દિયોદર ના વેપારીઓ ગુટકાના ભાવ વધારી ઉધારી લૂંટ કરી રહ્યા છે, ગુટકાનું રૂ.132 નું પેકેટ 200 થી 250 થઈ ગયું

હિન્દ ન્યૂઝ, દિયોદર

    દિયોદર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના ગુટકાની ખૂબ જ માંગ હોય છે. વિવિધ ગુટકાઓની વ્યસન કરતા તેના વગર રહી શકતા નથી ત્યારે કોરોનાની મહામારી ના લીધે કેન્દ્ર સરકાર દ્વારા પ્રથમ વાર કરાયેલા લોકડાઉન દરમિયાન રૂપિયા પાંચમાં વેચાતી ગુટકાની પડેકી રૂપિયા પચીસ થઈ ગઈ હતી. તે સમયે ગુટકાનો સંગ્રહ કરનાર વેપારીઓ એ લાખો રૂપિયાની કમાણી કરી હતી. ત્યારે હાલ માં પણ ગુજરાત લોકડાઉન થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. ગુટકાનું પેકેટ રૂ. 132 માં વેચાતું હતું. તેની હાલમાં વેપારીઓ એ અછત સજ્જતા રૂ. 200 થી 250 માં વેચી રહ્યા છે.

   દિયોદર તાલુકામાં જુદી જુદી બ્રાન્ડની ગુટકા નો કેટલાય ડિસ્ટ્રીબ્યુટર અને વેપારીઓએ મોટા પ્રમાણ માં સંગ્રહ કરી દીધો છે. કરણ કે. એક- બે દિવસ માં ગુજરાતમાં લોકડાઉન થવાની ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે આ વેપારીઓએ અત્યારથી જ ગુટકાના કાળા બજાર કરવાની શરૂઆત કરી નાખી છે. જો વહીવટી તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તો કાળા બજાર માં ગુટકાનું વેપાર કરતા વેપારીઓ બહાર આવી શકે તેમ છે..

પહેલાં નો હોલ સેલ નો ભાવ અને હાલ નો હોલ સેલ નો ભાવ

(1) સ્સિલ્વ નું પેકેટ 120 ની જગ્યાએ- 160 સુધી

(2) જાફરી નું પેકેટ 132ની જગ્યાએ- 200 થી 250 સુધી

(3) વિમલ નું પેકેટ 122ની જગ્યાએ- 160 સુધી

(4) 500 બીડી ના 320 ની જગ્યાએ- 400 થી 500 સુધી

(5) બુધાલાલ 120 ની જગ્યાએ- 200 થી 250 સુધી

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment