દિયોદર વી. કે. વાઘેલા હાઈસ્કૂલના કેમ્પસમાં કોવિડ 19 સેન્ટર ઉભું કરાશે

હિન્દ ન્યૂઝ, દિયોદર      બનાસકાંઠા જિલ્લાના દિયોદર અને ગ્રામીણ વિસ્તારમાં કોરોના વાઇરસના કેસો માં વધારો થઈ રહો છે. દિન પ્રતિદિન વધતા જતા કેસોને લઈ કોવિડ 19 કેર સેન્ટર શરૂ કરવા માટે સેવાભાવી લોકો આગળ આવ્યા છે. જેમાં દિયોદર રેફરેલ હોસ્પિટલમાં માત્ર 10 બેડની હોસ્પિટલ હોવાથી દર્દીઓને પૂરતી સેવા મળતી નથી, જેથી દિયોદરના રાજવી પ્રવિણસિંહ વાઘેલા એ પરિસ્થિતિને ધ્યાને લઇ જરૂરિયાત મંદો માટે દિયોદર વી. કે. વાઘેલા હાઈસ્કૂલના કેમ્પસમાં કોવિડ 19 કેર સેન્ટર શરૂ કરવા બિંડુ ઝડપ્યું છે. જેમાં પ્રવિણસિંહ વાઘેલા એ જણાવેલ કે કોરોના વાઇરસની ગંભીર મહામારી વચ્ચે સાવચેતી…

Read More

દિયોદર રેફરેલ હોસ્પિટલ કોવિડ 19 કેર સેન્ટર ની ધારાસભ્ય મુલાકાત લીધી

હિન્દ ન્યૂઝ, દિયોદર બનાસકાંઠા જિલ્લા માં કોરોના વાઈરસ ની મહામારી ચાલી રહી છે. જેમાં વધતા જતા કેસો ને લઈ વહીવટી તંત્ર માં દોડધામ મચી જવા પામી છે. જેમાં દિયોદર રેફરેલ હોસ્પિટલ ખાતે લોક ફાળા એકઠો કરી આરોગ્ય વિભાગ દ્વારા કોવિડ 19 કેર સેન્ટર શરૂ કરવામાં આવી છે. જેમાં આજે દિયોદર ના ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા, પૂર્વ ધારાસભ્ય અનિલભાઈ માળી, પ્રવિણસિંહ વાઘેલા, બી કે જોષી આગેવાનો ને કેર હોસ્પિટલ ની મુલાકાત લીધી હતી. જેમાં હોસ્પિટલમાં જરૂરિયાત મુજબ સેવા આપવા આહવાન કર્યું હતું આ બાબતે દિયોદર ના ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા એ જણાવેલ કે…

Read More

રાજપીપળા કોવિડ હોસ્પિટલ ખાતે ઓક્સિજન ટેન્ક ની સુવિધા : ઓક્સિજન નો પૂરતો જથ્થો રહેશે ઉપલબ્ધ

હિન્દ ન્યૂઝ, રાજપીપળા  નર્મદા જિલ્લામાં કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજનની ઘણી વખત તકલીફ પડતી હતી. હાલમાં કોરોનાના કેસ પણ દિન-પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે અહીંયા સારવાર લેવા માટે આવતા દર્દીઓને ઓક્સિજન મેળવવામાં પડતી તકલીફ દૂર કરવા ઓક્સિજન બોટલો બહારથી તાત્કાલિક મંગાવાતા હતા, ત્યારે હવે નર્મદા જિલ્લાના રાજપીપળા કોવિડ હોસ્પિટલને ઓક્સિજન ટેન્ક મળતાં દર્દીઓ માટે સારવારમાં ઘણી રાહત રહેશે. નર્મદા જિલ્લાના કોવિડ હોસ્પિટલમાં દર્દીઓને પડતી મુશ્કેલી બાબતે ભરૂચ સાંસદ મનસુખ વસાવા, ગીતાબેન રાઠવા રૂબરૂ ગયા હતા અને હોસ્પિટલ દર્દીઓને પડતી તકલીફો બાબતેરૂબરૂ તાગ મેળવ્યો હતો આ બાબતે તેમને આરોગ્ય મંત્રી નીતિન પટેલ ને…

Read More

૧૬ લાખની કિંમતની અધ્યતન એમ્બ્યુલન્સ વાન લોકસેવા માટે અર્પણ કરતી-ડી.એચ.ક્યુબ કંપની કોરોના દર્દી માટે સહાયરૂપ અદ્યતન ટેકનોલોજીવાળી એમ્બ્યુલન્સ

હિન્દ ન્યૂઝ, નડિયાદ  ખેડા જિલ્લા કલેકટર આઈ.કે પટેલ દ્વારા આ કોરોનાની મહામારીમાં જિલ્લાના નાગરિકોની સુખાકારી જળવાઇ રહે તે માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. હાલ છેલ્લા થોડાક દિવસોથી કોરોનાના કેસો  ખૂબ વધી રહ્યા છે ત્યારે જિલ્લાની મહત્તમ હોસ્પિટલોને કોવિડ કેર સેન્ટરમાં ફેરવવામાં આવી છે. નાગરિકોને ઝડપથી ઓક્સિજન, દવાઓ અને ઇન્જેક્શન સહિતની સેવાઓ મળી રહે તે માટે જિલ્લા કલેકટર આઈ.કે પટેલની દેખરેખ હેઠળ જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય તંત્ર સતત કામગીરી કરી રહ્યું છે. જેના ફળ સ્વરૂપે ખેડા જિલ્લાના વાસણા-બુઝર્ગ  ગામે આવેલી ડી.એચ.ક્યુબ કંપની તરફથી અંદાજે રૂ. ૧૬ લાખની કિંમતની…

Read More

દિયોદર ના ચિભડા ગામની પરણિત મહિલા એ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

હિન્દ ન્યૂઝ, દિયોદર બનાસકાંઠા જિલ્લા ના દિયોદર તાલુકા ના ચિભડા ગામે એક સંતાન ની પરણિત મહિલાએ જિંદગી થી કંટાળી ઝેરી દવા પીને જીવન ટૂંકાવતા સમગ્ર પથક માં ભારે ચકચાર મચી જવા પામી છે. જાણવા મળતી માહિતી મુજબ પાટણ જિલ્લાના રૂપપુર ગામની હેતલબેન પ્રજાપતિ ના લગ્ન ચાર વર્ષ અગાવું દિયોદર તાલુકાના ચિભડા ગામે રહેતા અશોકભાઈ પ્રજાપતિ સાથે સમાજ ના રીત રિવાજ મુજબ થયા હતા જેમાં હેતલબેને એક પુત્ર ને જન્મ આપ્યો હતો. જેમાં છેલ્લા ઘણા સમય થી સાસરિયા પક્ષ અને પતિ દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હતો માનસિક ત્રાસથી કંટાળી હેતલબેન…

Read More

દિયોદર ના વેપારીઓ ગુટકાના ભાવ વધારી ઉધારી લૂંટ કરી રહ્યા છે, ગુટકાનું રૂ.132 નું પેકેટ 200 થી 250 થઈ ગયું

હિન્દ ન્યૂઝ, દિયોદર     દિયોદર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના ગુટકાની ખૂબ જ માંગ હોય છે. વિવિધ ગુટકાઓની વ્યસન કરતા તેના વગર રહી શકતા નથી ત્યારે કોરોનાની મહામારી ના લીધે કેન્દ્ર સરકાર દ્વારા પ્રથમ વાર કરાયેલા લોકડાઉન દરમિયાન રૂપિયા પાંચમાં વેચાતી ગુટકાની પડેકી રૂપિયા પચીસ થઈ ગઈ હતી. તે સમયે ગુટકાનો સંગ્રહ કરનાર વેપારીઓ એ લાખો રૂપિયાની કમાણી કરી હતી. ત્યારે હાલ માં પણ ગુજરાત લોકડાઉન થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. ગુટકાનું પેકેટ રૂ. 132 માં વેચાતું હતું. તેની હાલમાં વેપારીઓ એ અછત સજ્જતા રૂ. 200 થી 250 માં વેચી…

Read More

દિયોદર તેમજ આજુ બાજુ ના વિસ્તાર માટે હેલ્પ લાઈન નંબર જાહેર

  હિન્દ ન્યૂઝ, દિયોદર બનાસકાંઠા જિલ્લા માં તેમજ સમગ્ર રાજ્યમાં સતત કોરોના વાઈરસની ગંભીર બીમારી ચાલી રહી છે જેમાં દિન પ્રતિદિન કોરોના વાઈરસના કેસો સામે આવી રહ્યા છે. જેમાં દિયોદર શહેર અને ગ્રામીણ વિસ્તારમાં પણ કોરોના વાઈરસ નું સંક્રમણ વધતા દિયોદરના રાજવી ગિરિરાજસિંહ વાઘેલા દ્વારા એક હેલ્પ લાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે જેમાં દિયોદર અને આજુ બાજુ વિસ્તારમાં કોરોના સંક્રમિત દર્દીઓને જરૂરિયાત મુજબ સેવાઓ મળી રહે તે માટે હેલ્પ લાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં 7041420505 નંબર તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવ્યો છે. જેમાં દર્દીઓ ને સુવિધા મળી…

Read More

ખેડા જિલ્લામાં રસીકરણની ઝુંબેશને વેગ

હિન્દ ન્યૂઝ, ખેડા       નડિયાદ- વિશ્વવ્યાપી કોવીડ – ૧૯ મહામારીના સંક્રમણ સામે આરોગ્ય રક્ષા કવચ આપતું કોરોના રસીકરણ અભિયાન ખેડા જિલ્લામાં પૂરજોશમાં ચાલી રહ્યું છે. જિલ્લા આરોગ્ય તંત્રે જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ રસીકરણને વેગવાન બનાવવામાં આવ્યું છે. સમગ્ર રાજયમાં વિના મૂલ્‍યે કોરોના રસીકરણના કાર્યક્રમ યોજાઇ રહયાં છે ત્‍યારે રાજયનાં તમામ જિલ્‍લાઓમાં વહિવટી તંત્ર દ્વારા વિનામૂલ્‍યે રસીકરણ કાર્યક્રમો તથા કેમ્‍પોનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ કાર્યક્રમ અંતર્ગત ખેડા જિલ્લામાં પણ જિલ્લા વહિવટી તંત્ર દ્રારા રસીકરણ જૂંબેશ હાથ ધરવામાં આવી છે. જિલ્‍લામાં તા.૧લી માર્ચ-૨૧થી શરુ થયેલા કોરોના…

Read More

ગીર-સોમનાથ જિલ્લાના એપીએમસી ખરીદ કેન્દ્રો ખાતે લઘુત્તમ ટેકાના ભાવે ઘઉં/ચણા ખરીદી ૨૫ એપ્રીલ સુધી બંધ રહેશે

હિન્દ ન્યૂઝ, ગીર-સોમનાથ ગીર-સોમનાથ જિલ્લાનાં એપીએમસી ખરીદ કેન્દ્રો ખાતેથી ખેડૂત પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે ચણા અને ઘઉં ખરીદી કરવામાં આવે છે. હાલમાં કોરોના સંક્રમણના કારણે ખરીદ સેન્ટરના અધિકારી/કર્મચારી, ગ્રેડર, ઓપરેટર, લેબર સહિતના કોરોના સંક્રમીત થયેલ હોય અને બહારથી આવતા ખેડૂતોમાં સંક્રમણનો ફેલાવો ન થાય તે હેતુથી અને જાહેર આરોગ્યની જાળવણી હેતુસર જિલ્લાનાં તમામ એપીએમસી ખરીદ કેન્દ્રો ખાતે લઘુત્તમ ટેકાના ભાવે ચણા તેમજ ઘઉંની ખરીદી આજરોજ થી તા. ૨૫/૦૪/૨૦૨૧ સુધી બંધ રાખવામાં આવી છે. જિલ્લા પુરવઠા અધિકારી સુશીલ પરમારની યાદીમાં જણાવાયું છે.

Read More

દિયોદર તાલુકાના સોની ગામ નું ચૌધરી સમાજનું ગૌરવ

હિન્દ ન્યૂઝ, દિયોદર     દિયોદર તાલુકાના સોની ગામે રહેતા મમતાબેન ચૌધરી બી એસ એફ માં પંજાબ ખાતે પસંદગી થતાં આજરોજ તેમના કુટુંબ જનોએ કંકુ ચોખા થી વધાવ્યા હતા અને ગ્રામ જનો તેમજ આગેવાનો સગા સંબંધીઓ ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા અને આજે બનાસકાંઠા અને દિયોદર તાલુકા માં તેમજ સોની ગામ અને ચૌધરી સમાજ નું ગૌરવ વધાર્યુ છે તે બદલ અભિનંદન પાઠવ્યા હતા. અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Read More