૧૬ લાખની કિંમતની અધ્યતન એમ્બ્યુલન્સ વાન લોકસેવા માટે અર્પણ કરતી-ડી.એચ.ક્યુબ કંપની કોરોના દર્દી માટે સહાયરૂપ અદ્યતન ટેકનોલોજીવાળી એમ્બ્યુલન્સ

હિન્દ ન્યૂઝ, નડિયાદ 

ખેડા જિલ્લા કલેકટર આઈ.કે પટેલ દ્વારા આ કોરોનાની મહામારીમાં જિલ્લાના નાગરિકોની સુખાકારી જળવાઇ રહે તે માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. હાલ છેલ્લા થોડાક દિવસોથી કોરોનાના કેસો  ખૂબ વધી રહ્યા છે ત્યારે જિલ્લાની મહત્તમ હોસ્પિટલોને કોવિડ કેર સેન્ટરમાં ફેરવવામાં આવી છે. નાગરિકોને ઝડપથી ઓક્સિજન, દવાઓ અને ઇન્જેક્શન સહિતની સેવાઓ મળી રહે તે માટે જિલ્લા કલેકટર આઈ.કે પટેલની દેખરેખ હેઠળ જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય તંત્ર સતત કામગીરી કરી રહ્યું છે. જેના ફળ સ્વરૂપે ખેડા જિલ્લાના વાસણા-બુઝર્ગ  ગામે આવેલી ડી.એચ.ક્યુબ કંપની તરફથી અંદાજે રૂ. ૧૬ લાખની કિંમતની અદ્યતન ટેકનોલોજીવાળી એમ્બ્યુલન્સ કોવિડ 19ના દર્દીઓની સારવાર માટે કાયમી ધોરણે જિલ્લા વહીવટીતંત્રને દાનમાં આપવામાં આવેલ છે. જેથી કોરોનાના દર્દીઓને ઓક્સિજન સહિતની સગવડ મળવાથી તેઓનો જીવ બચાવી શકાય અને સરળતાથી તેઓને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં પહોંચાડી શકાય.
  આ પ્રસંગે કંપનીના હરિભાઈ નાયરે જણાવ્યું હતું કે કંપનીએ આ મહામારીમાં કાયમી ધોરણે લોકસેવા થઈ શકે તેવા ઉદ્દેશથી અને જિલ્લા કલેકટર આઈ.કે પટેલ સાથે ચર્ચા-વિચારણા કરીને એમ્બ્યુલન્સ વાહન આપવાનું નક્કી કરેલ છે. જિલ્લાના અગ્રણી અર્જુન સિંહ ચૌહાણની પણ આ અંગે  અમોને પ્રેરણા મળી છે તેમ તેઓએ ઉમેર્યુ હતું.
આ પ્રસંગે નાયબ કલેકટર અને પ્રાંત અધિકારી ઉમંગ પટેલ, ધારાસભ્ય અને જિલ્લા અગ્રણી અર્જુનસિંહ ચૌહાણ, તાલુકા આરોગ્ય અધિકારી ડો.રાહુલ પટેલ, અગ્રણી કલ્પેશસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા કલેકટર આઇ.કે પટેલ દ્વારા કંપનીને જનસેવામાં મદદરૂપ થવા બદલ બિરદાવવામાં આવી હતી.

રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

Related posts

Leave a Comment