વસીમ રિઝવીની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે યંગ એકતા ફાઉન્ડેશનના નેજા હેઠળ માંગરોળનાં મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ, માંગરોળ  વસીમ રિઝવી તરફથી ઇસ્લામ ધર્મનાં પવિત્ર કુરાન શરીફમાંથી 26 જેટલી આયતો હટાવવા પ્રશ્ને એક વિવાદી નિવેદન કરી. દેશમાં અરાજકતા અને કોમી રમખાણો ફાટી નીકળે એ પ્રકારનું નિવેદન આપ્યું છે. જેથી એનાં વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી એની ધરપકડ કરવામાં આવે એવી માંગ સાથે આજે તારીખ 15 નાં માંગરોળનાં મામલતદાર ડી.કે. વસાવાને એક આવેદનપત્ર યંગ એકતા ફાઉન્ડેશનના પ્રમુખ કુતુબુંદીન હાફેજીના નેતૃત્વમાં આપવામાં આવ્યું છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે ગત તારીખ 11 મી માર્ચના નામદાર સુપ્રીમ કોર્ટમાં વસીમ રિઝવી એ એક IPL દાખલ કરી છે. એમાં જણાવ્યું છે કે મુસ્લિમ…

Read More

દિયોદર ખેડૂતો ને સરકાર બટાકા ના પોષણક્ષમ અને ટેકા ના ભાવ આપે ખેડૂતો માં રોષ

નાયબ કલેકટર ને આવેદનપત્ર પાઠવી ખેડૂતો એ રજુઆત કરી હિન્દ ન્યૂઝ, દિયોદર વર્તમાન સમય દિયોદર તાલુકા ના ગામો માં મોટાભાગે બટાકા નું વધુ ઉત્પાદન થયું છે. જેમાં એકાએક બટાકા ના ભાવ તળિયે બેસી જતા ખેડૂતો ની હાલત કફોડી બની છે. જે અંગે આજે ભારે આક્રોશ સાથે આવેદનપત્ર આપી રજુઆત કરી હતી. મળતી માહિતી મુજબ કોરોના વાઈરસ વચ્ચે બટાકા ની માંગ વધતા વર્તમાન સમય ખેડૂતો એ સારા ભાવ મળશે તેવી આશા વ્યક્ત કરી મોંઘા બિયારણ લાવી ખેડૂતો એ બટાકા નું વાવેતર કર્યું હતું. જેમાં મોટાભાગે દિયોદર, લાખણી, ડીસા જેવા વિસ્તાર માં…

Read More

થરાદ વાવ હાઇવે પર ટેન્કર માં લાગી આગ ….

હિન્દ ન્યૂઝ, થરાદ થરાદ ના જીઇબી સેન્ટર પાસે ના હાઇવે પર અચાનક ટેન્કર માં લાગ લાગતા અફરાતફરી નો માહોલ… રીલાયન્સ કંપનીના ડિઝલ ભરેલ ટેન્કર માં ટાયર ફાટતાં લાગી આગ….. થરાદ ફાયરવિભાગ ને જાણ કરતાં ફાયરટીમ ઘટના પોહચી આગ પર કરયો કાબુ … હાઇવે પર ટેન્કર માં આગ લાગતાં થોડી વાર માટે ટ્રાફિક જામ થયું ફાયર દ્વારા ભારે જહેમત બાદ આગ પર કાબૂ કરયો.. રિપોર્ટર : પ્રહલાદ ઠાકોર, લાખણી

Read More

બનાસકાંઠાનાં સરહદી વિસ્તારમાં હોળી પહેલાં ખેડૂતોની હૈયાહોળી જીરાના પાકમાં ચરમી નામનો રોગ આવતાં જીરાના પાકની કરાઇ હોળી

