દિયોદર ના ચિભડા ગામની પરણિત મહિલા એ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

હિન્દ ન્યૂઝ, દિયોદર

બનાસકાંઠા જિલ્લા ના દિયોદર તાલુકા ના ચિભડા ગામે એક સંતાન ની પરણિત મહિલાએ જિંદગી થી કંટાળી ઝેરી દવા પીને જીવન ટૂંકાવતા સમગ્ર પથક માં ભારે ચકચાર મચી જવા પામી છે. જાણવા મળતી માહિતી મુજબ પાટણ જિલ્લાના રૂપપુર ગામની હેતલબેન પ્રજાપતિ ના લગ્ન ચાર વર્ષ અગાવું દિયોદર તાલુકાના ચિભડા ગામે રહેતા અશોકભાઈ પ્રજાપતિ સાથે સમાજ ના રીત રિવાજ મુજબ થયા હતા જેમાં હેતલબેને એક પુત્ર ને જન્મ આપ્યો હતો. જેમાં છેલ્લા ઘણા સમય થી સાસરિયા પક્ષ અને પતિ દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હતો માનસિક ત્રાસથી કંટાળી હેતલબેન એ ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવ્યું હોવાનું બહાર આવ્યું છે. જેમાં આ બાબતે દિયોદર પોલીસે એડી મુજબ ગુન્હો નોંધી આગળ ની તપાસ હાથ ધરી છે. ચિભડા ગામ ના એક સંતાન ની માતા હેતલ બેન ને સાસરિયા પક્ષ દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાથી આ પગલું ભર્યું છે તેવું મરનાર ના ભાઈએ જણાવ્યું હતું.

હેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment