દિયોદર રેફરેલ હોસ્પિટલ કોવિડ 19 કેર સેન્ટર ની ધારાસભ્ય મુલાકાત લીધી

હિન્દ ન્યૂઝ, દિયોદર

બનાસકાંઠા જિલ્લા માં કોરોના વાઈરસ ની મહામારી ચાલી રહી છે. જેમાં વધતા જતા કેસો ને લઈ વહીવટી તંત્ર માં દોડધામ મચી જવા પામી છે. જેમાં દિયોદર રેફરેલ હોસ્પિટલ ખાતે લોક ફાળા એકઠો કરી આરોગ્ય વિભાગ દ્વારા કોવિડ 19 કેર સેન્ટર શરૂ કરવામાં આવી છે. જેમાં આજે દિયોદર ના ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા, પૂર્વ ધારાસભ્ય અનિલભાઈ માળી, પ્રવિણસિંહ વાઘેલા, બી કે જોષી આગેવાનો ને કેર હોસ્પિટલ ની મુલાકાત લીધી હતી. જેમાં હોસ્પિટલમાં જરૂરિયાત મુજબ સેવા આપવા આહવાન કર્યું હતું આ બાબતે દિયોદર ના ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા એ જણાવેલ કે હાલ કોરોના વાઈરસ ની ગંભીર મહામારી ચાલી રહી છે. દર્દીઓ ને જગ્યા નથી મળતી જિલ્લા ના દરેક તાલુકા માં ઓક્સિજન નો પુરવઠો નથી સરકાર તાત્કાલિક ધોરણે ઓક્સિજન નો પુરવઠો પોહચાડે લોકો ને સાવચેતી ના ભાગરૂપે સરકાર યોગ્ય પગલાં ભરે તેવી રજુઆત કરી હતી.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment