ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિએ ઉમરપાડાનાં મામલતદારને સસ્તા અનાજની દુકાનો ઉપર કાયદાનો અમલ કરાવવા આપેલું આવેદનપત્ર

હિન્દ ન્યૂઝ, ઉમરપાડા ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિએ સસ્તા અનાજની દુકાનો ઉપર કાયદાનો અમલ કરાવવા ઉમરપાડાનાં મામલતદારને આવેદનપત્ર આપ્યું છે. તાલુકા કોંગ્રેસના પ્રમુખ હરેશભાઇ વસાવાનાં નેતૃત્વમાં મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. સસ્તા અનાજની દુકાનો પર ચીજ વસ્તુઓના ભાવોનું બોર્ડ પણ લગાવવામાં આવતું નથી. અનાજની કુપન કઢાવાનાં 10 રૂપિયા લેવામાં આવે છે. કુપન કઢાવવા પાંચ કી.મી. સુધીનું ભાડું ખર્ચવું પડે છે. જે બંધ થવું જોઈએ એવી માંગ આવેદનપત્રમાં કરવામાં આવી છે. રિપોર્ટર : નઝીર પાંડોર, માંગરોળ (સુરત)

Read More

મોડી રાત્રી ના સમય અકસ્માત સર્જાયો ટ્રેકટર ચાલક નો બચાવ

દિયોદર લુદરા નર્મદા કેનાલ પાસે ટ્રક અને ટ્રોલી વચ્ચે અકસ્માત ટ્રક ઝાડ સાથે અથડાતા ડ્રાઈવર નું મોત હિન્દ ન્યુઝ, દિયોદર દિયોદર ના લુદરા નર્મદા કેનાલ પાસે મોડી રાત્રી ના સમય ટ્રેકટર ની ટ્રોલી અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાતા ટ્રક ચાલક નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જેમાં ટ્રેકટર ચાલક નો આબાદ બચાવ થયો હતો. જાણવા મળતી માહિતી મુજબ દિયોદર ભાભર હાઇવે રોડ પર લુદરા નર્મદા કેનાલ પાસે ભાભર તરફ થી બટાટા ભરી ને આવતું ટ્રેકટર ની ટ્રોલી સાથે મોટી ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રક ચાલક એ સ્ટિયરિંગ…

Read More

દેવગઢ બારીયા ખાતે ‘મેગા બ્લડ ડોનેશન’ નો કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યૂઝ, દેવગઢ બારિયા દેવગઢ બારીયા ખાતે ૦૯/૦૩/૨૧ ના રોજ ક્રાઇમ એન્ડ કરપ્સન કન્ટ્રોલ એસોસિએશને 5 વર્ષ સફળતા પૂર્વક પૂર્ણ થવાના શુભ અવસર પર ‘મેગા બ્લડ ડોનેશન’ નો કાર્યક્રમ યોજાવામાં આવ્યો હતો. દેવગઢ બારિયા ની ક્રાઇમ એન્ડ કરપ્સન કન્ટ્રોલ એસોસિએશની ટીમ અને ગામના તથા કાપડી વિસ્તાર ના અગ્રણીઓએ એ ભાગ લીઘો હતો. જેમા 35 યુનીટ બલ્ડ સ્ટોરેજ કરવા મા આવ્યા હતા તેમજ દાહોદ જિલ્લા ઇન્ડિયન રેડક્રોસ ના તબીબો તથા ટેકનિશિયન હાજર રહ્યા હતા. રિપોર્ટર : ફૈજાન મફ્ત, દેવગઢ બારિયા

Read More

આંતરરાષ્ટ્રીય મહિલા દિન ની ઉજવણી નિમિતે ૯ માર્ચના રોજ એક્શન એડ સંસ્થા દ્વારા સંમેલન

