રાજપીપળા કોવિડ હોસ્પિટલ ખાતે ઓક્સિજન ટેન્ક ની સુવિધા : ઓક્સિજન નો પૂરતો જથ્થો રહેશે ઉપલબ્ધ

હિન્દ ન્યૂઝ, રાજપીપળા 

નર્મદા જિલ્લામાં કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજનની ઘણી વખત તકલીફ પડતી હતી. હાલમાં કોરોનાના કેસ પણ દિન-પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે અહીંયા સારવાર લેવા માટે આવતા દર્દીઓને ઓક્સિજન મેળવવામાં પડતી તકલીફ દૂર કરવા ઓક્સિજન બોટલો બહારથી તાત્કાલિક મંગાવાતા હતા, ત્યારે હવે નર્મદા જિલ્લાના રાજપીપળા કોવિડ હોસ્પિટલને ઓક્સિજન ટેન્ક મળતાં દર્દીઓ માટે સારવારમાં ઘણી રાહત રહેશે. નર્મદા જિલ્લાના કોવિડ હોસ્પિટલમાં દર્દીઓને પડતી મુશ્કેલી બાબતે ભરૂચ સાંસદ મનસુખ વસાવા, ગીતાબેન રાઠવા રૂબરૂ ગયા હતા અને હોસ્પિટલ દર્દીઓને પડતી તકલીફો બાબતેરૂબરૂ તાગ મેળવ્યો હતો આ બાબતે તેમને આરોગ્ય મંત્રી નીતિન પટેલ ને પત્ર લખ્યો હતો. આ ઓક્સિજન ટેન્ક આવતા તેમાં ઓક્સિજન સ્ટોરેજ રાખી શકાશે અને જે દર્દીઓને ક્સિજન જોઈએ તે આપી શકાશે. ઓક્સિજનની હવે જે તકલીફ પડતી હતી. તેમાં ઘણી રાહત થશે આ ટેન્ક આવી છે. જેને ઓક્સિજનના સપ્લાય સાથે જોડી દેવામાં આવશે એટલે જેનાથી જે તે બેડ પર ઑક્સિજન કે વેન્ટીલેટરને પૂરતો અટકયા વગર ઑક્સિજન મળતો રહેશે.

રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં હવે જરૂરિયાતનાં સાધનો આવવા લાગ્યા છે. અગાઉ વેન્ટીલેટર આવી ગયા અને આજે ૧ હજાર લીટરની ક્ષમતા ધરાવતી બે ટેન્ક અને ૨૫૦ લિટરની ક્ષમતા ધરાવતી બે ટેન્ક એટલે કે કુલ ૨૫૦૦ લીટર ક્ષમતા ધરાવતી ઓક્સિજન ટેન્ક આવી ગઈ છે. હવે ઑક્સિજનનો પૂરતો સ્ટોક રહી શકશે.

રિપોર્ટર : અંકુર ઋષિ, રાજપીપળા 

Related posts

Leave a Comment