ખેડૂત ના નેતા રાકેશ ટિકૈટ આવશે ગુજરાત

ભાવનગર જિલ્લાના ખેડૂત આગેવાનો કરશે ભાવનગર માં મહાપંચાયત ની શરૂઆત : દશરથસિંહ ગોહિલ તણસા હિન્દ ન્યૂઝ, શિહોર સંયુક્ત કિસાન એકતા મોર્ચા દિલ્હી ખાતે ચાલી રહેલા આંદોલન ના સમર્થનમાં ભાવનગર જિલ્લા ના શિહોર તાલુકાના ટાણા ગામે મિટીંગ યોજાઈ. જેમાં દશરથસિંહ ગોહિલ તણસા એ જણાવ્યું કે શિહોર ભાવનગર અને ઘોઘા તાલુકાના ખેડૂતો તેમજ ભાવનગર જિલ્લાના તમામ ખેડૂત સંગઠનો તથા ખેડૂત આગેવાનો સાથે મળી ને ત્રણ કૃષિ આધ્યાદેશ ના વિરોધ માં અને ખેડૂતો ને જાગૃત કરવા માટે દિલ્હી કિસાન આંદોલન મુખ્યા રાકેશ ટિકૈટ ને લાવી ને ગુજરાત માં ભાવનગર જિલ્લામાં પ્રથમ મહા પંચાયત…

Read More

માણાવદર તાલુકા ખાતે કપીંગ થેરાપી કેમ્પ સફળતા પૂર્વક સંપન્ન

હિન્દ ન્યૂઝ, માણાવદર જૂનાગઢ જિલ્લાના માણાવદર શહેર મહાદેવીયા રોડ, પટેલ ચોક ખાતે આજ રોજ તા.૧૪/૩/૨૦૨૧ ને રવિવારના રોજ બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ અને જલારામ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે કપીંગ થેરાપી કેમ્પ સંપન્ન. આ કેમ્પમાં નિષ્ણાંત, તજજ્ઞ ડોકટરોએ પોતાની સેવા આપી હતી. દર્દીઓને ગોઠણ ની દુઃખાવો, મણકાની નસ દબાવી, કમરનો દુઃખાવો, સાઇટિકા વગેરે જેવી શારીરિક બીમારોઓની તપાસણી કરી હતી તેમજ યોગ્ય ઈલાજ કરેલો હતો. આ કેમ્પમાં માણાવદર શહેરના તેમજ આજુબાજુના ગામડાના 200 થી વધુ લાભાર્થી દર્દીઓએ લાભ લીધો હતો તેમજ ડોકટરોએ પણ જણાવેલ કે, આવા સમાજ સેવાના કેમ્પમાં ગમે ત્યારે તેઓ…

Read More

માણાવદર શહેર ખાતે બહેનો માટે નેઇલ આર્ટિસ્ટ સેમિનારનું સફળતા પૂર્વક સંપન્ન

હિન્દ ન્યૂઝ, માણાવદર જૂનાગઢ જિલ્લાના માણાવદર શહેર મહાદેવીયા રોડ, પટેલ ચોક ખાતે આજ રોજ બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ અને જલારામ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે નેઇલ આર્ટિસ્ટના સેમિનારનું ભવ્ય આયોજન કરવામાં આવેલ. આ નેઇલ આર્ટિસ્ટમાં રાજકોટથી પધારેલ જસ્મીન રાઓલ દ્વારા બહેનોને નેઇલ આર્ટ શીખવાડવામાં આવેલ તેમજ માણાવદર શહેરના ઘણા બધા વિદ્યાર્થી બહેનોએ પણ આ નેઇલ આર્ટ શીખવાનો લાભ લીધો હતો તેમજ આ સેમિનારમાં અન્ય શહેરમાંથી પધારેલ આર્ટિસટો દ્વારા જણાવેલ કે બહેનો તેમજ વિદ્યાર્થીઓને નેઇલ આર્ટ શીખવાની ધગસ જોઈ ભવિષ્યમાં અહીં માણાવદર માં નેઇલ આર્ટ શરૂ કરશે તેવું જણાવેલ હતું. આ સેમિનારમાં…

Read More

 વિશ્વ હિન્દુ પરિષદના જામ ખંભાળિયા અધ્યક્ષ તરીકે જયસુખભાઇ મોદીની વરણી

હિન્દ ન્યૂઝ, જામ ખંભાળિયા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારકા જીલ્લા ની જીલ્લા બેઠક તા.૧૩ માર્ચ ના રોજ ખંંભાળિયા ના જલારામ બાપા ના મંદિર નાં હોલ માં યોજાયેલ હતી. જેમાં ‘વિશ્વ હિન્દુ પરિષદ’ અને ‘બજરંગદળ’ ના અલગ અલગ આયામો ના હોદેદારો ની વરણી નવ નિયુક્ત જીલ્લા અધ્યક્ષ ઈશ્વરભાઈ જાખરીયા તથા વિહિપ સૌરાષ્ટ્ર પ્રાંત ના ધર્માચાર્ય સંપર્ક પ્રમુખ પ્રવિણસિંહ કંચવા, જામનગર વિભાગ ના સંગઠન મંત્રી ભાસ્કરભાઈ મકવાણા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના જીલ્લા કાર્યવાહ નિકુંજભાઈ ખાંટ, જીલ્લા મંત્રી દિપકભાઈ જાની ની ઉપસ્થિતિ માં ‘વિશ્વ હિન્દુ પરિષદ’ ખંંભાળિયા ના શહેર અધ્યક્ષ તરીકે જયસુખભાઈ મોદી કે…

Read More

દિયોદર બટાકા ના ભાવ તળિયે જતા ખેડૂતો પોતાના બટાકા કોલ્ડ સ્ટોરેજ માં આપવા પોહચ્યા

હિન્દ ન્યૂઝ, દિયોદર કોરોના વાઈરસ માં બટાકા ની માંગ વધતા વર્તમાન સમય સમગ્ર જિલ્લા માં બટાકા નું વધુ ઉત્પાદન થયું હતું. જેમાં બટાકા ના ભાવ તળિયે બેસી જતા ખેડૂતો પરેશાન બન્યા છે. જેમાં વહેપારીઓ દ્વારા બટાકા ની ખરીદી ન કરતા હવે પોતાના માલ ને બચાવવા માટે ખેડૂતો બટાકા કોલ્ડ સ્ટોરેજ આપવા માટે પોહચ્યા હતા. આજે દિયોદર તાલુકા ના મોટાભાગો ના ગામો માં મોંઘા બિયારણ, લાવી બટાકા નું વાવેતર કર્યું હતું. જેમાં વધુ ઉત્પાદન બટાકા નું થવા પામ્યું હતું પરંતુ એકાએક બટાકા ભાવ તળિયે બેસી જતા ખેડૂતો પરેશાન બન્યા હતા. જેમાં…

Read More

માંગરોળ એસ.પી.એમ. બોયઝ અને ગર્લ્સ હાઇસ્કુલ ખાતે (NMMS) નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ પરીક્ષા યોજાઇ

માંગરોળ કેન્દ્ર ખાતે તાલુકાનાં 348 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હિન્દ ન્યૂઝ, માંગરોળ (સુરત) સુરત જિલ્લા નાં તાલુકા મથક માંગરોળ ખાતે આવેલી એસ.પી.એમ. બોઈઝ હાઈસ્કૂલ સ્કૂલ અને એસ.પી.એમ. ગર્લ્સ હાઇસ્કુલ ખાતે આજે તા.14 મી માર્ચના રોજ રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ (NMMS) એકઝામ 2021 યોજાઇ હતી. જેમાં SPM બોયઝ હાઈસ્કૂલ માંગરોળ કેન્દ્રમાં 10 બ્લોકમાં 200 વિદ્યાર્થીઓમાંથી 181 વિદ્યાર્થી હાજર રહી પરીક્ષા આપી છે. જ્યાં સ્થળ સંચાલક તરીકે ફિરદૌસ ખાન પઠાણએ સેવા આપી હતી. માંગરોળ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મોહનસિંહ ખેર, નરેશભાઈ વસી જયંતીભાઈ પરમાર ઉપસ્થિત…

Read More

માંગરોળ તાલુકાનાં નાનીનરોલી ગામે કાર્યરત GIPCL કંપની રચિત દીપ ટ્રસ્ટને સામાજીક કામગીરી કરવા બદલ સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ તરફથી આપવામાં આવેલ એવોર્ડ

હિન્દ ન્યૂઝ, માંગરોળ (સુરત) માંગરોળ તાલુકાનાં નાનીનરોલી ગામે કાર્યરત GIPCL કંપની રચિત દીપ ટ્રસ્ટને સામાજીક કામગીરી કરવા બદલ સુરત નાં સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ તરફથી એવોર્ડ આપવામાં આવ્યો છે. GIPCL કંપનીના કાર્યક્ષેત્રમાં આવતાં ગામોમાં અનેક વિકાસ કામો કરવા માટે કંપનીએ દીપ નામના ટ્રસ્ટની રચનાં કરવામાં આવેલી છે. આ ટ્રસ્ટે સામાજીક ક્ષેત્રે ખૂબ સારી કામગીરી કરી છે. જેમાં પણ ખાસ કરી સ્વચ્છતા અને મહિલા સશક્તિકરણની કામગીરી ખૂબ જ સારી કરી હોય, આ કામગીરીને ધ્યાનમાં લઈ સુરતનાં સાઉથ ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્દ્રસ્ટ્રીરીઝ તરફથી દીપ ટ્રસ્ટની પસંદગી કરી, એવોર્ડ આપવામાં…

Read More

ગળતેશ્વર તાલુકાના વણાકબોરી થર્મલના યુવાનો ધૈર્યરાજસિંહની મદદ માટે આવ્યા આગળ….