હિન્દ ન્યૂઝ, લાખણી        બનાસકાંઠા જિલ્લાનાં સરહદી વાવ થરાદ પંથકનાં ખેડુતોએ સિંચાઇ માટે પાણીના ધાંધીયા વચ્ચે રાતદિવસ મહેનત કરીને મહામુલો રવિપાક તૈયાર કર્યો હતો. પરંતુ છેલ્લે છેલ્લે જીરાના પાકમાં ચરમી નામનો રોગ આવતાં કેટલાક ખેડુતોનો શિયાળુ પાક નિષ્ફળતાના આરે આવતાં ધરતીપુત્ર હતાશા તરફ ધકેલાઇ રહ્યો છે. જેની વચ્ચે બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં વાવના બુકણા ગામનાં ખેડુત મણવર ભાણાભાઈ નાં ખેતરમાં ઉભેલાં જીરાના પાકમાં ચરમી નામનો રોગ આવતાં જીરાના પાકની કાપણી કરી હોળી કરાઇ હોવાની ઘટના સામે આવી હતી.      પાકમાં રોગ આવતાં કંટાળેલા ખેડૂતે પાકમાં બગાડ આવતા થયેલ…

Read More

આણંદના મોગર ગામે સેવાભાવી ભાઈઓ ના સહયોગ થી લોક ફાળો

હિન્દ ન્યૂઝ, આણંદ            સોશિયલ મિડિયા માં વાયરલ વિડિયો ને લઈને આણંદના મોગર ગામે સેવાભાવી ભાઈઓ ના સહયોગ થી લોક ફાળો લેવામાં આવ્યો. મહિસાગર જિલ્લાના ગામ કાનેસર ના ધૈર્યરાજસિંહ રાઠોડ ને મદદ માટે અને સૌને માસુમ બાળકને બચાવવા માટે અપીલ કરવામાં આવી અને શક્તિ પ્રમાણે જેટલું વધુ માં વધુ દાન એકત્રિત થાય અને એમને દાન આપી સહભાગી બની ને દાન કરવા વિનંતી કરવામાં આવી હતી. એક દાન માસૂમ બાળક કે નામ રિપોર્ટર : બળદેવસિંહ બોડાણા, આણંદ

Read More

દિયોદર ખેડૂતો ને સરકાર બટાકા ના પોષણક્ષમ અને ટેકા ના ભાવ આપે ખેડૂતો માં રોષ

નાયબ કલેકટર ને આવેદનપત્ર પાઠવી ખેડૂતો એ રજુઆત કરી હિન્દ ન્યૂઝ, દિયોદર વર્તમાન સમય દિયોદર તાલુકા ના ગામો માં મોટાભાગે બટાકા નું વધુ ઉત્પાદન થયું છે. જેમાં એકાએક બટાકા ના ભાવ તળિયે બેસી જતા ખેડૂતો ની હાલત કફોડી બની છે. જે અંગે આજે ભારે આક્રોશ સાથે આવેદનપત્ર આપી રજુઆત કરી હતી. જાણવા મળતી માહિતી મુજબ કોરોના વાઈરસ વચ્ચે બટાકા ની માંગ વધતા વર્તમાન સમય ખેડૂતો એ સારા ભાવ મળશે તેવી આશા વ્યક્ત કરી મોંઘા બિયારણ લાવી ખેડૂતો એ બટાકા નું વાવેતર કર્યું હતું. જેમાં મોટાભાગે દિયોદર, લાખણી, ડીસા જેવા વિસ્તાર…

Read More

રાજકોટ થી ખોડલધામ સુધી અશ્વસવારી થી અશ્વપ્રેમી ની “અશ્વયાત્રા”

“ખોડલધામ મંદિર ના પુજારી દ્વારા તમામ અશ્વ નું વિશેષ પૂજન” હિન્દ ન્યૂઝ, રાજકોટ                રાજકોટ એટલે રંગીલું શહેર. ત્યારે આ રંગીલા શહેર ના લોકો પણ એટલા જ રંગીલા છે. એમનો રંગ પણ લાજવાબ છે. વાત કરી રહ્યા છીએ અશ્વપ્રેમી યુવાનો ની એમને ૧૪.૩.૨૦૨૧ ના રોજ રાત્રે રાજકોટ થી અશ્વાયાત્રા ની શરૂઆત કરી, જેમાં ૧૨ થી વધુ અશ્વ લઈને આ યુવા ગ્રુપ માં ખોડલ માતાનો ધામ એવા રૂડા કાગવડ ગામ ખાતે વહેલી સવારે ૮:૦૦ વાગ્યે ખોડલધામ પહોચ્યા. આ અશ્વયાત્રા માં રાજકોટ તથા એમની આજુબાજુ ના…