હિન્દ  ન્યૂઝ, ડભોઈ મહિલા દિવસ શું છે તે વિશે મહિલાઓને જણાવી સરકારી યોજનઓના મુદ્દા વિશે જણાવ્યુ હતું. ૮મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી નિમિત્તે ડભોઇ ખાતે 250 જેટલી મહિલાઓ અને ભાઈઓને એકત્રિત કરીને સરપંચ યુનિયનની પ્રમુખ સુધીભાઈ અને નારી અદાલત ના અનિતાબેન તેમજ શુશિલા બેન ની ઉપસ્થિતિમાં મહિલાઓને નામે ચાલતી સરકારી યોજનાઓ નું આહવાન કરવામાં આવ્યું હતું. એક તરફ સરકાર રાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરે છે પરંતુ પોતાના જ દેશમાં મહિલાઓ ને થતા અન્યાયો સહન કરવાનો વારો આવ્યો છે. મહિલાઓને મળતા મૂળભૂત હક્કો પૂરતા પ્રમાણમાં મળતાં નથી. જેમાં પ્રધાનમંત્રી આવાસ…

Read More

ખેડા જિલ્લા ખાતે તાલુકા કક્ષાનાં ઔદ્યોગિક ભરતીમેળા તેમજ સ્વરોજગાર શિબિરનું આયોજન

હિન્દ ન્યૂઝ, નડિયાદ પેટા પ્રાદેશિક રોજગાર કચેરી નડિયાદ દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારોના લાભાર્થે તા. ૧૨-૦૩-૨૦૨૧ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે પેટા પ્રાદેશિક રોજગાર કચેરી નડિયાદ, જી.ખેડા ખાતે તાલુકા કક્ષાનાં ઔદ્યોગિક ભરતીમેળા તેમજ સ્વરોજગાર શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. આ ભરતીમેળામાં ૨ નોકરીદાતા હાજર રહેશે. જેમનાં દ્વારા વિવિધ ખાલી જગ્યાઓ માટે ૧૮ થી ૩૫ વર્ષની વય ધરાવતાં ધો.૧૨ પાસ કે તેથી વધુ આભ્યાસ ધરાવતા ઉમેદવારોની વિવિધ ખાલી જગ્યાઓ ભરવા માટે પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.ઉક્ત પાત્રતા ધરાવતા તમામ ઉમેદવારો ભરતીમેળામાં ભાગ લઇ શકશે. ભરતીમેળામાં અસલ પ્રમાણપત્રોની ઝેરોક્ષ, નકલો અને બાયોડેટા તથા પાસપોર્ટ-સાઇઝ…

Read More

દિયોદર ના લવાણા ગ્રામ પંચાયત ખાતે મહિલા દિવસ ની ઉજવણી કરાઈ

હિન્દ ન્યૂઝ, દિયોદર લવાણા ગ્રામ પંચાયત કચેરીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે લવાણા ગ્રામ પંચાયત અને રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન વિભાગ લાખણી આયોજિત મહિલા સન્માન ઉત્કર્ષ અને સરકાર ની યોજનાઓ મહિલાઓ સુધી પહોંચે ગૃહ ઉદ્યોગ શરૂ થાય છેવાડા ની મહિલા કઈ રીતે આર્થિક પગભર થાય એ વિષય પર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા દિવસ નિમિત્તે ગામમાંથી પ્રથમ સરકારી નોકરી લેનાર જતુબેન પરમાર તથા છેલ્લા ૨૫ વર્ષથી આરોગ્ય કર્મચારી તરીકે કામ કરતા નીમુબેન દેસાઈ નું શાલ ઓઢાડી મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. મહિલા ઓ માટે ચાલતી વિવિધ યોજનાઓ અને…

Read More

દિયોદર ખાતે મહિલા દિવસ ની ઉજવણી કરાઈ

હિન્દ ન્યૂઝ, દિયોદર દિયોદર મોડેલ ઇસ્કૂલ 8 માચૅ વિશ્વ મહિલા દિન ની ઉજવણી નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ ગુજરાત રગ્બી ફુટબોલ એસોસિએશન ઓફ ગુજરાત તરફથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં રમત ગમત ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાની સિધ્ધિ પ્રાપ્ત કરેલ બહેનોને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવી હતી. આ કાર્યક્રમ માં મુખ્ય મહેમાન સર્મિષ્ટા ચૌધરી (c.d.p.o )દિયોદર, રત્નીબેન ચૌધરી (એ.એસ આઈ.) દિયોદર, દુસ્યંત ભાઇ એમ. પટેલ (રગ્બી ડેવલોપમેન્ટ ઓફિસર) રગ્બી ફૂટબોલ એસોસિએશન ઓફ ગુજરાત, ડો.પીયૂષ ભાઈ કે.પટેલ (ges-ii) આચાર્ય મોડેલ સ્કૂલ દિયોદર, રાજુભાઈ દેસાઈ (પ્રમુખ) બનાસકાંઠા, મહિલા પોલીસ કર્મચારી, શાળા…

Read More

ગત વર્ષ બટાટા ના ભાવ ઊંચા હતા ચાલુ વર્ષ ગગડી ગયા ખેડૂતો ની હાલત કફોડી બની

દિયોદર મોંઘા ભાવ થી બિયારણ અને ખાતર લાવી બટાટા નું વાવેતર કર્યું પણ ભાવ તળિયે જતા ખેડૂતો માં નિરાશા હિન્દ ન્યૂઝ, દિયોદર બનાસકાંઠા જિલ્લા નું ડીસા બટાટા નગરી નું આભ ગણવામાં આવે છે અને હવે તેની સાથે સમગ્ર જિલ્લા માં મોટાભાગે ખેડૂતો બટાટા ની ખેતી કરી રહ્યા છે. ગત વર્ષ બટાટા ના ભાવ ઊંચા થતા ચાલુ વર્ષ દિયોદર તાલુકા ના મોટાભાગ ના ખેડૂતો એ ઊંચા ભાવ ની આશા એ મોંઘા બિયારણ અને ખાતર લાવી બટાટા નું વાવેતર કર્યું હતું, પરંતુ ચાલુ વર્ષ બટાટા ના ભાવ તળિયે ગયા છે. જેના કારણે…

Read More

હિન્દૂ યુવા સંગઠન ભારત દ્વારા વિશ્વ મહિલા દિવસ નિમિત્તે ડીસાની દીકરીઓને સન્માનિત કરી સ્ત્રી સશક્તિકરણની અનોખી પહેલ કરવામાં આવી હતી

હિન્દ ન્યૂઝ, ડીસા             ડીસામાં કાર્યરત હિન્દૂ યુવા સંગઠન ભારત – બનાસકાંઠા અને ડીસા શહેર દ્વારા અનેક સેવકાર્યો કરવામાં આવે છે. કોરોના મહામારીમાં આ સંગઠન દ્વારા હજારો ભૂખ્યા પરિવારોને ભોજન પીરસી ભગીરથ કાર્ય કરવામાં આવ્યા હતા. ઉપરાંત આ સંગઠન કોઈપણ પ્રકારના રાજકારણથી દૂર રહી સેવાને લગતા અનેક કર્યો થકી બહોળી લોકચાહના મેળવવામાં સફળ રહ્યું છે. ગતરોજ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે પણ આ સંગઠન દ્વારા ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI આર.એમ.ચાવડા બેન, ડીસા વોર્ડ નંબર 8 માંથી તાજેતરમાં જ ચૂંટાયેલ પ્રતિનિધિ ડૉ. ભાવિબેન…

Read More

નડિયાદ ખાતે ગ્રામ હાટને ખુલ્લુ મુકતા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નયનાબેન પટેલ

હિન્દ ન્યૂઝ, નડિયાદ              સખી મંડળની બહેનો દ્રારા ઉત્પાદિત વસ્તુઓનુ સીધુ વેચાણ અર્થે તા. ૮ માર્ચના રોજ આંતરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી નિમીતે નડિયાદ ખાતે આજુબાજુના ગામોની સખી મંડળ દ્રારા (સખી મોલ- નારી શક્તિની આજીવિકાની પહેલ) સખી મંડળની બહેનો દ્રારા ઉત્પાદિત ચીજવસ્તુઓનુ વેચાણ કેન્દ્ર જિલ્લા ગ્રામ હાટ-ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નયનાબેન પટેલ દ્રારા ખુલ્લુ મુકવામાં આવ્યુ હતુ. જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નયનાબેન પટેલે ગ્રામ હાટને ખુલ્લુ મુકતા જણાવ્યુ હતુ કે, આજે મને ખુબ આનંદ થાય છે કે, આંતરાષ્ટ્રીય મહિલા દિવસ નિમીતે ગ્રામ્ય કક્ષાની મારી બહેનોને…

Read More