માંગરોળ તાલુકાનાં કોસંબાની MM કરોડીયા પ્રાથમિક શાળાનાં 5 શિક્ષકોને કોરોનાં પોઝીટીવ આવતાં શાળા સાત દિવસ બંધ

હિન્દ ન્યૂઝ, માંગરોળ (સુરત)

      માંગરોળ તાલુકાનાં કોસંબાની MM કરોડીયા પ્રાથમિક શાળાનાં 5 શિક્ષકોને કોરોનાં પોઝીટીવ આવતાં શાળા સાત દિવસ બંધ રાખવા માંગરોળનાં પ્રાથમિક શિક્ષણાધિકારી એ આદેશ આપ્યા છે. હાલમાં ધોરણ 6,7,8 નાં વર્ગો ચાલે છે. આ વર્ગોનું સાત દિવસ શિક્ષણ કાર્ય બંધ રાખવા આદેશ આપવામાં આવ્યો છે.

શાળાનાં અન્ય શિક્ષકોને કોરોનાં ટેસ્ટ કરાવી લેવા એવું શિક્ષણ વિભાગે જણાવ્યું છે. એકી સાથે એક જ શાળાનાં 5 શિક્ષકો કોરોનાંની લપેટમાં આવતાં શિક્ષણ જગતમાં હાહાકાર મચી જવા પામ્યો છે.

રિપોર્ટર : નઝીર પાંડોર, માંગરોળ (સુરત)

Related posts

Leave a Comment