હિન્દ ન્યૂઝ, ખેડા મહીસાગરના કાનેસર ના રહેવાસી રાઠોડ રાજદીપસિંહ ના ત્રણ મહિનાના બાળક ધૈર્યરાજસિંહને એસએમએ ૧ નામની ગંભીર બીમારી છે. તેને બીમારીમાંથી બહાર લાવવા માટે ૧૬ કરોડ રૂપિયાના ઇન્જેક્શનની જરૂરિયાત છે, ત્યારે તેના પિતા તેમજ તેની માતાએ ગુજરાતમાંથી લોકોને પોતાનો વ્હાલસોયા ત્રણ મહિનાના બાળક બચાવવા માટે મદદ માંગી, ત્યારે છેલ્લા એક અઠવાડિયાની અંદર સમગ્ર ગુજરાતમાંથી અંદાજિત ચાર કરોડ રૂપિયાની રકમ મળી ચૂકી છે, ત્યારે ‘જન સેવા એ જ પ્રભુ સેવા’ ને પ્રેરણાસ્ત્રોત માની ગળતેશ્વર તાલુકાના વણાકબોરી થર્મલ ના યુવાનો પણ મદદ માટે આગળ આવ્યા છે. થર્મલના યુવાનોએ માસુમ ત્રણ મહિનાના…

Read More

ખેડા જિલ્લામાં પીંગળજ ગામે દાંડીયાત્રાનુ ભવ્ય સ્વાગત મહાત્મા ગાંધી અમર રહોના નાદથી વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયુ

હિન્દ ન્યૂઝ, નડિયાદ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત ખેડા જિલ્લામાં પ્રવેશેલી દાંડીયાત્રાનુ જિલ્લામાં વહીવટીતંત્ર દ્રારા ઠેર-ઠેર ભવ્ય સ્વાગત કરવામા આવી રહ્યુ છે. સાથે સાથે જિલ્લામાં વિવિધ સ્થળોએ રાત્રિ રોકાણ દરમ્યાન દાંડીયાત્રીકોના રાત્રિ નિવાસ સ્થળે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. આજે નવાગામ ખાતે સાંસ્‍કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. દાંડીયાત્રાના અમૃત મહોત્સવ નિમિતે યોજાનાર દાંડીયાત્રાનુ ખેડા જિલ્લામાં પીંગળજ મુકામે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતું. દાંડીયાત્રાના આ યાત્રિકોનુ ડીજે, બેન્ડ, ઢોલ, શાળાની બાળાઓએ કળશ સાથે સ્વાગત કર્યુ હતુ. રસ્તાની બન્ને બાજુએ ગ્રામજનોએ હરોળમાં ઉભા રહી દાંડીયાત્રીઓ પર પુષ્પવર્ષા કરી હતી. સાંસદ દેવુસિંહ ચૌહાણ અને ધારાસભ્ય અર્જુનસિંહ…

Read More

વસીમ રિઝવીની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે સોમવારે યંગ એકતા ફાઉન્ડેશનના નેજા હેઠળ માંગરોળનાં મામલતદારને આવેદનપત્ર અપાશે

હિન્દ ન્યૂઝ, માંગરોળ (સુરત) વસીમ રિઝવી તરફથી ઇસ્લામ ધર્મનાં પવિત્ર કુરાન શરીફમાંથી 26 જેટલી આયતો હટાવવા પ્રશ્ને એક વિવાદી નિવેદન કરી દેશમાં અરાજકતા અને કોમી રમખાણો ફાટી નીકળે એ પહેલાં એનાં વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી એની ધરપકડ કરવામાં આવે એવી માંગ સમગ્ર દેશનાં મુસ્લિમ ધર્મ ગુરૂઓએ કરી છે. જ્યારે વસીમ રિઝવીનાં આ વિવાદી નિવેદનનાં ઘેરાપ્રત્યાઘાટ, સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં પડ્યા છે. માંગરોળ તાલુકામાં કાર્યરત યંગ એકતા ફાઉન્ડેશનનાં નેજા હેઠળ આગામી તારીખ 15 મી માર્ચના સોમવારે બોપોરે ત્રણ વાગ્યે માંગરોળનાં મામલતદારને એક આવેદનપત્ર આપવામાં આવનાર છે. આ કાર્યક્રમમાં માંગરોળ તાલુકાનાં મુસ્લિમ…

Read More