એસ.એસ.સી. બોર્ડ ધો.૧૦ માટે મોટા સમાચાર-બોર્ડની પરીક્ષાની ઓનલાઈન ફોર્મ ભરવા માટેની તારીખ લંબાવવામાં આવી છે

હિન્દ ન્યૂઝ, માણાવદર એસ.એસ.સી બોર્ડ ગાંધીનગર દ્વારા ધો.૧૦ ની બોર્ડ ની પરીક્ષાના ફોર્મ ભરવા માટેની તારીખ -૫ ના રોજ પૂર્ણ થતી હતી. જે શિક્ષણ વિભાગ દ્વારા લંબાવવામાં આવેલ છે. જે ઓનલાઈન ફોર્મ તા.૧૫/૩ સુધી ભરી શકાશે. ૧૫ માર્ચ સુધી કોઈ લેઈટ ફી લાગશે નહિ. ઘણા વિદ્યાર્થીઓને ફોર્મ બાકી રહેવાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ધો.૧૦ ના બોર્ડની પરીક્ષા ના ઓનલાઈન ફોર્મ ૧૫ માર્ચ સુધી ભરી શકાશે. રિપોર્ટર : હાજાભાઈ ઢોલા, માણાવદર

Read More

રાજકોટ ખાતે “ઇન્ટરનેશનલ વુમન્સ ડે (આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ)” નિમિત્તે માત્ર મહિલાઓ-સ્ત્રીઓ માટે “ફ્રી બસ સેવા” ઉપલબ્ધ

હિન્દ ન્યૂઝ, રાજકોટ     રાજકોટ શહેરના લોકોને શહેરી પરીવહન સેવા પુરી પાડવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સિટી બસ સેવા તથા બી.આર.ટી.એસ. બસ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. જેનું સંચાલન રાજકોટ મહાનગરપાલિકાની કંપની, રાજકોટ રાજપથ લી. (SPV) દ્વારા કરવામાં આવી રહેલ છે. જે સબબ સિટી બસ તથા બી.આર.ટી.એસ. બસ દ્વારા પરિવહન સેવા પુરી પાડવામાં આવી રહેલ છે. બંને બસ સેવાનો હાલ ૪૦,૦૦૦ થી વધુ શહેરીજનો દ્વારા લાભ ઉઠાવવામાં આવી રહેલ છે.         તા.૦૮/૦૩/૨૦૨૧ સોમવારના રોજ “ઇન્ટરનેશનલ વુમન્સ ડે (આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ)” નિમિત્તે આ બંને બસ સેવાનો વધુ ને…

Read More

વેરાવળ ખાતે સોમનાથ યુનિવર્સીટીનો ૧૩ મો પદવીદાન સમારોહ ઓનલાઈન યોજાયો

૭૫૦ વિધાર્થીઓને પદવી એનાયત હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ તા.૦૫, વેરાવળ ખાતે શ્રીસોમનાથ સંસ્‍કૃત યુનિવર્સિટીનો તેરમો પદવીદાન સમારોહ ઓનલાઈન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં મેડલો મેળવનારા અને પદવી પ્રાપ્‍ત કરનારાં ૭૫૦ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્‍યાં હતા. રાજ્યપાલ દેવવ્રત આચાર્યજીએ ભારતીય સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર કરવાના શ્રેષ્ઠ કાર્ય બદલ યુનિવર્સિટીને અભિનંદન પાઠવ્યાં. વેદ, જયોતિષ, વ્યાકરણ, દર્શન, સાહિત્ય આદિ વિષયોમાં ઉત્કૃષ્ઠ સંશોધન, પ્રકાશન અને અધ્યાપન બદલ યુનિવર્સિટીને બિરદાવી હતી. ૭૫૦ જેટલાં સ્નાતકોને અને પદક ધારકોને અભિનંદન પાઠવ્યા હતા. આ સમારોહમાં મુખ્ય અતિથિ રમેશભાઈ ઓઝા ઓનલાઈન માધ્યમથી ઉપસ્થિત રહ્યાં. બહુ જન્મ પછી પ્રાપ્ત થયેલ આ…

Read More

ગીર સોમનાથ જિલ્લામાં નવા નોંધાયેલા મતદારો માટે ઈ-એપિક કાર્ડ ડાઉનલોડ કરવા માટે તા.૭ માર્ચના રોજ કેમ્પ યોજાશે

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ તા. ૦૫, ગીર સોમનાથ જિલ્લામાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ -૨૦૨૧ દરમ્યાન નોંધાયેલા નવા મતદારો કે જેમણે ફોર્મ નં-૬માં પોતાનો મોબાઈલ નંબર આપેલ છે. તેઓ સંબંધિત મોબાઈલ એપ્લીકેશન nvsp.in તથા Voter Hepline Application (મોબાઈલ એપ)નો ઉપયોગ કરીને એપિક કાર્ડ ડાઉનલોડ કરી શકશે. આ માટે nvsp.in ઉપર જઈ રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ યુઝર આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરીને વેબ સાઇટમાં દાખલ થવાનું રહેશે ત્યારબાદ એપિક ઓપ્શન પર ક્લિક કરી ચૂંટણી કાર્ડ નંબર અથવા ફોર્મનો રેફરન્સ નંબર દાખલ કરવાથી મોબાઈલ નંબર ઉપર એક OTP નંબર આવશે જે દાખલ કર્યા…

Read More

નોવેલ કોરોના વાયરસ કોવિડ ૧૯ નો ફેલાવો અટકાવવા અને લોકોની સુરક્ષા હેતુ કન્‍ટેઇમેન્‍ટ વિસ્‍તાર જાહેર કરેલ છે

હિન્દ ન્યૂઝ, નડિયાદ સમગ્ર ગુજરાત રાજ્ય તેમજ ભારતમાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-19 ફેલાયેલ છે જેને વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે. જે બાબતે ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા વખતોવખત નોવેલ કોરોના વાયરસ કોવીડ-19  નો ફેલાવો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે. ગુજરાત રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના જાહેરનામા થી રાજ્યમાં “ધ ગુજરાત એપેડેમીક રેગ્યુલેશન ૨૦૨૦ ” લાગુ કરવામાં આવેલ છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકારના તારીખ ૨૫/૦૩/૨૦ના પત્ર દ્વારા આ નોવેલ કોરોના વાયરસ કોવીડ-19 ની મહામારી વર્તમાન પરિસ્થિતિનો સામનો કરવા તથા સંક્રમણને નિયંત્રણમાં…

Read More

ગીર સોમનાથ જિલ્લા ના સુત્રાપાડા સામુહિક આરોગ્ય કેન્દ્ર દ્રારા પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન કેમ્પ ની શરૂઆત

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ  ગીર સોમનાથ જિલ્લા ના સુત્રાપાડા સામુહિક આરોગ્ય કેન્દ્ર દ્રારા પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન કેમ્પ ની શરૂઆત ગુજરાત રાજ્ય ના પૂર્વ કેબિનેટ મંત્રી અને ગામ ના વતની જસાભાઈ બારડ દ્રારા કરવામાં આવી. આ પ્રશ્ને જિલ્લા આરોગ્ય અધિકારી અને ગાયનોકોલોજી ડૉક્ટર રવિ ઝાલા તેમજ સરકારી હોસ્પિટલ ના સ્ટાફ, ગામના આગેવાનો અને સગર્ભા બહેનો હાજર રહ્યા હતા. પૂર્વ કેબિનેટ મંત્રી જસાભાઈ બારડે જણાવેલ કે સરકાર સગર્ભા મહિલા નું સંપૂર્ણ ધ્યાન રાખે છે. માતા નાં મૃત્યુ દર ઘટે તે માટે સરકાર તમામ પ્રયત્ન કરે છે. કોળી સમાજ ના આગેવાન નાથુભાઈ…

Read More

ઉમરપાડા તાલુકાનાં કેવડી ગામનાં આગેવાન ભીખુભાઇ વસાવાએ કોરોનાંની રસી મુકાવી લોકોને રસી મુકાવી લેવા અનુરોધ કર્યો

હિન્દ ન્યૂઝ, ઉમરપાડા ઉમરપાડા તાલુકાનાં કેવડી ગામનાં આદિવાસી સમાજ નાં આગેવાન ભીખુભાઇ વસાવાએ કોરોનાંની રસી મુકાવી લોકોને રસી મુકાવી લેવા અનુરોધ કર્યો છે. ભીખુભાઇ વસાવાએ કેવડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોનાંની રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. આ રસી મુકાવી છે એ અંગે એમને આરોગ્ય વિભાગ તરફથી પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું છે. હવે 28 દિવસ બાદ કોરોનાની રસીનો બીજો ડોઝ લેવાનો રહેશે. એમણે અતિપછાત એવા અને સંપૂર્ણ આદિવાસી વસ્તી ધરાવતાં અને મોટા ભાગના લોકો ખાસ કરી મજૂરી, ખેતી અને પશુપાલનનાં ધંધા સાથે સંકળાયેલા છે. ત્યારે ભીખુભાઇ વસાવાએ આદિવાસી સમાજનાં લોકોને કોઈ…

Read More

બાળકો સાથે જાતિય દુરવ્યવહાર અંગે શિક્ષકો માટે માર્ગદર્શિકા પુસ્તિકાનું સુરતનાં કલેક્ટર ડો.ધવલ પટેલનાં હસ્તે શનિવારે થનારૂ વિમોચન

હિન્દ ન્યૂઝ, માંગરોળ તારીખ 6 માર્ચના સુરતની જીવન ભારતી સ્કૂલ ખાતે બોપોરે 12 કલાકે બાળકો સાથે જાતિય દુરવ્યવહાર અંગે શિક્ષકો માટે માર્ગદર્શિકા પુસ્તિકાનું સુરતનાં કલેક્ટર ડો.ધવલ પટેલના હસ્તે વિમોચન કરવામાં આવનાર છે. આ કાર્યક્રમમાં સુરતનાં જિલ્લા વિકાસ અધિકારી હિતેશભાઈ કોયા, જિલ્લા શિક્ષણાધિકારી એચ.એચ. રાજ્ય ગુરૂ, DPEO ડો.દિપક આર.દરજી, ડો.લતિકા શાહ, ડો.કેતનભાઈ ઉપસ્થિત રહી માર્ગદર્શન પણ આપશે. એમ નાયબ DPEO સ્વાતિ બેન પટેલે જણાવ્યું છે. રિપોર્ટર : નઝીર પાંડોર, માંગરોળ (સુરત)

Read More

માંગરોળ તાલુકાનાં કોસંબાની MM કરોડીયા પ્રાથમિક શાળાનાં 5 શિક્ષકોને કોરોનાં પોઝીટીવ આવતાં શાળા સાત દિવસ બંધ

હિન્દ ન્યૂઝ, માંગરોળ (સુરત)       માંગરોળ તાલુકાનાં કોસંબાની MM કરોડીયા પ્રાથમિક શાળાનાં 5 શિક્ષકોને કોરોનાં પોઝીટીવ આવતાં શાળા સાત દિવસ બંધ રાખવા માંગરોળનાં પ્રાથમિક શિક્ષણાધિકારી એ આદેશ આપ્યા છે. હાલમાં ધોરણ 6,7,8 નાં વર્ગો ચાલે છે. આ વર્ગોનું સાત દિવસ શિક્ષણ કાર્ય બંધ રાખવા આદેશ આપવામાં આવ્યો છે. શાળાનાં અન્ય શિક્ષકોને કોરોનાં ટેસ્ટ કરાવી લેવા એવું શિક્ષણ વિભાગે જણાવ્યું છે. એકી સાથે એક જ શાળાનાં 5 શિક્ષકો કોરોનાંની લપેટમાં આવતાં શિક્ષણ જગતમાં હાહાકાર મચી જવા પામ્યો છે. રિપોર્ટર : નઝીર પાંડોર, માંગરોળ (સુરત)

Read More

ધારી ગામમાં ફાયર ફાઈટર ના હોવાને કારણે બજરંગ ગ્રુપએ કરી અપીલ

હિન્દ ન્યૂઝ, ધારી           ધારી અને આજુ બાજુના ગ્રામ્ય વિસ્તારો માં આગ્જનિ નો બનાવ બને ત્યારે ફાયર ફાઈટર ના હોવાથી અને હમણા ધારી ગામમાં આગ લાગવા ના ઘણા બનાવ બનવા પામેલ છે, ત્યારે આજુ બાજુ ના શહેરો માથી ફાયર ફાઈટર મંગાવુ પડે છે, ત્યા સુધી બધુ બળી ને ખાખ થઈ જાય છે. તેવી જ રીતે ધારી ગામ માં વેક્યુમ મસીન ન હોવાથી ગટર ના પાણી રોડ ઉપર અને ઘર મા આવે છે ત્યારે પણ આજુ બાજુ ના શહેરો માથી વેક્યુમ મસીન મગાવી ગટરના પાણી સાફ કરવા પડે…

Read More