Read More

ઉમરપાડા-માંગરોળ તાલુકાઓમાં રાષ્ટ્રીયકૃત બેંકોનાં કર્મ ચારીઓ બે દિવસની હડતાળમાં જોડાયા : બેંકોની અનેક કામગીરી ઠપ્પ

હિન્દ ન્યૂઝ, માંગરોળ (સુરત)        ઉમરપાડા અને માંગરોળ તાલુકાઓમાં આવેલી રાષ્ટ્રીયકૃત બેંકોનાં કર્મચારીઓ આજે અને કાલે આમ બે દિવસની હડતાળમાં જોડાયા છે. જેને પગલે બેંકોની અનેક કામગીરી ઠપ્પ થઈ જવા પામી છે. બેંક કર્મચારી ઓ બેંકોનું ખાનગી કરણ અને અન્ય માંગણીઓ પ્રશ્ને આજે અને કાલે આમ બે દિવસ હડતાળ ઉપર ઉતર્યા છે. માંગરોળ અને ઉમરપાડા તાલુકની માંગરોળ, કોસંબા, વાંકલ, ઝંખવાવ, ઉમરપાડા, મોસાલી, કીમ ચાર રસ્તા ખાતે કાર્યરત ભારતીય સ્ટેટ બેંક અને બેંક ઓફ બરોડાની શાખાઓનાં કર્મચારીઓ જોડાયા છે. એકી સાથે 4 દિવસ બેંકો બંધ રહેતાં બેંકોની અનેક કામ…

Read More

માંગરોળ સ્ટેશન રોડ ઉપર આવેલ ડોક્ટર આશાબેન નાયકના કમ્પાઉન્ડમાંના ઝાડ પર પ્રથમવાર ચિલોડો નામનું પક્ષી જોવા મળ્યું

હિન્દ ન્યૂઝ, માંગરોળ (સુરત)         માંગરોળ સ્ટેશન રોડ ઉપર આવેલ ડોક્ટર આશાબેન નાયકના કમ્પાઉન્ડમાંના ઝાડ પર પ્રથમવાર ચિલોડો નામનું પક્ષી જોવા મળતાં લોકોએ એને નિહાળી દુર્લભ ગણાતાં આ પક્ષીને જોઈ આનંદ લીધો હતો. ઘણાં પક્ષીઓ દુર્લભ થઈ જવા પામ્યા છે. ભાગ્યેજ આવા પક્ષીઓ કોઈક વાર નજરે પડે છે. ડોક્ટર આશાબેન નાયકના કમ્પાઉન્ડમાં અનેક વૃક્ષો છે. એ વૃક્ષોમાંથી એક વૃક્ષ ઉપર દુર્લભ ગણાતો ઇન્ડિયન ગ્રે હોર્ન બિલ (ચિલોડો) ઘણાં લાંબા સમય પછી એકા એક નજરે પડ્યો હતો. ડોક્ટર આશાબેન નાયકના પુત્ર નિરજભાઈ નાયકે એમનાં મોબાઈલમાં આ ચિલોડાની તસ્વીર…

Read More

વેરાવળ ખાતે દર્દીઓને વિનામૂલ્યે નેત્રમણી આરોપણ કેમ્પ સફળ રહ્યો

હિન્દ ન્યૂઝ, વેરાવળ           શ્રી રણછોડ દાસ બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ તથા નૂરાની સાર્વજનિક હોસ્પિટલ કૌશર કોલોની મેઈન રોડ, વેરાવળ દ્વારા વિનામૂલ્યે નેત્રમણી આરોપણ કેમ્પનો તા. ૧૪-૦૩-૨૦૨૧ ને રવિવારના રોજ સવારે ૧૦ થી ૧૨ વાગ્યા સુધી રાખવામાં આવેલ જેમાં ૩૫ દર્દીઓએ ભાગ લીધેલ છે.        આ કેમ્પમાં આવેલા દર્દીઓને વિનામૂલ્યે શ્રી સદગુરુ નેત્રાલય રાજકોટ ખાતે તેમની બસમાં લઈ જવામાં આવશે અને જરૂરતમંદ લોકોને શ્રી રણછોડદાસ બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ ખાતે તેમની પોતાની બસમાં લઈ જઈ મોતિયાના ટાકા વગરના ઓપરેશન ફેકો મશીન દ્વારા કરવામાં આવશે…

Read More