાર્યમાં ભેટ (દાન) આપવામાં આવેલ છે અને શ્રી રામદેવપીર દેવસ્થાન સમિતિ તરફથી અપીલ કરવામાં આવે છે કે હાલની કોરોનાની ભયંકર પરિસ્થિતિને ગંભીરતાથી ધ્યાનમાં લઈને કોઈપણ લગ્નપ્રસંગ, માતાજીના માંડવા કે ધાર્મિક પ્રસંગો સદંતર બંધ રાખે અને માઠા પ્રસંગમાં પણ ઉતરક્રિયા (પાણીઢોર) બંધ રાખીને ટેલીફોનીક બેસણું રાખે તેવી નમ્ર વિનંતી કરવામાં આવેલ.
અહેવાલ : ભોજાભાઈ ટોયટા, નિકાવા