દિયોદર વી. કે. વાઘેલા હાઈસ્કૂલના કેમ્પસમાં કોવિડ 19 સેન્ટર ઉભું કરાશે

હિન્દ ન્યૂઝ, દિયોદર

     બનાસકાંઠા જિલ્લાના દિયોદર અને ગ્રામીણ વિસ્તારમાં કોરોના વાઇરસના કેસો માં વધારો થઈ રહો છે. દિન પ્રતિદિન વધતા જતા કેસોને લઈ કોવિડ 19 કેર સેન્ટર શરૂ કરવા માટે સેવાભાવી લોકો આગળ આવ્યા છે. જેમાં દિયોદર રેફરેલ હોસ્પિટલમાં માત્ર 10 બેડની હોસ્પિટલ હોવાથી દર્દીઓને પૂરતી સેવા મળતી નથી, જેથી દિયોદરના રાજવી પ્રવિણસિંહ વાઘેલા એ પરિસ્થિતિને ધ્યાને લઇ જરૂરિયાત મંદો માટે દિયોદર વી. કે. વાઘેલા હાઈસ્કૂલના કેમ્પસમાં કોવિડ 19 કેર સેન્ટર શરૂ કરવા બિંડુ ઝડપ્યું છે. જેમાં પ્રવિણસિંહ વાઘેલા એ જણાવેલ કે કોરોના વાઇરસની ગંભીર મહામારી વચ્ચે સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે.

જેમાં પ્રવીણ સિંહ વાઘેલા એ પત્ર લખીને જણાવેલ કે કોરોના સંક્રમિત દર્દીઓને પૂરતા પ્રમાણમાં સારવાર મળી રહે તે માટે દિયોદર વી .કે વાઘેલા હાઈસ્કૂલમાં કોવિડ 19 કેર સેન્ટર શરૂ કરવા માટે જિલ્લા વહીવટી તંત્રને પત્ર લખ્યો છે. જેમાં સ્વખર્ચે આ કોવિડ 19 સેન્ટર શરૂ કરવામાં આવશે. જેમાં વી. કે .વાઘેલા હાઈસ્કૂલમાં 42 રૂમ સાથે વિશાળ જગ્યા હોવાથી કોવિડ 19 સેન્ટર શરૂ કરવામાં આવશે.

અહેવાલ : પ્રદીપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment